Your Moonsign Janam Rashi This Week –
15 August 2026 – 21 August 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધની દિનદશા ચાલશે. તમારી બુદ્ધિ વાપરી જે પણ કામ કરશો તેમાં સફળતા મળી જશે. નાણાકીય બાબતની અંદર ખર્ચને ઓછો કરીને થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. ગામ પરગામથી સારા સમાચાર મેળવશો. કામકાજમાં પ્રમોશન મળવાના ખુબ જ સારા ચાન્સ છે. નવા કામ કરવાની ઈચ્છા થશે અને નવા કામ શરૂ પણ કરી શકશો. તમારા લીધેલા ડીસીઝનથી તમે શાંતિ મેળવશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 20, 21 છે.

Mercury’s rule till 20th September, favours success through intelligence and sound judgement. You could reduce expenses and make useful investments. Good news arrives from afar. Promotion prospects look promising, and new ventures could begin successfully. Your decisions should bring peace. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 16, 17, 20, 21


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

25મી ઓગસ્ટ સુધી મંગળ જેવા ગરમ ગ્રહની દિનદશા ચાલશે. તમે તમારા ગુસ્સા ઉપર કાબુ રાખી નહીં શકો. વાહન ચલાવતા હો તો વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. ભાઈ બહેન વગર કારણે તમારાથી નારાજ થશે. તમારે બધી બાજુથી ખૂબ જ સંભાળીને રહેવું પડશે. તાવ, શરદી, માથાના દુખાવાથી પરેશાન થશો. હાલમાં પરેશાનીમાં કોઈપણ ડીસીઝન લેતા નહીં, નહીં તો આગળ જતા પરેશાન થશો. મંગળને શાંત કરવા દરરોજ `તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 18, 19, 20, 21 છે.

Mars’s rule continues its fiery influence until 25th August, making tempers difficult to control. Drive carefully and avoid unnecessary disagreements, especially with siblings. Fever, colds or headaches could trouble you. Avoid taking major decisions while stressed, as they could create difficulties later. To placate Mars, pray the Tir Yasht daily.
Auspicious Dates: 18, 19, 20, 21


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini 26મી ઓગસ્ટ સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે. બે-ત્રણ દિવસની મુસાફરીનો ચાન્સ મળશે સાથે નાણાકીય ફાયદો પણ મેળવશો. કામકાજની અંદર જશ અને  ધન બંને મેળવી શકશો. મનને મજબૂત કરીને જે પણ કામ કરશો તેમાં સફળતાના ડંકા વગાડશો. તમને જે વ્યક્તિ નહીં ગમે તેની સાથે વ્યવહાર ઓછો કરવામાં સફળ થશો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ 101 વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

The Moon’s soothing rule continues until 26th August, helping cherished wishes come true. A short trip could bring financial gains, while work promises recognition and rewards. Approach tasks with confidence and success should follow. You should also consider distancing yourself from unwanted company. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 16, 17, 18, 19


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ સારો રહેશે. જે પણ કામ કરશો તેમાં ફત્તેહ મેળવશો. કામકાજ વધારવા માટે ભાગદોડ વધુ કરવી પડે તો કરી લેજો. મિત્રોનો ભરપુર સાથ મળશે. તમારા મનની મુંઝવણ દૂર કરવામાં તમારા વડીલોની મદદ લેજો. તમારી મનગમતી વ્યક્તિ તમને સામેથી મળવા આવશે. તમારી સલાહથી તમારા અંગત વ્યક્તિ નાણાકીય ફાયદો મેળવી શકશે. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.

Under the Moon’s ruling your sign, your confidence will remain strong and help you succeed in your endeavours. Put in extra effort to expand your work, supported by loyal friends. Seek elders’ guidance for emotional concerns. Someone special could reconnect with you. Your advice could help a loved one financially. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 15, 16, 17, 18


LEO | સિંહ: મ.ટ.

05Leo

આજથી 20 દિવસ માટે સૂર્યની દિનદશા શરૂ થયેલી છે. તેથી માથા ઉપરનો બોજો ખૂબ જ વધી જશે. સરકારી કામોમાં સફળતા નહીં મળે. વડીલવર્ગની તબિયત અચાનક ખરાબ થવાના ચાન્સ છે. બાળકો સાથે મતભેદ પડતા રહેશે. બને તો ઓછું બોલવાનું રાખજો. ભાગીદારીમાં કામ કરવાનું ટાળજો. માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈને નાણાકીય મદદ કરવા જતા નહીં. દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The Sun begins a 20-day rule today, bringing added responsibilities and possible delays in government-related matters. An elder’s health could need attention, while disagreements with children could arise. You are advised to speak less, avoid partnerships and refrain from lending money. Headaches could trouble you during this period. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.

Auspicious Dates: 17, 18, 19, 20


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgoહાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મુશ્કેલી ભર્યા કામો સારી રીતે પૂરા કરવામાં સફળ થશો. ગામ પરગામ જવાના ચાન્સ ખૂબ જ સારા છે. ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ મળવાથી તમારા કામમાં સફળતા મળી જશે તથા સમયસર કામ પૂરા કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી થતા તબિયતમાં પણ સારો સુધારો દેખાશે. મીત્રોના મદદગાર બની શકશો. ઘરમાં સારા પ્રસંગો આવશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Venus currently favours you, helping difficult tasks reach successful completion. Travel opportunities look promising, while support from the opposite sex could help you finish work on time. Improving finances could also boost your well-being. You should be able to support friends, while happy occasions brighten the home. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 16, 17, 18, 19


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા શરૂ થયેલી છે તેથી 17મી સુધીમાં તમને ગામ પરગામ જવામાં કોઈપણ જાતનો કંટાળો નહીં આવે. માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. નવા કોન્ટેકો બનશે અને તેનાથી તમને સારો એવો લાભ મળશે. મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. અપોઝિટ સેક્સ સાથેના સંબંધમાં ખૂબ જ સારા સારી થતી જશે. દ ફેમીલીને ખુશ રાખવા કયાંક પીકનીકનો  કાર્યક્રમ બનાવી શકશો. રરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.
Under Venus’ favourable rule until 17th, travel is predicted which will feel enjoyable. Mental burdens could ease, while valuable new contacts bring benefits. Encouraging news should lift your spirits, and relationships with the opposite gender could improve. Plan a family outing for added happiness. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 17, 19, 20, 21

SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલુ હોવાથી કામ કરવામાં મુશ્કેલીઓ આવતી રહેશે. કોઈપણ કામ કર્યા પછી જશ નહીં મળે. તમારા મનની વાત કોઈ સાથે શેર કરવાની ભૂલ કરતા નહી. ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ નહીં થાઓ. કોઈ નવી વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી તમને નુકસાની ભોગવવી પડશે તેથી ધ્યાન આપજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Rahu’s influence till 6th September, creates obstacles in your way, limiting recognition for your efforts. Keep personal matters private and watch expenses carefully. New friendships could prove troublesome or cause losses, so exercise caution before trusting unfamiliar people. Patience and discretion will serve you well during this phase. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 16, 17, 18, 19


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

24મી ઓગસ્ટ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી ધર્મ કે સોશિયલ કામ કરવામાં સફળ થશો. જે પણ કામ કરશો તેમાંથી ધનલાભ મળશે. તમારા બોલવાથી તમારા દુશ્મન પણ તમારા મિત્ર બની જાય તેવા હાલના ગ્રહો છે. મિત્રોને મદદ કરવામાં કોઈ પણ જાતની કમી નહીં રાખો. ફેમિલી મેમ્બરનો સાથ લઈ અધૂરા કામ પુરા કરી શકશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 19, 21, 22 છે.

Jupiter’s favourable rule till 24th August, supports religious and social activities. Your efforts could bring financial gains, while persuasive communication could even turn rivals into friends. You will readily support those close to you, and family cooperation should help complete unfinished tasks. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 17, 19, 21, 22


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

તમને ધર્મના દાતા ગુરૂની કૃપા હોવાથી તમારા હાથેથી ચેરિટી કે ભલાઈના કામો થઈ જશે. પૈસાની બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી તમે તમારા કામ ખૂબ સારી રીતે પૂરા કરી શકશો. બને તો લાંબા સમય માટે ઈનવેસ્ટમેન્ટ કરજો. ફેમિલી મેમ્બરના અટકેલા કામ પુરા કરી તેઓના દિલ જીતી લેશો. ઘરમાં પોઝિટિવ વાતાવરણ રહેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Jupiter’s rule encourage charity, kindness and spiritually rewarding actions. Finances should gradually improve, while family support helps you complete important responsibilities successfully. Long-term investments could prove worthwhile. By helping relatives resolve pending matters, you could earn their heartfelt appreciation. A positive atmosphere should prevail at home. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 27, 28, 29, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી ઓગસ્ટ સુધી શનિની દિનદશા તમને આળસુ બનાવી દેશે. મનની શાંતિ જરા પણ નહીં મળે. ખોટા વિચારોથી પરેશાન થશો. આવક ઓછી અને ખર્ચ વધી જવાથી પૈસાની તંગી આવી જશે. કોઈની પાસે ઓછીના પૈસા લેવા પડે તેવા હાલના ગ્રહો છે. પેટમાં ગડબડ કે ગેસની પ્રોબ્લેમથી પરેશાન થશો. મિત્રો સાથે અંગત ચર્ચા કરતા પહેલા વિચાર કરજો. લોકો સાથે ઓછું બોલવાનું રાખતા મોટી મુસીબતમાંથી બચી જશો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Saturn’s rule till 23rd August could bring lethargy, restless thoughts and financial pressure as expenses exceed income. Borrowing could become necessary. Digestive discomfort or gas could also trouble you. Think carefully before discussing personal matters with friends. Speak selectively to avoid unnecessary complications. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 17, 18, 19, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લા ચાર દિવસમાં અગત્યના કામો પહેલા પુરા કરી લેજો. 20મી પહેલા તમારા ખર્ચ ઉપર કાબુ રાખી ખર્ચ કરજો. શનિની દિનદશા તમારા કરેલા કામની ઉપર પાણી ફેરવી દેશે. શનિ તમારા કામને અસ્તવ્યસ્ત બનાવી દેશે. મનગમતી વ્યક્તિ તમારાથી નારાજ થશે. તબિયતની બાબતમાં થોડી બેદરકારી તમને મોટી ઉપાધિમાં મૂકી શકે છે તેવા હાલના ગ્રહો છે. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Prioritise important pending tasks over the next four days and keep expenses firmly controlled before 20th August. Saturn’s influence could disrupt plans and undo progress. Someone close could become upset with you. Avoid neglecting your health, as minor carelessness could create bigger problems. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 16, 17, 18, 19

 

 

 

 

Leave a Reply

*