યુવા પારસીઓ માટે રૂસ્તમજીનો ચેરમેનસ ઓફિસ ટ્રેઇની પ્રોગ્રામ

રૂસ્તમજી યુવા પારસી ગે્રજ્યુએટસ અને પોસ્ટગે્રજ્યુએટસને તેના ચેરમેનસ ઓફિસ ટ્રેઇની પ્રોગ્રામ માટે અરજી કરવા આમંત્રિત કરે છે. આ કાર્યક્રમમાં યુવાનોને વરિષ્ઠ નેતૃત્વ અને વ્યૂહાત્મક વ્યવસાયિક નિર્ણય પ્રક્રિયાનો સીધો અનુભવ મળશે.
ત્રણથી છ મહિનાના આ પ્રાયોગિક કાર્યક્રમમાં તાલીમાર્થીઓ ચેરમેનની ઓફિસમાં રહીને વ્યૂહાત્મક અને વિવિધ વિભાગોને જોડતા પ્રોજેકટસ, સંશોધન, વિશ્લેષણ તથા મહત્વની વ્યવસાયિક પહેલોમાં યોગદાન આપશે.
ભાગ લેનારાઓને વ્યવહારૂ અનુભવ અને માર્ગદર્શન મળશે, સાથે જ અગ્રણી સંસ્થામાં મહત્વપૂર્ણ નિર્ણયો કેવી રીતે લેવામાં આવે છે તેની સમજ પણ પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમ માટે કોઈપણ વિષયમાં ગે્રજ્યુએટ અથવા પોસ્ટગે્રજ્યુએટ ઉમેદવારો અરજી કરી શકે છે. રૂસ્તમજી ઉત્સુક, સક્રિય, પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી શકે તેવા ઉમેદવારોની શોધમાં છે, જેમની સંવાદ અને આંતરવ્યક્તિગત કુશળતા સારી હોય તથા શીખવાની તીવ્ર ઇચ્છા હોય. ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ઉમેદવારોને પૂર્ણકાલીન નોકરી માટે ઝડપી તક પણ મળી શકે છે.
કારકિર્દીની શરૂઆત કરી રહેલા યુવા પારસીઓ માટે આ પહેલ કોર્પોરેટ ક્ષેત્રનો મૂલ્યવાન અનુભવ મેળવવાની તેમજ લાંબા ગાળાની કારકિર્દી બનાવવાની ઉત્તમ તક પૂરી પાડે છે.
બોમન રૂસ્તમ ઈરાની દ્વારા સ્થાપિત રૂસ્તમજી આજે એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર તરીકે વિકસ્યું છે. કંપનીએ અર્બેનિયા, ગ્લોબલ સિટી, 9 જેવીપીડી અને પેરામાઉન્ટ જેવી મહત્વપૂર્ણ યોજનાઓ વિકસાવી છે. 2022માં કંપનીનું લિસ્ટિંગ થયું હતું અને ત્યારથી તે મુંબઈ તથા અન્ય વિસ્તારોમાં પોતાનો પોર્ટફોલિયો સતત વિસ્તારી રહી છે.
રસ ધરાવતા ઉમેદવારો આ ફોર્મ ભરીને અરજી કરી શકે છેઃ form: https://forms.gle/2oPH6148VuWWXq4K7 અથવા પોતાનો રિઝ્યૂમે સીધો આ ઈ-મેઇલ પર મોકલી શકે છેઃ to: aazrinebharucha@rustomjee.com.

 

Leave a Reply

*