ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈની પરવાનગી લઈને બીસીસીઆઈના પૂર્વ પીઢ અનુભવી એમ્પાયર કેકી દૂધવાલા સુરત દ્વારા તૈયાર કરવામાં આવેલ પુસ્તક ફટાફટ ક્રિકેટનું હાલમાં સફળ વિમોચન થયું હતું.
વન ડે તથા ટીવેન્ટી ટીવેન્ટી મેચો માટેના બીસીસીઆઈના મુખ્ય નિયમોનું અંગે્રજીમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ કરીને કેકી દુધવાલાએ આ પુસ્તક તૈયાર કર્યું છે. આ પુસ્તકના વીમોચન પ્રસંગે પદ્મશ્રી અને ભૂતપૂર્વ ભારતીય સુકાની ડાયના એદલજી પૂર્વ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટર બહેરોઝ એદલજી, પૂર્વ આંતરરાષ્ટ્રીય એમ્પાયર અને એમ્પાયરસેના કોચ બોમી જમુલા, જાણીતા ઉદ્યોગપતિ અને રમત પ્રેમી પંકજભાઈ કાપડિયા સુરત પારસી પંચાયતના પ્રમુખ ડોક્ટર હોમી દૂધવાલા સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેશ દેસાઈ પદ્મશ્રી યઝદી કરંજીયા તેમજ ગિનેશ બુક વર્લ્ડ રેકોર્ડ ફોલ્ડર નોવેલ વાડીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
આ બધા મહાનુભાવો એ એકી અવાજે પુસ્તક પ્રકાશને આવકારતા જણાવ્યું હતું કે અંગે્રજી ભાષા પર વિશેષ પ્રભુત્વ ન ધરાવતા ક્રિકેટર્સ અને ક્રિકેટરસીકો સહિત સર્વને લઈને આ પુસ્તક માર્ગદર્શક બની રહેશે. અનુવાદક કેકી દૂધવાલાનું આ પ્રકારનું આ ત્રીજુ પુસ્તક છે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
