Your Moonsign Janam Rashi This Week –
22 August 2026 – 28 August 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી હિસાબી કામો તથા સહી સિક્કાના કામો કરવામાં સફળ થશો. અટકેલા કામોને ફરી ચાલુ કરવા માટે થોડી બુદ્ધિ સાથે મીઠી જબાન વાપરશો ચોકકસ સફળતા મળશે. ધનની બચત કરવામાં સફળ થશો. નાનું રોકાણ કરવાનો ચાન્સ મળશે. શારીરિક રીતે ફિટ રહો તેના માટે ખાવાપીવામાં ધ્યાન આપજો. ખોટા માણસો તમારાથી દૂર થતા જશે. જૂના મિત્રોને મળતા તમે આનંદમાં આવશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.

Mercury’s rule supports success in accounts, paperwork and matters involving signatures or official seals. Restart stalled work with tact and gentle communication for better results. You could save money and find a small investment opportunity. Watch your diet to stay fit. Old friends bring happiness. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 23, 24, 26, 28


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજ અને કાલનો દિવસ તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ રાખશો તો આખું અઠવાડિયું સારી રીતે પસાર કરી શકશો. 25મી પછી તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જીસ આવતા જશે. બુધની કૃપાથી બગડેલા સંબંધને સુધારવામાં સફળ થશો. 21મી ઓક્ટોબર સુધીમાં ધનનો બચાવ કરી શકશો. નોકરી કરનાર વ્યક્તિને પ્રમોશન મળવાના ચાન્સ છે. કોઈને લેણાના પૈસા આપવાના બાકી હશે તેને આપી શકશો. દરરોજ `તીર યશ્ત’ સાથે `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Control your temper today and tomorrow, and the week should progress smoothly. After 25th August, positive changes in your nature are likely. Mercury’s rule till 21st October, helps repair strained relationships. You could save money, while jobholders could see promotion opportunities. Clear your pending dues. Pray the Tir Yasht along with the Meher Nyaish daily.

Auspicious Dates: 26, 27, 28, 29


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiપહેલા 3 દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ફેમીલી મેમ્બરને નારાજ કરતા નહીં. અગત્યના કામો 3 દિવસમાં કરી લેજો. કોઈપણ ડિસીઝનો 26મી પછી લેતા નહીં આગળ જતા નુકસાનકારક સાબિત થઈ શકે છે. 26મી ઓગસ્ટથી મંગળની દિનદશા આવતા 28 દિવસમાં તમારા મગજને પરેશાન કરી નાખે તેવી વાતો થશે. તબિયત અચાનક બગડી જશે. ખાવાપીવા પર કંટ્રોલ કરજો. દરરોજ 34મું નામ `યા બેસ્તરના’ સાથે `તીર યશ્ત’ 101 વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 27 છે.

The first three days should remain peaceful, so avoid upsetting family members and complete important work. After the 26th, avoid making any important decisions as they could prove harmful. Mars’ rule presents a challenging 28-day phase, causing stress and sudden health concerns. You are advised to control your diet. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, along with the Tir Yasht, daily.
Auspicious Dates: 22, 23, 24, 27


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાના ધનલાભ મળતા રહેશે. ચંદ્ર તમારા મનને સ્થિર અને શાંત બનાવીને કામ કરાવતા તમારા દરેક કામમાં સફળતા મેળવશો. બીજા તમારા વખાણ કરતા થાકશે નહીં. કોઈ પણ જાતના ચેન્જીસ કરવામાં જરા પણ ટેન્શન લેતા નહીં. કોઈની સાચી સલાહ મળતા  ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. તબિયતમાં સારા સારી રહેવાથી થાકયા વગર કામ કરી શકશો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

The Moon’s ongoing rule brings small financial gains and keeps your mind calm and steady, supporting success in your efforts. Appreciation from others will lift your spirits. Do not fear changes. Sound advice could lead to a useful investment. Good health keeps you energetic. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Auspicious Dates: 23, 24, 26, 27


LEO | સિંહ: મ.ટ.

05Leo6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારૂં મન કામકાજની અંદર જરા પણ નહીં લાગે. માથાના દુખાવાથી પરેશાન થશો. સરકારી કામ સામે જોતા પણ નહીં. વડીલ વર્ગની સેવા કરવાથી થોડી શાંતિ મળશે. બાળકો સાથે મતભેદ પડી જાય તેવા હાલના ગ્રહો છે. સાથે કામ કરનારનો સાથ નહીં મળે તેથી તમારા કામ જાતેજ કરવાનું રાખજો, કોઈ ઉપર ભરોસો રાખતા નહીં. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

The Sun’s rule till 6th September makes it difficult for you to focus on work. Headaches could trouble you. You are advised to avoid dealing with any government-related matters. Serving elders brings you peace. Differences with children are possible. Colleagues will not be supportive. Handle your work yourself. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily.
Auspicious Dates: 25, 26, 27, 28


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા તમારા અગત્યના કામો પૂરા કરવામાં પૂરેપૂરી મદદ કરશે. નવા કોન્ટેક થાય તો તેનો લાભ જલ્દીથી લઈ લેજો. ઓપોઝિટ સેક્સ ને નારાજ નહીં કરો તો તે તમને ખૂબ જ મદદ કરશે. નાણાકીય ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. કોઈપણ નવું કામ હાથમાં લેતા પહેલા વડીલવર્ગની સલાહ અવશ્ય લેજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Venus’ rule till 16th September supports you and helps complete your important tasks. Make good use of promising new contacts. Maintaining harmony with the opposite gender could bring valuable support. Despite expenses, finances should remain manageable. Seek an elder’s advice before beginning anything new. For continued spiritual support, pray to Behram Yazad daily.
Auspicious Dates: 23, 24, 26, 27


LIBRA | તુલા: ર.ત.

07Libra

શુક્ર જેવા ચમકતા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે દરેક બાબતમાં સાવધાની રાખીને તમારા કામો પુરા કરવામાં સફળ થશો. કામકાજને વધારવા માટે થોડી ભાગદોડ કરી લેજો. પાક પરદેગારની કૃપાથી હાલમાં તમે કરેલા કામોની અંદર કોઈ વ્યક્તિ ખામી નહીં કાઢી શકે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરમાં કોઈ સમસ્યા હશે તો તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.
With Venus’ bright rule ruling this phase, careful planning helps you complete tasks successfully. Put in extra effort to expand your work. Divine grace protects the quality of your efforts, leaving little room for criticism. Finances remain favourable, making investment worth considering. Household problems will be resolved peacefully. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 25, 26, 27, 28


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા તમને ચારે બાજુથી બાંધી દેશે. કોઈપણ કામ કરતા પહેલા નેગેટિવ વિચાર પરેશાન કરી નાખશે. ખર્ચ ઉપર ધ્યાન નહીં આપો તો કોઈની પાસે નાણાં ઉધાર લેવાનો સમય આવી શકે છે. નોકરી કરનારને માનસિક શાંતિ નહીં મળે. બને તો ઓછું બોલવાનું રાખજો જેનાથી તમારી શારિરીક બાબતમાં મુશ્કેલીઓ નહીં આવે. તબિયતમાં પ્રેશરથી સંભાળજો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 23, 24, 26, 27 છે.

Rahu’s ongoing rule till 6th September causes restrictions and brings in negative thoughts before important tasks. Try and watch expenses carefully, or else borrowing money could become necessary. Jobholders could experience mental stress. You are advised to speak less to avoid unnecessary strain and protect your wellbeing. Keep a close watch on your blood pressure. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 23, 24, 26, 27


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બને તો આજનો દિવસ ફેમિલી મેમ્બર સાથે પસાર કરી લેજો બાકી કાલથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઊંઘ બંને ઉડાવી નાખશે. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરશે. કોઈને નાણાકીય મદદ કરવાનો વિચાર કરતા નહીં. તમારી સાથે કોઈ વ્યક્તિ ચીટીંગ કરી જશે તેથી ધ્યાન આપજો. તમારી મનગમતી વ્યક્તિ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Spend today with family if possible, because from tomorrow Rahu’s rule, begins a challenging 42-day phase, that could rob you of your appetite and sleep. At work, seniors could trouble you over minor issues. Avoid lending money to others. Stay alert against those who could deceive you. Someone dear could become upset over a small matter. Pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 25, 26, 27, 28


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn24મી સપ્ટેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા હાથથી કોઈની ભલાઈનું કામ કરવામાં સફળ થશો. ધન માટે ચિંતા ઓછી થતી જશે. ફેમિલીનો સાથ મળવાથી વધુ આનંદમાં આવશો. જ્યાં કામ કરતા હશો ત્યાંના લોકો પણ મુશ્કેલી ભર્યા કામમાં તમને સાથ આપશે. બીજાને ફાયદો કરાવવા માટે તેમને સાચી સલાહ આપી શકશો. બને તો ચેરિટીનું કામ અવશ્ય કરજો. દરેક બાબતમાં પોઝીટીવ ચેન્જ આવતા જશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

 Jupiter’s rule, till 24th September encourages good deeds and eases your financial worries. Family support brings happiness. Your colleagues will assist you with difficult tasks. Your sensible advice could benefit others. Charity is strongly favoured. Positive changes should gradually appear in several areas of life. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 27, 28, 29, 30


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

પહેલા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 26મી સુધીમાં ફેમિલી મેમ્બર અથવા વડીલ વર્ર્ગ સાથે ખૂબ જ ઓછી વાત કરીને સમય પસાર કરજો. બને તો બહારના લોકો સાથે ઓછું બોલવાનું રાખજો. બાકી 26મીથી ગુરૂની દિનદશા તમારા બધા જ કામોને પૂરા કરવામાં મદદગાર થશે. અંગત વ્યક્તિ તમારો ભરપૂર સાથ આપશે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. હાલમાં મોટી `હપ્તન યશ્ત’ સાથે `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.

Only three days remain under Saturn’s influence. Till then you are advised to keep conversations with family, elders and outsiders brief to avoid friction. Jupiter’s incoming rule, starting from the 26th, helps complete your pending tasks. A close person offers strong support. Finances begin improving. Pray the Sarosh Yasht along with the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 26, 27, 28, 29


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે થોડા ઘણા આળસુ બની જશો. નાના કામો પણ સમય ઉપર પૂરા નહીં કરી શકો. નાણાકીય બાબતમાં ખૂબ જ પરેશાન થવું પડશે. તબિયત બગડી જવાના પૂરેપૂરા ચાન્સ છે. હાલમાં 26મી સપ્ટેમ્બર સુધીમાં કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂકતા નહીં. લેતી દેતીના કામો હાલમાં કરતા નહીં. મનની વાત મનમાં રહેશે કોઈને કહી નહીં શકો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 28 છે.

Saturn’s ongoing rule till 26th September, could make you feel lazy, causing even small tasks to remain unfinished. Financial matters require caution, while health could need attention. You are advised to avoid placing complete trust in others or entering into any financial transactions. You could struggle to express your feelings. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 23, 24, 25, 28

 

 

 

 

Leave a Reply

*