Your Moonsign Janam Rashi This Week –
20 June 2026 – 26 June 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લા પાંચ દિવસ ચંદ્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી લેજો. 25મી પહેલા મનને શાંત રાખીને અગત્યના કામો પૂરા કરી લેજો. નાણાકીય લેતી દેતી કરવામાં કોઈ પણ જાતની કસર બાકી નહીં રાખતા. બાકી 25મીથી મંગળની દિનદશા તમારા શાંત મગજને ગરમ કરી નાખશે. ગુસ્સામાં આવી તમારા બનેલા કામો તમે બગાડી નાખશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણ્યા પછી `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

The final five days of the Moon’s favourable phase remain. Fulfil family expectations and complete important tasks before 25th June while keeping your mind calm. Financial dealings require full attention. Mars’ rule, starting from the 25th could make you impatient and quick-tempered, risking setbacks in otherwise successful matters. Pray the ‘Tir Yasht’ along with reciting the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 20, 21, 22, 23


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હાલમાં જે પણ કામ હાથમાં લેશો તે પૂરા કરીને મૂકશો. મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. વડીલ વર્ગની સેવા કરવામાં મનને શાંતિ મળશે. તમારા નવા કામમાં સારા સારી થતી જશે. જે પણ કામ હાથમાં લેશો તેમાં જશની સાથે ધન પણ કમાશો. અચાનક નાના ધનલાભ થતા મનને આનંદ મળશે. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો સુખદ ઉકેલ મળી જશે. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

The Moon’s influence encourages steady progress and completion of all tasks you undertake. Travel opportunities should be embraced. Serving elders will bring inner peace, while new ventures could show encouraging results. Financial gains and recognition are indicated. Long-standing problems could finally find a pleasant resolution. Continue reciting the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 20, 21, 25, 26


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

5મી જુલાઈ સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા મગજને જરા પણ શાંતિ નહીં મળે. બપોરના સમયે માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામો હાલમાં કરતા નહીં. ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે બને તો ઓછું બોલવાનું રાખજો. તમારા ઘરનું વાતાવરણ અશાંત રહેતા તમારા બનતા કામો પણ તમે નહીં કરી શકો. કોઈ નવી વ્યક્તિનો સાથ તમને નુકસાની આપી શકે. છે. સૂર્યના તાપ ને ઓછો કરવા  દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Sun’s rule continues till 5th July, keeping your mind restless and making it difficult to find peace. Afternoon headaches could trouble you. Avoid government-related work for now. You are advised to speak carefully with superiors. New acquaintances could prove costly. To reduce the Sun’s intensity, recite the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 21, 22, 23, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancer16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલુ હોવાથી મોજશોખની સાથે થોડીક કરકસર કરી બચત કરવામાં સફળ થશો. અટકેલા કામો પૂરા કરવા માટે મિત્રોની સલાહ મળી જશે. તમારા અધૂરા રહેલા કામને પૂરા કરવામાં સફળ થશો. વિચારો પોઝિટિવ થતા તબિયતમાં પણ સારા સારી રહેશે. ફેમીલી મેમ્બરને આનંદમાં રાખવામાં સફળ થશો. ઘરમાં નવી ચીજ વસ્તુઓ વસાવી શકશો. થોડી મહેનત કરવાથી રોકાયેલા નાણા પાછા મેળવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Venus’ favourable rule till 16th July helps you enjoy life while also building savings. Friends could offer useful advice to complete pending tasks. Positive thinking will improve your mood and your health. Family members will remain happy, and you could purchase something new for your home. Stuck funds could be recovered with some effort. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 23, 24, 25, 26


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમારા પૈસા મોજશોખ તથા નવી ચીજ વસ્તુ લેવામાં વાપરી શકશો. પ્રેમી પ્રેમીકામાં પ્રેમ ખૂબ જ વધી જશે. ધણી ધણીયાણીમાં મતભેદ થતા હોય તો કોમ્પ્રોમાઇઝ કરવામાં વાર નહીં લગાડતા. ધનની કમી હાલમાં નહીં આવે. ગામ પરગામ જવાના પ્લાન બનાવી શકશો. નવા મિત્રો મળી શકશે જેનાથી આગળ જતા તમને તમારા કામમાં મદદ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.

Venus’ rule continues to bring comfort, pleasure and opportunities to enjoy life till 16th August. Spending on leisure and new purchases could increase. Relationships will flourish. Any differences between spouses should be resolved through compromise. Travel plans could take shape, while new friendships formed now could prove valuable in the future. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 20, 22, 25, 26


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

રાહુની દિનદશા ચાલુ હોવાથી ખોટા વિચારોથી પરેશાન થશો. નાની નાની બાબતમાં બીક લાગશે. ઉતાવળમાં કોઈપણ ડીસીઝન લેવાની ભૂલ કરતા નહીં. નાણાકીય બાબતની અંદર ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. બચાવેલા નાણાને વાપરવા પડે તો નવાઈમાં પડી જતા નહીં. મીઠી વાતો કરનારથી ચેતજો તમારી સાથે કોઈ ચીટીંગ કરી જાય તેવા હાલના ગ્રહો છે. તમારા બોલવાથી ઝગડો થવાના ચાન્સ છે તેથી ઓછું બોલવાનું રાખજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Rahu’s rule could create unnecessary worries and fears over small matters. Avoid making hasty decisions. Unexpected expenses could affect your finances, and you might need to dip into your savings. Be cautious of overly sweet talkers, as deception is possible. Speak carefully, as arguments could arise easily. You are advised to pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 22, 23, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ કોઈના મદદગાર બની જજો. બાકી 23મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમને મુસીબતથી ઘેરી લેશે. તમારા મનને કોઈ ઓળખી નહી શકે. કોઈની ભલાઈ કરવા જતા તમે મુસીબતમાં મુકાઈ જશો તેથી ધ્યાન આપજો. નાણાકીય વ્યવહાર સંભાળીને કરજો. બીજાની સલાહ ઉપર ચાલવાની ભૂલ કરતા નહીં. તમે કરેલી મહેનતનું ફળ નહીં મળે. દરરોજ `સરોશ યશ્ત’ સાથે `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

You are advised to spend the first three days helping others. Rahu’s rule, starting from 23rd June, and lasting for the next 42 days, could bring challenges and confusion. Good intentions could unexpectedly create difficulties. Handle finances carefully and avoid blindly following anyone’s advice. Your hard work could go unrecognised. Pray the Sarosh Yasht as well as the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 20, 21, 22, 23


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારામાં ખૂબ જ ચેન્જીસ આવી જશે. તમારી સાથે કોઈ ખરાબ વ્યવહાર કરે તો તમે તેને માફ કરી શકશો. ચાલુ કામમાં સફળતા મેળવશો. ભવિષ્યના પ્લાન બનાવી કામ કરવા માટે હાલનો સમય ખુબ સારો છે. દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્થ મળી જશે. મિત્રો તથા ફેમિલી મેમ્બર તમારા કામથી ખુશ થશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. ધર્મના કામો કરવાથી મનને શાંતિ મળશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.

Jupiter’s favourable rule will bring positive changes in your outlook and behaviour. You will find it easier to forgive and move forward. Success in ongoing work is indicated, making this an excellent time to plan for the future. Support from family and friends will encourage you. Spiritual activities could bring peace. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 23, 24, 25, 26


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusછેલ્લા પાંચ દિવસ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. ફેમિલી મેમ્બરની તબિયત અચાનક બગડી જશે અને ડોક્ટર પાછળ ખર્ચમાં વધારો થશે. બાકી છેલ્લા બે દિવસમાં ગુરૂની કૃપા તમારી માનસિક તાકાતને વધારી દેશે. તમારા કોન્ફિડન્સમાં વધારો થશે. ધીરે ધીરે મુશ્કેલીઓ ઓછી થતી જશે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

The final five days of Saturn’s rule could make you feel sluggish and less motivated. A family member’s health concern could increase medical expenses. However, Jupiter’s blessings during the last two days will strengthen your confidence and mental resilience. Gradually, current challenges will begin to ease. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 20, 21, 25, 26


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornહાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમારા કામો ધીમા પડી જશે. કામ પુરા કરવામાં ખૂબ જ કંટાળો આવશે. નાણાકીય મુશ્કેલીમાં વધારો થતા કોઈ પાસે ઉધાર નાણાં લેવાનો સમય આવે તેવા હાલના ગ્રહો છે. ખાવા પીવા ઉપર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ફેમીલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

Saturn’s rule could slow progress and make routine tasks feel exhausting. Financial pressures could increase, creating the need to borrow money. Neglecting your diet could affect your health, especially through acidity-related issues. Minor disagreements with family members are possible. Think carefully before discussing personal matters with friends. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 21, 22, 23, 24


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

20મી જુલાઈ સુધી મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે. બુદ્ધિનો ઉપયોગ કરીને થોડા પૈસા બચાવી શકશો. ધનનો ખોટી જગ્યાએ ઉપયોગ કરવામાં નહીં માનો. લાંબા સમયથી કરેલા રોકાણમાંથી ફાયદો મેળવી લેશો. મિત્રોનો સાથ મળવાથી અગત્યના કામો ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. મીઠી જબાન વાપરીને બીજાના દિલ જીતી લેશો. જમીન કે પ્રોપર્ટીમાં ઈનવેસ્ટમેન્ટ કરવાનું રાખજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

Mercury remains favourable till 20th July, helping you use your intelligence wisely and improve savings. Gains from earlier investments are indicated. Friends will offer valuable support, helping you complete important work successfully. Your pleasant communication style will win hearts. This is also a favourable period to consider property or land investments. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 20, 21, 25, 26


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Piscesપહેલા ત્રણ દિવસ ખૂબ જ સંભાળીને ચાલજો. મંગળની દિનદશા આવતા ત્રણ દિવસમાં નાનું એક્સિડન્ટ કરાવે તેવા ચાન્સ છે તેથી સંભાળજો. તમારી કીમતી ચીજ વસ્તુઓ ખોવાઈ જાય તેવા હાલના ગ્રહો છે. ફેમિલી સાથેના સંબંધો ખરાબ થતા વાર નહીં લાગે. જયાં કામ કરતા હશો ત્યાં ઉપરીવર્ગ તમને પરેશાન કરશે. કારણ વગર દુશ્મનોમાં વધારો થશે. બને તો કોઈબી સાથે બોલાચાલીમાં ઉતરી પડતા નહીં. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Exercise extra caution during the first three days. Mars’ rule could increase the risk of minor accidents, so avoid carelessness. Keep a close watch on valuable belongings. Family relationships could become strained. At the workplace, seniors could create pressure. Unnecessary conflicts could attract opponents. Avoid arguments wherever possible.  Pray the Tir Yasht daily.

Auspicious Dates: 20, 21, 22, 23

Leave a Reply

*