Your Moonsign Janam Rashi This Week –
1 August 2026 – 7 August 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. હાલમાં બુધની કૃપાથી તમે થોડા ઘણા નાણા બચાવી શકશો. ખોટા ખર્ચા ઉપર કાબુ મેળવી લેશો. કામકાજની અંદર બીજાનું મન જીતી લેશો. બુધની કૃપાથી તમે કોઈને સમજાવી તમારા કામ પુરા કરવામાં સફળ થશો. નાણાકીય ફાયદો મળવાના ચાન્સ ખૂબ સારા છે. કામકાજને વધારવામાં સફળ થશો. જુના રોકાણમાંથી ફાયદો પહેલા લઈ લેજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 7 છે.

Mercury’s rule continues to bless you till 20th September, helping you save money and control unnecessary expenses. Your communication skills will impress others, making it easier to complete important tasks. Financial gains look promising. Your work could expand successfully. It is wise to benefit from older investments now. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 1, 2, 5, 7


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 25મી ઓગસ્ટ સુધી તમારા મગજનું બેલેન્સ તમે જલ્દીથી ગુમાવી દેશો. વાંક ગુના વગર કોઈની સાથે સંબંધ બગડી જાય નહીં તેની ખાસ સંભાળ લેજો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. સમજ્યા વગર કામ કરવામાં તમે નુકસાનીમા આવી શકો છો. ઘરમાં અશાંતિ રહેવાથી નેગેટીવ વિચારથી વધુ પરેશાન થશો. દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Mars’ rule continues to influence you till 25th August, making it important to stay calm and avoid losing your temper. You need to learn how to handle relationships carefully. You are advised to drive cautiously. Acting without proper understanding could lead to losses. Domestic tensions could affect your peace of mind. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 3, 4, 5, 6


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini શીતળ ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંત રાખીને ડીસીઝન લેજો. નાની મુસાફરીનો ચાન્સ મળી રહેશે. ફેમિલી મેમ્બરને આનંદમાં રાખવા માટે કોઈપણ જાતની કસર નહીં રાખો. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કહેવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. કામકાજ ઉપર વધુ ધ્યાન આપી સફળતા મેળવી લેશો. કામ ધંધામાં સફળતા મળતા સુખનો અનુભવ કરશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 4, 7 છે.

The Moon’s rule encourages you to stay calm before making important decisions. Short journeys could prove enjoyable, and you will make every effort to keep your family happy. This is a favourable time to express your feelings to someone special. Career progress could bring satisfaction. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 1, 2, 4, 7


CANCER | કર્ક: ડ.હ.

04Cancerછેલ્લા 6 દિવસ જ ગરમ સૂર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોર્ટ કચેરીના કામો 6ઠ્ઠી ઓગસ્ટ પછી કરજો. ઉતરતી સૂર્યની દિનદશા વડીલવર્ગની તબિયતની ચિંતા તમને આપશે. સામે પડેલી વસ્તુ તમે જોઈ નહીં શકો. અગત્યની વસ્તુ સંભાળીને રાખજો. ખોટા ખર્ચાઓથી બચજો. નેગેટીવ વિચારોથી દૂર રહેજો. 6ઠ્ઠીથી ચંદ્ર તમને થોડી શાંતિ આપવાનું શરૂ કરશે. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 6 છે.

Only a few days remain for you under the Sun’s rule. You are advised to delay court-related matters until after 6th August. Concerns regarding an elder’s health could trouble you. Be careful with valuable belongings and avoid unnecessary expenses. The Moon’s rule, starting from 6th August, will gradually restore peace and emotional balance. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 2, 3, 4, 6


LEO | સિંહ: મ.ટ.

05Leo

16મી ઓગસ્ટ સુધી મોજીલા શુક્ર તમારા કામકાજની અંદર તમને જશની સાથે ધનલાભ પણ આપશે. ચાલુ કામકાજમાં બીજાનો સાથ સહકાર મળશે. તબિયતની અંદર ખૂબ જ સારા સારી થતી જશે. નવા મિત્રો મળી શકશે જે આગળ જતાં તમને ફાયદો અપાવશે. તમારા જીવનમાં પરિવર્તન આવવાના શરૂ થશે. નાની મુસાફરીનો ચાન્સ મળશે. વધુ સુખી થવા માટે દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Venus’ rule, till 16th August, continues to shower its blessings on you, bringing you recognition, financial gains and support from others. Health will steadily improve, and new friendships could prove beneficial in the future. Positive changes will begin unfolding. Short trips could bring happiness. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 1, 2, 3, 4


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoતમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી નાણાકીય ફાયદો મળતો રહેશે. ઓછી મહેનત કરી તમારૂં કામ પુરૂં કરવામાં સફળ થશો. ઓપોઝિટ સેક્સનો સાથ સહકાર મળતો રહેશે. પસંદગીની જગ્યાએ જવાનો ચાન્સ મળશે. ઘરમાં કોઈ સમસ્યા હશે તો તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશો. ઘરમાં શાંતિનું વાતવરણ હોવાથી તમારા વિચારો પણ પોઝીટીવ થતા જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.

Under the friendly rule of Venus, financial gains continue to flow. You will complete tasks with less effort. You will receive support from the opposite gender. A pleasant outing could be on the cards. Domestic issues will find peaceful solutions, filling your home and mind with positivity. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 2, 4, 5, 6


LIBRA | તુલા: ર.ત.

07Libra

છેલ્લું અઠવાડિયું રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી રાહુની દિનદશા તમારી નાની ભૂલ તમને મોટી સજા અપાવશે. આ વીકમાં કોઈ સાથે બોલાચાલીમાં ઉતરતા નહીં. બને તો ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. ઘરના નોકર કે સાથે કામ કરનાર તમને પરેશાન કરે તો થોડા દિવસ સહન કરી લેજો. મગજને શાંત રાખજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 3, 4, 5 છે.

This is the final week under Rahu’s rule, so try and stay extra cautious. Even a small mistake could have bigger consequences. Avoid arguments and speak as little as possible to prevent unnecessary stress. If colleagues or household help test your patience, remain calm. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 1, 3, 4, 5


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુ તમારા દિવસની ભુખ અને રાતની ઊંઘ બંન્ને ઉડાવી દેશે. બીજાનું સારૂં કરવા જતા તમારૂં ખરાબ થઈ જશે. ખર્ચ ઉપર કાબુ રાખવો મુશ્કેલ થઈ જશે. ત્રણની જગ્યાએ 13નો ખર્ચ કર્યા બાદ પણ તમને સંતોષ નહીં મળે. અગત્યની ચીજ વસ્તુને સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. કોઈને ઉધાર પૈસા આપતા નહીં અને કોઈ પાસે ઉધાર પૈસા લેતા પણ નહીં. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

Rahu’s ongoing rule, till 6th September, continues to disturb your peace, robbing you of both – your appetite and sleep. Helping others could unexpectedly create difficulties for you. Expenses could rise sharply, so control your spending. Guard your valuable belongings carefully and avoid lending or borrowing money. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 2, 3, 4, 7


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી ભલાઈના કામો થઈ જશે. તમે કોઈને ધનથી મદદ નહીં કરી શકો પણ તેને સાચો રસ્તો બતાવી તેની સમસ્યામાંથી બહાર લાવી શકશો. નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કામકાજ માટે ચિંતા નહીં સતાવે. તમારી દરેક મુશ્કેલીનો સુખદ ઉકેલ મેળવી શકશો. સાંભળજો બધાનું પણ કરજો તમારા મનનું. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 5, 6, 7 છે.

Jupiter’s rule continues to bless you, encouraging acts of kindness. While financial help might always not be possible, your guidance could help someone overcome difficulties. Money matters remain stable, and work-related worries will stay away. Listen to everyone’s advice, but trust your own judgement finally. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 1, 5, 6, 7


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

હવે તો તમને શુભ ફળ આપનાર ગુરૂની દિનદશા શરૂ થયેલી છે. 24મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામકાજથી તમને મનની શાંતિ સાથે ફેમીલી મેમ્બરનો ભરપુર સાથ પણ મેળવશો. ગુરૂની કૃપાથી તમારા કરેલા કામમાં તમને જશ સાથે નાણાકીય ફાયદો પણ મળશે. નવા કામ કરવા માટે સમય ખૂબ જ સારો છે. દરેક કામમાં સફળતા મેળવશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 7 છે.

The onset of Jupiter’s favourable rule, till 24th September, brings you peace of mind and strong family support. Your efforts could earn appreciation along with financial rewards. This is an excellent period to begin new ventures, with success likely in most undertakings. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 2, 3, 4, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius26મી ઓગસ્ટ સુધી શનિ તમને આળસુ બનાવી દેશે. નાના કામો કરવામાં સફળ નહીં થાઓ. હાલમાં ધ્યાન નહીં આપો તો નાણાકીય મુશ્કેલીમાં આવી જશો. ખર્ચને ઘટાડવાની કોશિશ કરજો. વડીલ વર્ગની તબિયતની ખાસ સંભાળ રાખજો. તેઓને નાની બાબતમાં ખોટું લાગી જાય તેવા હાલના ગ્રહો છે. બને તો ઓછું બોલવાનું રાખજો. શનિના નિવારણ માટે દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 5, 6 છે.

Saturn’s ongoing rule, till 26th August, continues to influence you, making you feel lazy and less productive. Ignoring important matters could lead to financial difficulties. Try to keep expenses under control and pay close attention to the health of elderly family members. Speak carefully to avoid misunderstandings. Prya the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 1, 2, 5, 6


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

બુધની દિનદશા ચાલુ હોવાથી 20મી ઓગસ્ટ સુધીમાં નાનું રોકાણ કરવાનું ભૂલતા નહીં.રીસાયેલી વ્યક્તિને મનાવી લેશો. બુધને કારણે તમે મીઠી જબાન વાપરીને બીજાના દિલને જીતી લેશો. મિત્રોની સલાહ લઈને રોકાણ કરતા આગળ જતા ફાયદો કમાવી શકશો. નાની મુસાફરી કરી શકશો અથવા તો ફેમિલી મેમ્બર સાથે પિકનિકનો પ્લાન બનાવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Mercury’s favourable rule, till 20th August, makes this a good time for making small investments. Sweet words will help you mend relationships and win people’s hearts. Investments made after seeking trusted advice could prove rewarding. Short trips or a family picnic could bring happiness. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 2, 3, 4, 5

 

 

 

Leave a Reply

*