Your Moonsign Janam Rashi This Week –
04 July 2026 – 10 July 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

24મી જુલાઈ સુધી મંગળ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં કોઈ ઉપર ગુસ્સે થવામાં જરા પણ વાર નહીં લાગે. તમે શાંત રહેવા માંગતા હશો પણ ફેમિલી મેમ્બર તમારી નાની ભૂલ બતાવી તમને નીચા પાડી દેશે અને તમે વધુ પડતા ગરમ થઇ જશો. અચાનક જ કંઈક એવો ખર્ચ સામે આવી શકે છે કે જેમાં ઘટાડો કરવાનું સંભવ નહીં હોય. મંગળને શાંત કરવા લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

Mars’ rule till 24th July makes you more short-tempered than usual. Even minor issues could trigger arguments, especially with family members. Unexpected expenses could arise and prove difficult to avoid. You are advised to try and speak less and remain calm. Avoid any unnecessary confrontations. To placate the effect of Mars, pray the Tir Yasht daily.

Auspicious Dates: 5, 6, 7, 8


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

શીતલ ચંદ્રની દિનદશા 26મી જુલાઈ સુધી ચાલશે તમે દરેક બાબતમાં બેલેન્સ રાખીને કામ કરવામાં સફળ થશો. બીજાને સમજાવી પટાવી તમારી વાત મનાવી લેશો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરી તેમને આનંદમાં રાખશો. મમ્મીના ફેમિલી તરફથી કોઈ ગુડ ન્યુઝ મળવાના ચાન્સ છે. ફેમીલીમાં ગેટ ટુ ગેધર જેવા કાર્યક્રમો કરી શકશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.

The calming rule of the Moon till 26th July helps you maintain balance in every situation. Your communication skills will help you win people over and fulfil family responsibilities with ease. Good news from your maternal side could brighten your week. Family gatherings could also bring much happiness. Pray the 34th Name, ‘Ya Behstarna’, 101 times, daily.

Auspicious Dates: 4, 6, 9, 10


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiઆજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. આજે સૂર્ય તમને માથાનો દુખાવો આપશે. બપોરના કામ કરવાનું મન જરા પણ નહીં થાય. એસીડીટીથી હેરાન થશો. કાલથી ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા બાકી રહેલા કામને પૂરા કરવામાં સફળતા આપશે. અચાનક ધનલાભ મળશે. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકોનો ભરપુર સાથ સહકાર મળશે. નવા કામ હાથમાં લઈ શકશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 6, 7, 8 છે.

You are advised to spend today quietly, as the last day of the Sun’s rule could bring headaches, acidity and low energy, making afternoon tasks feel difficult. Starting tomorrow, the Moon’s favourable rule begins, for the next 50 days, helping you complete pending any work. Unexpected financial gains and strong workplace support could follow. New opportunities could also emerge. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 5, 6, 7, 8


CANCER | કર્ક: ડ.હ.

04Cancer16મી જુલાઈ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે ઓપોઝિટ સેક્સ ને જે પણ પ્રોમિસ આપશો તે પુરા કરી શકશો. ફેમીલી પાછળ ભરપૂર ખર્ચ કરી શકશો સાથે કરકસર કરવાની કોશિશ અવશ્ય કરજો. કામકાજમાં સારા સારી રહે તે માટે પોતાની ક્ષમતાના અનુસાર જ કામકાજ કરજો. હમણા કરેલું ઈવેસ્ટમેન્ટ આગળ જતા ફાયદાકારક સાબિત થશે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા લોકોને પ્રમોશન સંબંધી ખુશખબરી મળી શકે છે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 4, 6, 9, 10 છે.

Venus’ rule till 16th July continues to bless you. You will be able to successfully honour promises made to your partner. There will be steady progress at work. Spend wisely despite family expenses. Investments made now could prove rewarding later. Those employed in multinational companies could receive encouraging news regarding promotions. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 4, 6, 9, 10


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને શુક્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા પાછળ વધુ ખર્ચ કરશો. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળી જશે. તમારી કરેલી મહેનતનું ફળ અવશ્ય મેળવશો. શુક્રની કૃપાથી તમને ધનની કમી હાલમાં નહીં આવે. તમારા આનંદમાં વધારો થાય તેવા કામ કરવામાં સફળ થશો. જુના રોકાણમાંથી ફાયદો મેળવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Venus’ favourable rule encourages travel and leisure, though expenses could increase. Long-standing problems could finally find solutions. Your hard work begins yielding rewards. Financial stability remains strong and previous investments could generate good returns. You could also enjoy activities that bring happiness and fulfilment. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 4, 5, 6, 7


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoઆજનો દિવસ સંભાળીને પસાર કરી લેજો. રાહુ આજે તમને મુસીબતમાં મૂકી શકે છે તે માટે ઘરમાં રહી ફેમિલી સાથે દિવસ પસાર કરી લેજો. બાકી કાલથી શુક્રની દિનદશા તમારા દુઃખને ધીરે ધીરે ઓછું કરવામાં મદદગાર થશે. ઘરનું ખરાબ થયેલું વાતાવરણ ધીરે ધીરે સુધરી જશે. તમારા હાથ નીચે કામ કરતા લોકો તમારા મદદગાર સાબિત થશે. માનસીક તણાવ હોવાછતાં મનને શાંત રાખી પ્રાર્થના કરતા ખરાબ સમયમાંથી બહાર આવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.

Exercise caution today, as it marks the last day of Rahu’s rule which could create unexpected difficulties. Spend the day peacefully with family rather than taking risks. Venus’ rule starting tomorrow, gradually reduces your worries and improves the home atmosphere. Colleagues and juniors could prove supportive. Try to stay calm despite mental stress. You are advised to continue praying to Behram Yazad daily.

Auspicious Dates: 6, 8, 9, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં રાહુની દિનદશા ચાલુ હોવાથી મોઢા સુધી આવેલા કામ અટકી જશે. તમારા દુશ્મનો તમારા અગત્યના કામો થવા નહીં દે માટે સાવધાન રહેજો. નવી વ્યક્તિની દોસ્તી નુકસાની આપી શકે છે.તમારી નાની ભુલને ઉપરીવર્ગ પહાડ જેવી બનાવી દેશે. રાહુને કારણે તમે નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણમાં આવી જશો. તબિયતની ખૂબ જ સંભાળ રાખજો. રાહુના દુઃખને ઓછું કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 5, 6, 7 છે.

Rahu’s rule could cause delays in important works, even when success seems close. Be cautious of rivals. Avoid placing trust in new friendships. Minor mistakes could be exaggerated by seniors. Financial pressures could increase. Pay close attention to your health. To reduce Rahu’s negative effects, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 4, 5, 6, 7


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. અચાનક કામ પુરા કરવા માટે મદદગાર મળી જશે. ફેમિલીમાં સારો મન મેળાપ રહેશે. દરેક જગ્યાએથી માન ઇજ્જત સાથે જશ પણ મેળવશો. જે પણ કામ કરતા હશો તેમાં સફળ થવા માટે જેટલી મહેનત કરશો તેટલું ફળ મળી જશે. નવી મુલાકાતો થશે જેનાથી મહત્વના કામોમાં સફળતા મેળવશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.

Jupiter’s rule continues to bring encouraging financial progress. Timely support could help you complete important tasks with ease. Harmony within the family will strengthen, while your efforts earn recognition and respect. New acquaintances could prove valuable in achieving your goals. Peace and happiness will prevail at home. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 5, 6, 8, 10


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusતમને ગુરૂની દિનદશા 24મી ઓગસ્ટ સુધી ચાલશે. તમારા કામમાં જશની સાથે ધનલાભ પણ મેળવશો. ધનની ચિંતા હાલમાં નહીં આવે. તમારો સેલ્ફકોન્ફીડન્સ તમારા કામને સફળતા અપાવશે. ઘરમાં ગેટ ટુ ગેધર કે કોઈ સારા પ્રસંગ ઉજવી શકશો. તમારૂં મન સ્વસ્થ અને ચિંતામુકત રહેતા દરેક મુશ્કેલીઓમાંથી રસ્તો શોધી લેશો. તમે મિત્રો તથા ફેમીલી મેમ્બરના સારા મદદગાર બની શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Jupiter’s ongoing rule till 24th August, brings success, recognition and financial gains. Your confidence will help you overcome challenges and achieve your goals. Family celebrations or happy gatherings could take place at home. A peaceful mind will guide you through difficulties, while you remain a dependable support to loved ones. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 4, 7, 8, 9


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn26મી જુલાઈ સુધી શનિની દિનદશા ચાલશે. તમે થોડા આળસુ બની જશો. ઓવર કોન્ફિડન્સને કારણે કામ બગડી જાય તેવા હાલના ગ્રહો છે. અંગત માણસ ઉપર વિશ્વાસ રાખતા નહીં. કોઈને નાણાકીય મદદ કરવાની ભૂલ કરતા નહીં. તમારા ધંધામાં અથવા જ્યાં કામ કરતા હશો ત્યાં મુશ્કેલીઓ આવવાના ચાન્સ છે. કોઈના ભરોસે કામ મુકતા નહીં તમારા કામ તમારે જ પુરા કરવા પડશે. શનિને શાંત કરવા દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Saturn’s rule till 26th July makes you feel more lethargic than usual. Overconfidence could affect important tasks, so stay grounded. Avoid trusting others blindly or offering financial help. Workplace or business challenges could arise. Complete your responsibilities personally instead of relying on others. To pacify Saturn, pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 5, 6, 9, 10


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius20મી જુલાઈ સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. જુના રોકાણમાંથી ફાયદો થતો હોય તો તે પહેલા લઈ અને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરી દેજો. ઘરમાં અચાનક ખર્ચ કરવો પડશે. હાલમાં થોડો ખર્ચ કરતા મોટી નુકસાનીમાંથી બચી જશો. નાણાંકીય મુશ્કેલી ઓછી થતાં ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારૂં મન સ્વસ્થ અને ચિંતામુકત બની શકશે. તમારી મુશ્કેલીઓનો સુખદ અંત આવશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Mercury’s favourable rule continues till 20th July. If older investments are generating profits, consider securing them and reinvesting wisely. Unexpected household expenses could arise, but timely spending could prevent larger losses later. Financial pressures will gradually ease, bringing greater peace of mind and a happier home environment. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 4, 7, 8, 9


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Piscesબુધ જેવા વાણીયા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે ધનને બચાવીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. ખોટા ખર્ચા ઉપર કાબુ મેળવી લેશો. મિત્રોની મદદથી અધૂરા કામને સહેલા બનાવી દેશો. નવા કામ કરવામાં સફળ થશો. ઉપરીવર્ગ તમારા કામના વખાણ કરશે. દરેક મુશ્કેલીઓને બુધ્ધિ વાપરી દૂર કરવામાં સફળ થશો. નાણાંકીય મુશ્કેલીઓ ઓછી થતી જશે. નાની મુસાફરી કરી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Mercury’s rule strengthens your financial judgment, helping you save money and make wise investments. You will gain control over unnecessary expenses while friends help simplify pending work. New opportunities could bring success. Your seniors are likely to appreciate your efforts. Financial concerns will gradually ease. A short journey could also be planned. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 5, 6, 9, 10

 

Leave a Reply

*