Your Moonsign Janam Rashi This Week –
11 July 2026 – 17 July 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

મંગળની દિનદશા ચાલુ હોવાથી મગજ ઉપરનો કંટ્રોલ જલ્દીથી ગુમાવી દેશો. બીજાની વાત સાંભળવા તૈયાર નહીં થાવ. ગુસ્સો કરવાનું ઓછું રાખજો તેનાથી તમારા બનતા કામ બગડી જશે. વાહન ચલાવતા હશો તો સંભાળીને ચલાવજો. લાગવા પડવાના બનાવો બની શકે છે. ઘરમાં કોઈપણ જાતનું રીનોવેશન કરવા માંગતા હો તો 24મી જુલાઈ સુધી કામ ચાલુ કરતા નહીં. બીપીની તકલીફ હોય તો ચેકિંગ દરરોજ કરવાનું રાખજો.  દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 11, 12, 15, 17 છે.

Mars’ ongoing rule makes it difficult to control your temper. Avoid reacting impulsively, as anger could disrupt important plans. Drive carefully, as minor accidents or injuries are possible. Postpone home renovation projects until after 24th July. If you have blood pressure concerns, monitor them regularly. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 11, 12, 15, 17


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવામાં દિવસો પસાર કરી નાખશો. બીજાને ખુશ રાખવા માટે તમે વધુ ઇમોશનલ બની જશો. મિત્રોનો સાથ મળતો રહેશે. કામકાજની અંદર સારાસારી થતી જશે. જે પણ કામ કરશો તેને પુરૂં  કરવામાં કોઈ પણ જાતની કસર નહીં રાખો.  નેગેટીવ વિચારોથી દૂર રહેજો. અચાનક ધનલાભ પણ મેળવશો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે.  ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

The Moon’s favourable influence encourages travel, socialising and emotional connections. Friends will remain supportive, and work-related matters could progress smoothly. Your dedication will help you complete tasks successfully. Stay away from negative thinking, as unexpected financial gains and improved financial stability could brighten your week. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 13, 14, 15, 16


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini26મી ઓગસ્ટ સુધી ચંદ્ર તમારા મનને શાંત રાખીને કામની અંદર સફળતા અપાવીને રહેશે. બને તો સોમવારે કોઈ ગરીબને અન્નદાન અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરનું દિલ જીતી લેતા વાર નહીં લાગે. તમારો કોન્ફિડન્સ પાવર ખૂબ જ વધી જશે. સગાઓ, ફેમિલી કે મિત્રની મુલાકાત કરવાનું ભૂલતા નહીં. ઘરમાં કોઈપણ જાતના ચેન્જીસ કરવાના હોય તો કરી લેજો હાલનો સમય ખુબ સારો છે. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 14, 17 છે.

 The Moon’s rule, till 26th August, brings much peace of mind and success in your efforts. Offering food to someone in need on Mondays could invite additional blessings. Your confidence will grow, helping you strengthen family ties and friendships. This is also an excellent time for home improvements. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 11, 12, 14, 17


CANCER | કર્ક: ડ.હ.

04Cancerછેલ્લા પાંચ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. પાંચ દિવસ હસીખુશીમાં  પસાર કરજો. ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરી આપજો. બને તો પીકનીકનો પ્લાન બનાવી લેજો. કારણ કે 16મીથી નાણાકીય બાબતની ચિંતા શરૂ થઈ જશે. 16મીથી સૂર્યની દિનદશા છેલ્લા બે દિવસમાં માથાને ભારે કરી નાખશે. તમે જલ્દીથી ગરમ થઈ જશો. કોઈબી બાબતમાં બેદરકાર બનીને કામ કરતા નહીં. દરરોજ `બહેરામ યઝદ’ સાથે 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Enjoy the remaining days under Venus’ favourable rule by spending quality time with loved ones and planning a family outing. From 16th July, financial concerns could require greater attention, as the Sun’s rule sets in, making you impatient. Avoid carelessness and stay calm. Pray to Behram Yazad alongside praying the 96th name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 11, 12, 13, 14


LEO | સિંહ: મ.ટ.

05Leo

શુક્રની દિન દશા ચાલુ હોવાથી મોજશોખ ઘટાડી નહીં શકો. ધારેલા કરતા ખર્ચમાં વધારો થશે છતાં પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજની અંદર ધીરે ધીરે સફળતા મળતી જશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ખાવા પીવા ઉપર ખર્ચ વધી જશે. નવા કામ કરતા ફાયદો થશે સાથે નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મેળવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 16, 17 છે.

Venus’ rule continues to encourage leisure, entertainment and social activities, making it difficult to curb spending. Fortunately, finances remain manageable despite rising expenses. Success at work will come steadily, and new opportunities and valuable contacts could bring future gains. Purchasing something new for your home is also favoured. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 11, 14, 16, 17


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo5મી જુલાઈથી મિત્રગ્રહ શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. રોકાયેલા નાણા ને પાછા મેળવવા માટે સમય ખૂબ જ સારો છે. ઓપોઝિટ સેક્સની ડિમાન્ડ પુરી કરતા તેઓ ખુશ થઈ જશે. મિત્રોનો ભરપૂર સાથ મળશે. કામકાજ માટે ગામ પરગામ જવાના ચાન્સ મળશે સાથે નાણાકીય લાભ પણ મેળવશો. ચિંતાઓ ઓછી કરવા માટે દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 15, 16 છે.

Venus’ rule starting 5th July, has been working in your favour, helping fulfil heartfelt wishes. Travel opportunities, both near and far, could arise. This is an excellent time to recover pending payments and strengthen relationships. Friends will be supportive, while work-related travel could also bring financial benefits. To reduce worries, pray to Behram Yazad daily.

Auspicious Dates: 13, 14, 15, 16


LIBRA | તુલા: ર.ત.

07Libra

6ઠ્ઠી ઓગસ્ટ સુધી રાહુ જેવા ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા રોજબરોજના કામો કરવામાં સફળ નહીં થાઓ. પૈસા આવે તે પહેલા ખર્ચનું લિસ્ટ તૈયાર થઈ જશે. ફેમિલી નાની બાબતમાં નારાજ થશે. નાણાકીય બાબતમાં ખેચતાણ વધતી જશે. નહીં કરવાના કામ કરી સમય ખરાબ કરશો. કામકાજનો બોજો વધતો જશે. ઘરમાં થોડું અશાંત વાતાવરણ બની શકે છે. નેગેટીવ વિચારથી દૂર રહેજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 14, 16, 17 છે.

Rahu’s rule, till 6th August, makes even routine tasks feel more challenging. Expenses could arise before expected income arrives, creating financial pressure. Family members could become upset over small matters. Your workload could increase. You are advised to stay away from negative thinking and avoid wasting time on unnecessary activities. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 11, 14, 16, 17


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio23મી જુલાઈ સુધી તમારા હાથથી સારા કામ થઈ જશે. ગુરૂની કૃપાથી કામકાજની અંદર નાણાકીય ફાયદો લેવાનો ભૂલતા નહીં. ફેમિલી મેમ્બર તમારા કામથી ખુશીમાં રહેશે. ધર્મ સામાજિક કામો કરવાથી મનને આનંદ મળશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. મનગમતી વસ્તુ લેવામાં સફળ થશો. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. કામમાં થોડો બે્રક લઈ શરીરને આરામ આપજો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 13, 14, 15 છે.

Jupiter’s rule, till 23rd July, helps you accomplish important tasks and improve your financial prospects. Family members will be appreciative of your efforts. Religious or social activities could bring inner satisfaction. Unexpected financial gains and positive changes are likely. Remember to take short breaks and give your body adequate rest. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 12, 13, 14, 15


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittariusતમને તમારી રાશિના માલિક ગુરૂની દિનદશા શરૂ થયેલી હોવાથી તમારા કામો કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નવા કામ કરવાનો ચાન્સ મળે તો કામકાજની શરૂઆત કરી લેજો. જીવનમાં કોઈ નવી વ્યક્તિની ઓળખાણ થવાના ચાન્સ છે. જુના મિત્રોને મલવામાં આળસ કરતા નહીં. તમારી સલાહ બીજાને ઉપયોગી થશે. ફેમીલી મેમ્બરનો સાથ મળવાથી ઘણા સમયથી અધૂરા રહેલા કામ પુરા કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 12, 15, 16, 17 છે.

Jupiter, your ruling planet, supports your progress, making this an excellent period to begin new ventures. New acquaintances could enter your life, while reconnecting with old friends will prove rewarding. Your advice will be valued, and family support will help you complete long-pending tasks successfully. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 12, 15, 16, 17


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornશનિની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા ઘણા આળસુ બની જશો. તમારા વિચારમાં ફેર બદલી થયા કરશે. ખોટા વિચારોથી પરેશાન થશો. નાણાકીય બાબતની અંદર ખૂબ જ ખેંચતાણ રહેશે. તમને જોઈતી રકમ નહીં મળવાથી તમારા રોજબરોજનું જીવન અસ્તવ્યસ્ત થઈ જશે. તમારા વાંક ગુના વગર તમારા ઉપરીવર્ગ લોકો તમને પરેશાન કરશે. તમારા કામ-ધંધામાં ઉતાવળ તમને નુકસાની આપી શકે છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 11, 12, 13, 14 છે.

Saturn’s rule could make you feel lazy and mentally unsettled. Financial pressures could disrupt your routine, while delays in receiving expected funds could create frustration. Superiors could trouble you despite no fault of yours. Avoid making hurried business decisions, as these could lead to losses. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 11, 12, 13, 14


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquariusબુધની દિનદશા ચાલુ હોવાથી 20મી પહેલા તમારા મિત્રો સાથે સંબંધ ખૂબ જ સારા રહેશે તેથી હાલમાં તમે કોઈ કામમાં અટકેલા હોવ તો મિત્રની મદદ લઈને કામ પુરા કરવામાં સફળ થશો. બને તો થોડી રકમ સારી જગ્યાએ ઈનવેસ્ટ અવશ્ય કરજો હાલની બચત ભવિષ્યમાં થોડીક રાહત આપશે. શારીરિક રૂપે તમે પહેલા કરતાં સ્વસ્થ રહેશો. ઘરનું વાતાવરણ પોઝીટીવ રહેતા તમે પણ આનંદમાં રહેશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 12, 14, 15, 17 છે.

Mercury’s favourable rule, continues until 20th July, strengthening friendships and making it easier to seek help with pending tasks. Consider investing a small amount wisely, as today’s savings could provide future security. Your health will improve. The positive atmosphere at home will keep your spirits high. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 12, 14, 15, 17


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

20મી ઓગસ્ટ સુધી તમે બીજાની ઝંઝટમાં પડતા નહીં. રોજના કામો સમય ઉપર કરવામાં સફળ થશો. પૈસા બચાવવામાં સફળ થશો. બુદ્ધિ વાપરી ધનલાભ મેળવી શકશો. શારીરિક બાબતમાં ખૂબ જ સારા સારી રહેશે. તમારા જજમેન્ટ ખોટા નહીં પડે. રિસાયેલી વ્યક્તિને તમે મનાવી લેશો. ફેમીલી મેમ્બરની  ડિમાન્ડ પુરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. બીજાને મદદ કરી ખુશ થશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 16, 17 છે. 

Until 20th August, avoid becoming involved in other people’s disputes. You will complete daily responsibilities efficiently and succeed in saving money. Wise decisions could bring financial gains, while your health remains encouraging. You will be able to resolve misunderstandings, fulfil family expectations and create a cheerful atmosphere at home. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 13, 14, 16, 17

 

Leave a Reply

*