પ્રોટીનના મુખ્ય ફાયદાઃ સ્નાયુઓ બનાવે અને મજબૂત રાખે, શરીરના સ્નાયુઓની વૃદ્ધિ અને રિપેરમાં મદદ કરે છે. વ્યાયામ પછી સ્નાયુઓને ઝડપથી પુનઃસ્થાપિત કરે છે. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. લાંબા સમય સુધી પેટ ભરેલું રહેવાનો અહેસાસ કરાવે છે. ભૂખ ઓછી લાગે છે, જેથી વધુ ખાવાનું ટળે છે. હાડકાંને મજબૂત બનાવે અને કેલ્શિયમ સાથે મળીને હાડકાંના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. ત્વચા, વાળ અને નખ માટે જરૂરી કોલેજન અને કેરાટિન જેવા પ્રોટીન ત્વચા, વાળ અને નખને સ્વસ્થ રાખે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરમાં એન્ટીબોડી બનાવવા માટે પ્રોટીન જરૂરી છે, જે ચેપ સામે રક્ષણ આપે છે.હોર્મોન્સ અને એન્ઝાઇમ્સ બનાવે ઘણા હોર્મોન્સ અને પાચન માટેના એન્ઝાઇમ્સ પ્રોટીનથી બને છે. ઘા ઝડપથી ભરવામાં મદદ કરે છે જેનાથી શરીરના નુકસાન પામેલા કોષોના સમારકામમાં મદદરૂપ બને છે. શરીરને ઊર્જા આપે છે.કાર્બોહાઇડ્રેટ અને ચરબીની અછત હોય ત્યારે પ્રોટીન ઊર્જા તરીકે પણ કામ કરે છે. પ્રોટીનના સારા સ્ત્રોત દૂધ, દહીં, છાશ, પનીર, દાળ, ચણા, રાજમા, મગ, સોયાબીન અને ટોફુ, મગફળી, બદામ, અખરોટ, ઈંડા, માછલી અને ચિકન (માંસાહારી માટે).
દરરોજ કેટલી જરૂર પડે?
સામાન્ય રીતે સ્વસ્થ પુખ્ત વ્યક્તિ માટે શરીરના પ્રતિ કિલોગ્રામ વજન દીઠ આશરે 0.8 ગ્રામ પ્રોટીનની જરૂર પડે છે. વ્યાયામ કરનાર, ગર્ભવતી સ્ત્રીઓ અથવા વૃદ્ધોમાં જરૂરિયાત વધુ હોઈ શકે છે. આયુર્વેદિક દ્રષ્ટિએ, યોગ્ય માત્રામાં પ્રોટીનયુક્ત અને સરળતાથી પચી શકે એવો આહાર શરીરની ધાતુઓના પોષણ, બળ અને ઓજસ જાળવવામાં મદદરૂપ માનવામાં આવે છે. પરંતુ પ્રોટીન લેવાની સાથે સારી પાચનશક્તિ (અગ્નિ) પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
- પરિવારનું બંધન દરેક પારસી ઘરની નિઃશબ્દ શક્તિ - 8 August2026
- હુમ્તા, હુખ્તા, હવરશ્તા ત્રણ સરળ શબ્દો જે દુનિયા બદલી શકે છે - 8 August2026
- નવરોઝનો સાચો ભાવ આત્માના નવજીવનની શરૂઆત - 8 August2026
