
સુરત પારસી પંચાયત દ્વારા તા. 28 જૂન, 2026ના રોજ સમાજના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમતવીરો, સમાજસેવકો તથા સંસ્થાઓના સન્માનાર્થે ભવ્ય અને યાદગાર સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પારસી સમાજના રાષ્ટ્રગીત સમાન છૈએ અમે જરથોસ્તી ગાનથી થઈ હતી. ત્યારબાદ દસ્તુરજી એરવડ કેકી દસ્તુર સાહેબ દ્વારા હમબંદગી કરાવી કાર્યક્રમને આધ્યાત્મિક સ્પર્શ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પદ્મશ્રી ડાયના એદલજી, પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયા તથા પદ્મશ્રી ડો. યઝદીભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
અતિથિ વિશેષ તરીકે મીસ. બેહરોઝ એદલજી, શ્રી જમશેદજી દોટીવાલા, શ્રી બોમી જમુલા તથા પ્રો. વાહબીઝ એન્જિનિયરની ઉપસ્થિતિએ કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.
આ પ્રસંગે સુરત પારસી પંચાયતના ટ્રસ્ટીશ્રીઓ શ્રી માલકમ પંડોળ, ડો. ફર્ઝીન પરબીયા તથા પ્રો. પરસી એન્જીનીયર તેમજ પારસી સમાજનાં અન્ય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં હમદીનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નરીમાન ઝોરોસ્ટ્રિયન ગર્લ્સ ઓર્ફનેજની 100 ટકા પરિણામ મેળવનાર વિદ્યાર્થીનીઓ અને તેમના શિક્ષકો, ઝોરોસ્ટ્રિયન ક્લબ, સુરતની ચેમ્પિયન ક્રિકેટ ટીમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રમુખશ્રીએ તેમના વિશિષ્ટ અંદાજમાં પદ્મશ્રી ડાયના એદલજી, પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયા, પદ્મશ્રી ડો. યઝદીભાઈ ઇટાલિયા ત્રણેય પદ્મશ્રી વિજેતાઓનો પરિચય કરાવ્યો હતો.
સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દૂધવાલાના હસ્તે ત્રણેય પદ્મશ્રી મહાનુભાવોનું શોલ, પુષ્પગુચ્છ, ગોલ્ડ અશો-ફરોહર ફ્રેમ, સન્માનપત્ર તથા લેખક ડો. ફરોખ એરચ ઉડવાડિયા દ્વારા રચિત નછશદફહુિ ઇયૂિંયયક્ષ ઝવય ઙફવિિંશફક્ષ ફક્ષમ જફતફક્ષશફક્ષ ઙયતિશફક્ષ ઊળાશયિ અક્ષમ છજ્ઞળય ઃ ઝવય છશતય ફક્ષમ ઋફહહ જ્ઞર વિંય જફતફક્ષશફક્ષ ઊળાશયિસ્ત્ર પુસ્તક અર્પણ કરી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જુદા જુદાક્ષેત્રોમાં યશસ્વી કામગીરી કરનાર અન્ય કુલ 46 પારસી સજ્જનો અને સન્નારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયાએ પોતાના પ્રતિભાવમાં સુરત પારસી પંચાયતના આ અનોખા આયોજનની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી. તેમણે સુરત પારસી પંચાયતના પ્રમુખ ડો. હોમી દૂધવાલાનું શોલ અને હાર પહેરાવી સન્માન કર્યું હતું તેમજ તાજેતરમાં ઇન્ડિયન મેડીકલ અસોસિયેશન તરફથી તેઓને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.
પદ્મશ્રી ડાયના એદલજીએ પોતાના ક્રિકેટ જીવનના અનેક રસપ્રદ અનુભવો વહેંચ્યા હતા તથા યુવાનોને રમતગમતમાં સતત મહેનત અને શિસ્તનું મહત્વ સમજાવ્યું હતું.
પદ્મશ્રી ડો. યઝદીભાઈ ઇટાલિયાએ સિકલ સેલ ડીસીઝ જેવી ગંભીર બીમારી અંગે જનજાગૃતિ લાવતું માર્ગદર્શન આપ્યું હતું તેમજ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કાર્યક્રમો, યોજનાઓ અને નિવારણ અંગે ઉપયોગી માહિતી આપી હતી.
અતિથિ વિશેષ ડો. મીનુભાઈ પરબીયા અસ્વસ્થતાને કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. તેમના શુભેચ્છા સંદેશનું વાંચન પ્રમુખ ડો. હોમી દૂધવાલાએ કર્યું હતું.
ત્યારબાદ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરનાર કુલ્લે 49 મહાનુભાવો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, રમતવીરો, સમાજસેવકો તથા નરીમાન ઝોરોસ્ટ્રિયન ગર્લ્સ ઓર્ફનેજની વિદ્યાર્થીનીઓનું વિવિધ મહાનુભાવોના હસ્તે શોલ, પુષ્પગુચ્છ, સિલ્વર કોઈન તથા રોકડ કવર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
ઝોરોસ્ટ્રિયન ક્લબ, સુરતની ચેમ્પિયન ક્રિકેટ ટીમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સુંદર, અસરકારક અને જીવંત સંચાલન બદલ કેકી દૂધવાલાનું પદ્મશ્રી યઝદીભાઈ કરંજીયાના હસ્તે શોલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ગૌરવ અને લાગણીસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે સૌએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી સ્વાદિષ્ટ રાત્રિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
સુરત પારસી પંચાયતનો આ ભવ્ય સન્માન સમારોહ સમાજના પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવાની સાથે નવી પેઢીને પ્રેરણા આપતો એક યાદગાર અને ઐતિહાસિક બની રહેશે એ નિશ્ચિત છે. અને ભવિષ્યમાં પણ પંચાયત યોગ્ય સમયે આવા પ્રોત્સાહન આપનાર કાર્યકર્મનું આયોજન કરતી રહેશે.
- જરથોસ્તી ધર્મના ઉપદેશો સાથે સુસંગત દૈનિક આદતો - 18 July2026
- શયાન બિસ્નેનું બંધારણને અર્પિત સંશોધન પારસી સમાજના ગૌરવશાળી વારસાને ઉજાગર કરે છે - 18 July2026
- જમશીદ મરોલિયાને પીએચ.ડી.ની પદવી એનાયત - 18 July2026
