Your Moonsign Janam Rashi This Week –
13 June 2026 – 19 June 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

25મી જુન સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનથી કરેલા કામમાં સફળતા મળશે. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. ઉતરતી ચંદ્રની દિનદશામાં ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી રહેવાથી તમારા વિચારો પણ પોઝીટીવ હશે. તમારા કામમાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે સાથે તમારા કામમાં તમે ભરપુર વ્યસ્ત રહેશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

Till 25th June, the Moon’s favourable rule supports all your efforts, bringing success in tasks undertaken with determination. Good news from distant places could brighten your week. Fulfilling family expectations will bring satisfaction. Good health will keep your thoughts positive, while work will keep you pleasantly occupied. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times daily.

Auspicious Dates: 14, 15, 18, 19


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા 26મી જુલાઈ સુધી ચાલશે. ચંદ્ર તમને ભરપૂર મુસાફરીના ચાન્સ આપશે. તમારા કરેલા કામમાં તમારો કોન્ફિડન્સ સારો રહેશે. નવા કામ મળવાના ચાન્સ છે. કોઈને મદદ કરવાથી મનને ખૂબ જ આનંદ મળશે. દરેક કામમાં ફેમિલી મેમ્બરનો સાથ મળશે. મિત્રોને મળવામાં આળસ કરતા નહીં આગળ જતાં તેમના થકી તમને ફાયદો થવાના ચાન્સ છે. ફેમીલીમાં લાંબા સમયથી અટકેલુ કામ તમે પુરૂં કરી શકશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.

The Moon’s favourable rule, till 26th July, brings plenty of travel opportunities. Your confidence in your work will remain strong, and fresh assignments could come your way. Helping others will give immense happiness. Family support will strengthen your efforts, while reconnecting with friends could prove beneficial. Long-pending family matters could finally be completed. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 13, 16, 17, 18


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા ત્રણ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ વસાવી લેજો. 16મી પહેલા અપોઝિટ સેક્સને જરા પણ નારાજ કરતા નહીં. બાકી 16મીથી સૂર્યની દિનદશા તમારા મગજને ફેરવી નાખશે. તમે નાની બાબતમાં ખૂબ ગરમ થઈ જશો. તમારા ગુસ્સા ઉપર કાબુ રાખી નહીં શકો તેથી બને તો રેગ્યુલર થોડો સમય પ્રાર્થના કરો. પ્રેશરથી પરેશાન થશો. કોર્ટ-કચેરીના કામોથી દૂર રહેજો. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 14, 15, 18, 19 છે.

The first three days remain under Venus’ influence, making it a good time to purchase household necessities. Avoid upsetting the opposite sex before 16th June. From then on, the Sun’s rule could make you short-tempered over small matters. Control your anger through regular prayers. Blood pressure concerns could arise. You are advised to stay away from court-related matters. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 14, 15, 18, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા દિવસો હરવા ફરવામાં પસાર કરશો. મોજશોખની પાછળ ખર્ચ વધી જશે. ઘરમાં નવી વસ્તુ વસાવી શકશો. ધણી ધણીયાણીમાં પ્રેમ ખૂબ જ વધી જશે. કામની જગ્યાએ પ્રમોશન મળવાના ભરપૂર ચાન્સ છે. ઈનવેસ્ટમેન્ટ કરવા માટે કોઈ અનુભવી વ્યક્તિનો સાથ મળી જશે. હાલમાં ઈનવેસ્ટમેન્ટ કરતા આગળ જતા સારો ફાયદો મેળવી શકશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Venus’ favourable rule till 16th July encourages leisure, outings and enjoyment, though expenses could rise. You could purchase something new for your home. Love and harmony between spouses will deepen. Promotion opportunities at work look promising. Guidance from an experienced person could help you make rewarding investments. For continued blessings, pray to Behram Yazad daily.

Auspicious Dates: 14, 15, 16, 17


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ચમકીલા વૈભવ આપનાર શુક્રની દિનદશા ચાલી રહેલી છે. ખર્ચ કરવામાં કોઈપણ જાતની કસર નહીં રાખો. તમે જેટલો ખર્ચ કરશો એટલું ધન તમે કમાઈ લેશો છતાંપણ બજેટ બનાવી ચાલજો. પ્રેમમાં પડેલા હશો તો અપોઝિટ સેકસની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ પણ કરી લેશો. સરકારી નોકરી કરતા લોકો માટે મુસાફરી ફાયદાકારક સાબિત થશે. તબિયતમાં સારા સારી રહેતા તમારા વિચારો પણ સકારાત્મક થતા જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 13, 16, 18, 19 છે.

Venus’ rule continues to shower luxury and comforts upon you, encouraging generous spending. Fortunately, your earning capacity matches your expenses, though budgeting remains wise. Those in love could go the extra mile to fulfil their partner’s wishes. Travel will benefit government employees. Good health will promote increasingly positive thinking. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 13, 16, 18, 19


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

5મી જુલાઈ સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી દેશે. અચાનક તબિયત બગડી જશે. જો તમે કોઈ બીમારીમાંથી પસાર થતા હો તો બીજો ઓપિનિયન અવશ્ય લેજો. રાહુને કારણે અગત્યની ચીજો સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. વડીલોની સલાહ અવશ્ય માનો. ઘરમાં નહીં કરવાનો ખર્ચ કરવો પડશે જેનાથી તમારૂં બજેટ બગડી શકે છે. રાહુના દુઃખને ઓછું કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Rahu’s rule till 5th July could disturb both your appetite and sleep. Unexpected health concerns could arise, so seeking a second medical opinion would be wise if already under treatment. Guard your valuables carefully, as loss is possible. Listen to elders’ advice. Prepare for unavoidable household expenses. To reduce Rahu’s adverse effects, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 14, 15, 16, 17


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જુન સુધી ગુરૂની દિનદશાને લીધે  તમારા ધારેલા કામો ખૂબ સારી રીતે કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર તમારી મહેનત રંગ લાવશે. તબિયતની ચિંતા નહીં હોવાથી કામકાજ ઉપર વધુ ધ્યાન આપી શકશો. તમારા ફાયદાની વાત ઉપર વધુ ધ્યાન આપી જુના રોકાણમાંથી ફાયદો અવશ્ય લઈ લેજો. આખુ અઠવાડિયુ તમારા મનપસંદ કામ કરી શકશો. નવા કામ હાથમાં લેતા પહેલા તેની માહિતી અવશ્ય લેજો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 16, 18, 19 છે.

Jupiter’s favourable rule till 23rd June helps you accomplish your goals successfully. Your financial efforts could yield encouraging results. Good health will allow greater focus on work. Pay attention to opportunities that benefit you and make gains from previous investments. Ensure you do thorough research before taking on any new ventures. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 13, 16, 18, 19


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioતમને 23 જુલાઈ સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી નાણાકીય સ્થિતિમાં સારા સારી થતી જશે. બીજાના મદદગાર બની શકશો. ધર્મના કામ કરવામાં ખૂબ જ આનંદ આવશે. નવું કંઈક કરવાની તથા જાણવાની ઈચ્છા થશે. તમે બધાની વાતો સાંભળી તમારા મનનું કરી શકશો. કોઈને ઉધાર આપેલા પૈસા પાછા મળતા સેલ્ફ કોન્ફિડન્સમાં વધારો થશે. બાળકો તરફથી સારા સમાચાર મળતા ફેમીલી ગેટટુગેધર કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.

Jupiter’s favourable rule till 23rd July helps in steadily improving your financial position. You will enjoy helping others and participating in religious activities. Curiosity to learn and explore something new will grow. Recovering money previously lent could boost your confidence. Happy news from children could lead to a joyful family gatherings. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 14, 15, 16, 17


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusહાલમાં શનિ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં મૂકી દેશે. ખાસ કરીને તમારે તબિયતની કાળજી લેવી પડશે. ખાવા પીવાનું મન નહીં થાય. તમે શાંતિથી બેસી પણ નહીં શકો. તમારા ઘરમાં કામ કરનાર તમને પરેશાન કરે તેવા હાલના ગ્રહો છે. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખજો. ઉપરીવર્ગથી સંભાળજો ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 19 છે.

Saturn’s ongoing rule means that even a small mistake of yours could create bigger problems, making caution essential. Pay close attention to your health, as appetite could reduce and restlessness could increase. Domestic staff could test your patience. Control your temper and speak less, especially with seniors or authority figures. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 13, 14, 16, 19


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornછેલ્લા છ દિવસમાં તમારા મન પ્રમાણે કામ કરવામાં સફળ થશો. બુદ્ધિબળ વાપરીને અગત્યના કામો સમય પર પૂરા કરી શકશો. 18મી પહેલા નાણાંનો જે પણ ફાયદો મળે તે લઈ લેજો. મિત્રોની સાચી સલાહ અમલમાં મુકતા નાણાકીય ફાયદો મેળવી શકશો. તમારા બજેટને ધ્યાનમાં રાખી ખર્ચ કરજો. નેગેટીવ બોલનારા લોકોથી દૂર રહેજો. બાકી 19મીથી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. શુક્રવારે તમને ભરપૂર આળસ આવશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 18 છે.

Over the next six days, you could successfully complete tasks according to your plans by using your intelligence wisely. Accept any financial gains available before 18th June. Following sincere advice from friends could improve your finances. Spend according to your budget and avoid negative people. Saturn’s rule, starting from 19th June, could increase lethargy, especially on Fridays. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 14, 15, 16, 18


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે બચત કરી શકશો. તમારી બુદ્ધિ વાપરીને જો રોકાણ કરશો તો વધુ ફાયદામાં રહેશો. નવી પ્રોપર્ટી કે વાહન ખરીદવાના ચાન્સ ખુબ સારા છે. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. રોજબરોજના કામો પૂરા કરવામાં મુશ્કેલી નહીં આવે. લેતીદેતીના કામો કરવામાં આળસ કરતા નહીં. તમારી સાથે કામ કરનારનો ભરપુર સાથ સહકાર મળશે. તમે કોઈની મદદ કરી તેનું દિલ જીતી લેશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણતા કામમાં સફળતા મેળવશો.
શુકનવંતી તા. 13, 15, 16, 19 છે.

Mercury’s favourable rule helps you save money and make wise investments that could bring greater returns. Prospects for purchasing property or a vehicle look encouraging. Friends could share beneficial information. Daily tasks will progress smoothly, so avoid delaying financial dealings. Support from colleagues will remain strong, and helping someone could win lasting appreciation. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 13, 15, 16, 19


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces23મી જુન સુધી મંગળ તમને શાંતિથી બેસવા નહીં દે. સમજ્યા વગર અંગત વ્યક્તિ ઉપર ગુસ્સે થઈ જશો. મનમાં ઉશ્કેરાટ ખૂબ જ રહેશે. અચાનક તબિયત ખરાબ થવાના ચાન્સ છે. ફેમીલીમાં ભાઈ બહેન સાથે મતભેદ પડી જશે. ઘરમાં ફાલતુનો ખર્ચ કરવો પડશે. તમારી લાપરવાહીને લીધે ન કરવાના કામ કરશો જેમાં ધન અને સમય બન્ને બગડશે. વાંકગુના વગર તમને કોઈ ફસાવવાની કોશિશ કરશે તેથી સંભાળજો. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Mars’ rule, till 23rd June, keeps you restless and could trigger anger towards loved ones without sufficient reason. Mental agitation will remain high, while unexpected health issues could arise. Differences with siblings are possible. Unnecessary household expenses could increase. Carelessness could waste time and money. Someone could attempt to trap you unfairly, so remain alert. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 14, 16, 17, 18

Leave a Reply

*