Your Moonsign Janam Rashi This Week –
27 June 2026 – 03 July 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મંગળની દિનદશા ચાલુ હોવાથી 24મી જુલાઈ સુધી તમારા મગજ ઉપરનો કાબુ તમે જલ્દીથી ગુમાવી દેશો. ફેમિલી સાથે નાની બાબતમાં મતભેદ પડી જશે. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. કોઈપણ જાતનું રોકાણ કરવાના વિચાર કરતા નહીં. નાણા ગુમાવવાના ચાન્સ છે. એક મુશ્કેલી દૂર કરશો ત્યાં બીજી બે મુશ્કેલીઓ સામે તૈયાર હશે. ઘરમાં અશાંતિ રહેવાથી વધુ પરેશાન રહેશો. કોઈને સલાહ આપવા જતા નહીં. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 28, 29, 30, 3 છે.

Mars continues to rule your sign until 24th July, making it harder to stay calm and composed. Family disagreements could arise over minor matters. Drive carefully and avoid making investments, as financial losses are possible. One challenge could lead to another. Avoid giving advice to others. For mental balance, pray the Tir Yasht daily.

Auspicious Dates: 28, 29, 30, 3


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

26મી જુલાઈ સુધી શીતળ શાંત ગ્રહ ચંદ્રની દિનદશા ચાલશે. તમારો સેલ્ફકોન્ફીડન્સ ખૂબ જ વધી જશે. તમે લીધેલા ડિસિઝન સાચા પડશે. કોઈપણ કામ સમજ્યા પછી જ શરૂ કરજો. ગામ પરગામ જવાના ચાન્સ મુકતા નહીં ત્યાંથી પણ ફાયદો મેળવી લેશો જેની તમે અપેક્ષા નહોતી કરી. ઘરનું વાતાવરણ સારૂં રહેવાથી તમે આનંદમાં રહેશો. કોઈને મદદ અવશ્ય કરજો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 1, 2 છે.

The Moon’s favourable rule continues until 26th July, boosting your confidence and helping you make sound decisions. Think carefully before starting new projects. Travel could bring unexpected gains. A pleasant home environment will keep you cheerful. Extend support to those in need. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 27, 28, 1, 2


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમારે છેલ્લા દસ દિવસ સૂર્યના ઉતાપામાં પસાર કરવાના બાકી છે. તમારા બોલવાથી વડીલ વર્ગ નારાજ થઈ જાય તેવા ચાન્સ છે. સૂર્યને કારણે માથાનો દુખાવો, પેટમાં બળતરા તથા એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. રાતની ઊંઘ પણ બરાબર નહીં આવે. બાળકો સાથે મતભેદ પડી જાય તેવા હાલના ગ્રહો છે તેથી તેમની સાથે ઓછું બોલવાનું રાખજા. મગજને શાંત કરવા માટે દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.

The Sun’s rule remains strong for the next ten days. Be mindful of your words, as elders could feel hurt. Headaches, acidity or stomach discomfort could trouble you. Sleep patterns may also be disturbed. Avoid unnecessary arguments with children. To keep a calm mind, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 29, 30, 31, 1


CANCER | કર્ક: ડ.હ.

04Cancerશુક્રની દિનદશા ચાલુ હોવાથી અપોઝિટ સેક્સની સાથે સમય વધુ પસાર કરવામાં સફળ થશો. કામકાજમાં ખૂબ જ સારા સારી રહેશે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામ શોધવા કરતાં ચાલુ કામમાં તમે ઘણી સારી સફળતા મેળવી શકશો. કોઈપણ કામ પાર્ટનરશીપમાં કરતા સફળતા મેળવશો. નવા પ્રોજેકટમાં ઈનવેસ્ટમેન્ટ આગળ જતાં ફાયદો અપાવશે. મન શાંત રહેતા તમારા વિચારો પોઝીટીવ થતા જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 30, 2 છે.

Venus’ rule brings warmth and harmony, helping you enjoy meaningful time with loved ones. Work matters look positive. There are chances of unexpected financial gains. Existing projects will bring better results as compared to new ventures. Partnerships could prove rewarding. Investments made now could benefit you later. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 27, 28, 30, 2


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી ચમકીલા ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા નાણાંનો ખર્ચ ઓછેો કરવા માંગતા હશો તો પણ ખર્ચ ઓછેો નહીં કરી શકો. ફેમીલી મેમ્બરની જરૂરિયાતો માટે ખર્ચ થઈ જશે. ગામ પરગામ જવામાં ધારેલા ખર્ચ કરતા વધારો થશે. છતાં પણ તમને હાલમાં નાણાકીય મુસીબત નહીં આવે. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Venus’ active rule till 16th August, brings increased expenses despite your efforts to save. Family needs and travel could cost more than expected. Thankfully, financial stability remains intact. New contacts could prove valuable and open doors to fresh opportunities. For positive energy and guidance, pray to Behram Yazad daily.

Auspicious Dates: 29, 30, 1, 2


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo5મી જુલાઈ સુધી રાહુની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. તમારૂં સાચું બોલવાનું કોઈને કડવું ઝેર જેવું લાગશે. તમારા અંગત વ્યક્તિ તમને સાથ નહીં આપે. કોઈ નવી વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવાથી તમે નુકસાની ભોગવશો. તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારી નાની ભૂલ તમને બીમારી આપી શકે છે તેથી ખાવા પીવા ઉપર જેટલું ધ્યાન આપશો એટલા બચી જશો. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 2, 3 છે.

Rahu’s rule continues till 5th July, making it difficult to relax. Honest words could be misunderstood. Support from close associates may be lacking. Avoid placing trust in unfamiliar people. Take extra care of your health, especially your diet. To help reduce Rahu’s challenging effects, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 27, 28, 2, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

23મી જૂનથી રાહુએ તમને પોતાની સોનાની જાળમાં ફસાવી લીધા છે. તમારા માથાનો બોજો વધી જશે. લેણીયાત તમને નાણા માટે રાત દિવસ પરેશાન કરશે. શેર સટ્ટામાં કોઈપણ જાતનું રોકાણ કરવાની ભૂલ કરતા નહીં. કામકાજમાં તમારી નાની ભૂલ તમને પરેશાન કરશે. ઘરમાં થોડું અશાંત વાતાવરણ બની શકે છે. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Rahu’s rule, since 23rd June, has increased pressure and responsibilities. Financial matters could become stressful, particularly due to pending dues. Avoid speculation and risky investments. Small mistakes at work may create complications. Tension at home is also possible. Be cautious about whom you trust. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 29, 30, 1, 2


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio23મી જુલાઈ સુધી મિત્ર અને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે. કામકાજમાં ધનલાભ તથા પ્રમોશન મળવાના ખૂબ સારા ચાન્સ છે. ફેમિલી સાથે સહકાર સારો રહેશે. મિત્રો તથા ફેમિલી મેમ્બર તમારા ડીસીઝનથી ખુશ થશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. ધનની અગવડને દૂર કરવા સીધો રસ્તો મળી જશે. ધર્મના કામ કરવામાં આનંદ આવશે. દરેક બાબતમાં ઇનવિઝિબલ હેલ્થ મળી જશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 30, 3 છે.

Jupiter’s favourable rule till 23rd July brings opportunities for financial gains and career advancement. Family support remains strong. Your decisions will be appreciated. A desired meeting could take place. Solutions to financial concerns will emerge. Spiritual activities will bring satisfaction. To strengthen positive outcomes, pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 27, 28, 30, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusતમને તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. તમે તમારા મન પ્રમાણે કામ કરવામાં સફળ થશો. કામકાજમાં તમે બીજાના મદદગાર થશો. થોડા નાણા બચાવીને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈ જાતની મુશ્કેલીમાં નહીં આવો. કામમાં થોડો બે્રક લઈ શરીરને થોડો આરામ આપજો દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 1, 2 છે.

Jupiter, the ruler of your sign, supports your efforts and ambitions. You will succeed in handling tasks your way and become a source of support for others. Investments made wisely could prove beneficial. Family expectations will be met smoothly. Take short breaks to recharge yourself. Pray the Moti Haptan Yasht.

Auspicious Dates: 28, 29, 1, 2


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornહાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી 26મી સુધીમાં શનિ તમને આળસુ બનાવી દેશે. બનતા કામો બગડી જાય તો નવાઈમાં પડી જતા નહીં. ઘરમાં વડીલ વર્ગની તબિયતની ચિંતા ખૂબ જ રહેશે. ડોક્ટર પાછળ ખર્ચ વધુ કરવો પડશે. બચત કરવાનું ભૂલી જશો. સરકારી કામમાં સફળતા નહીં મલે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. શનિને શાંત કરવા દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 29, 30, 31 છે.

Saturn’s rule till 26th July could make you feel sluggish or unmotivated. Delays and disruptions in routine matters are possible. Concerns regarding the health of elderly family members may increase. Medical expenses could rise. Government-related work could face obstacles. Try to stay positive. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 27, 29, 30, 31


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusબુધ જેવા બુદ્ધિના દાતાની દિનદશા ચાલુ હોવાથી મુશ્કેલીભર્યા કામો સહેલા બનાવી દેશો. મીઠી વાણી વાપરી પારકાને પોતાના બનાવી શકશો. થોડી ઘણી કરકસર કરીને ફેમિલી મેમ્બરને મદદ કરવાનું ભૂલતા નહીં. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. કામકાજ જલ્દીથી પૂરા કરી શકશો. જેની પાસે પૈસા લેવાના બાકી હોય તે પૈસા લેવાનો હાલનો સમય ખૂબ જ સારો છ. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 2 છે.

Mercury’s blessings help you solve difficult problems with ease. Your communication skills will win people over and strengthen relationships. Offer support to family members whenever possible. Positive news from distant places is likely. Pending tasks will be completed efficiently. This is also a favourable time to recover money owed to you. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 28, 29, 30, 2


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Piscesતમને 23મી જૂનથી બુધની દિનદશા શરૂ થયેલી છે. તમારા કામકાજને વધારવા માટે ગામ પરગામ જવાના ચાન્સ મળે તો મુકતા નહીં. 20મી ઓગસ્ટ સુધી નાનું રોકાણ તમને આગળ જતાં ઘણો સારો ફાયદો આપી જશે. નાણાકીય ફાયદો અચાનક મળશે. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ હશે. મિત્રોનો ભરપુર સાથ સહકાર મેળવશો. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 1 છે.

Mercury’s active rule having started from 23rd June, encourages growth and expansion. Travel related to work could prove rewarding, so do not ignore opportunities. Small investments made now could bring substantial gains by 20th August. Unexpected financial benefits are likely. Family happiness remains strong. Friends will offer valuable support. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 27, 28, 29, 1

Leave a Reply

*