નવસારીના રહેવાસી જમશીદ રતનશાહ મરોલિયાને વાણિજ્ય (એકાઉન્ટન્સી) વિષયમાં ડાક્ટર ઓફ ફિલોસોફી (પીએચડી)ની પદવી એનાયત કરવામાં આવી છે.
ડો. જમશીદ મરોલિયા હાલમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સાથે સંલગ્ન એસ. બી. ગાર્ડા (આર્ટ્સ) અને પી. કે. પટેલ કોલેજ ઓફ કોમર્સમાં સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
તેમણે એ સ્ટડી ઓફ ધ ઈન્ફલ્યુઅન્સ ઓફ વીઝીયુલ મર્ચેન્ડાઇઝિંગ પરેકટીસ ઓન ઇમ્પલ્સિવ બાયિંગ અમોંગ કોલેજ ગોઈંગ સ્ટુડન્ટસ ઈન સીલેકટેડ ડિસ્ટ્રીકટ ઓફ સાઉથ ગુજરાત – વિષય પર પોતાનું સંશોધન પૂર્ણ કર્યું છે. તેમના સંશોધનમાં દક્ષિણ ગુજરાતના પસંદગીના જિલ્લાઓમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દૃશ્ય આધારિત વેચાણ પ્રસ્તુતિ (વિઝ્યુઅલ મર્ચેન્ડાઇઝિંગ)ની પદ્ધતિઓ આવેગજન્ય ખરીદી (ઇમ્પલ્સિવ બાયિંગ) પર કેવી અસર કરે છે તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ સંશોધન આધુનિક ગ્રાહક વર્તન અને વર્તમાન બજાર પ્રવાહોને સમજવામાં મહત્વપૂર્ણ માર્ગદર્શન પુરૂં પાડે છે.
ડો. મરોલિયાની આ સિદ્ધિ તેમના શૈક્ષણિક સમર્પણ, સંશોધન પ્રત્યેની નિષ્ઠા અને શ્રેષ્ઠતાના સતત પ્રયત્નોનું પ્રતિબિંબ છે. તેમની આ ઉપલબ્ધિથી તેમની સંસ્થા, નવસારી શહેર તેમજ સમગ્ર પારસી સમાજ ગૌરવની લાગણી અનુભવે છે. ડો. જમશીદ મરોલિયાને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન.
- દાદીમાની બેંક પાસબુક - 1 August2026
- પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પોષક તત્વઃ તેને શરીરનું બિલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. - 1 August2026
- ફ્યુચર જરથોસ્તીઓ કાર્યક્રમ દ્વારા ભાવિ ધર્મગુરુઓનું ઘડતર - 1 August2026
