Your Moonsign Janam Rashi This Week –
29 August 2026 – 4 September 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી વાણીયા ગ્રહ બુધની દિનદશા ચાલશે. તમે તમારા ખોટા ખર્ચ ઉપર કાબુ રાખવામાં સફળ થશો. બચાવેલા ધનને સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. જ્યાં પણ કામ કરતા હશો ત્યાં માન ઇજ્જત વધી જાય તેવા કામ કરી શકશો. સાથે કામ કરતા લોકોની મદદથી તમારા અટકેલા કામ પુરા કરી શકશો. તમારા અટકેલા નાણા પાછા મેળવશો. બુધની કૃપાથી શારીરિક બાબતમાં ખૂબ સારા સારી રહેશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 31, 3, 4 છે.

The onset of Mercury’s rule, till 20th September, helps you control unnecessary expenses and invest your savings wisely. Your efforts at work could earn respect. Colleagues will help you complete pending tasks. Delayed payments could finally get returned to you. Health remains favourable under Mercury’s support. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 29, 31, 3, 4


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02TaurusTaurus
તમને પણ મિત્ર ગ્રહ બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 21મી ઓક્ટોબર સુધીમાં તમારો માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. મિત્રની મદદથી નાણાકીય સ્થિતિને સારી કરવામાં સફળતા મેળવશો. અચાનક ધનલાભ મળતા રહેશે. નવા કામ શરૂ કરવા માટે સમય ખૂબ જ સારો છે. કેટલીક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. ઘરનું વાતાવરણ સુખદ બનશે. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

The rule of friendly Mercury till 21st October reduces your mental burdens and helps to improve finances, with support from friends. Unexpected financial gains could bring relief. This is a favourable time to begin new ventures. You will be able to overcome difficulties. The atmosphere at home becomes happier and more peaceful. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 30, 31, 1, 2


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા સ્વભાવમાં ખૂબ જ ચેન્જીસ આવી જશે. નાની બાબતમાં ગરમ થઈ જશો. ફેમિલી સાથે મતભેેદ પડી જશે. વાહન ખુબ જ સંભાળીને ચલાવજો. ગામ પરગામ જવાના પ્લાન હાલમાં બનાવતા નહીં. તમારી નાની ભૂલ નાણાકીય મુશ્કેલીમાં મૂકી દેશે. સોશીયલ કામો કરવાથી થોડી શાંતિ મેળવશો. પૈસાની કોઈપણ લેતીદેતી હાલમાં કરતા નહી. દરરોજ `તીર યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.
શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.

Mars rule till 24th September, could result in changes in your temperament and could make you feel easily irritable. Family disagreements could arise, so remain calm. Drive carefully and postpone travel plans. A small mistake could cause financial trouble. Avoid any kind of monetary transactions for now. Social activities bring you peace. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 29, 30, 3, 4


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે. તમારા લીધેલા ડિસિઝનમાં તમે સાચા પડશો. વિચાર કર્યા વગર કોઈપણ કામ નહીં કરી શકો. મનની શાંતિ ખૂબ જ મળશે. ગામ પરગામ જવાના ખૂબ જ સારા ચાન્સ છે. કંઈક નવું કરવાની ઈચ્છા પૂરી થશે. ફેમીલીમાં ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ કરી શકશો. થોડો સમય બાળકોને પણ આપજો. દરરોજ 34મુ નામ `યા બેસ્તરના’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

The Moon’s rule, till 26th September, brings you much clarity and instils confidence in your decisions. Peace of mind improves. Travel opportunities look promising. Your desire to try something new could materialise. Plan a family get-together and spend time with children. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 1, 2, 3, 4


LEO | સિંહ: મ.ટ.

05Leo6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમારા માથા ઉપર કામનો બોજો વધી જશે. માથાના દુખાવા તથા તાવ શરદી જેવી બીમારીથી પરેશાન થશો. સૂર્યની દિનદશા ને કારણે વડીલ વર્ગની તબિયત અચાનક બગડી જશે. તમારા કામમાં નાની ભૂલો થતી રહેશે. નકારાત્મક વિચારોથી પરેશાન થશો. કોઈપણ વાદવિવાદથી દૂર રહેજો. સૂર્યને શાંત કરવા દરરોજ 96મુ નામ `યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.

The Sun’s rule till 6th September could increase your workload. You could suffer from headaches, fever or cold-related discomfort. An elder’s health could suddenly need attention. Small mistakes at work and negative thoughts could trouble you. You are advised to stay away from arguments. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 29, 30, 31, 1


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે. મનગમતા કામ કરીને તમે ખૂબ આનંદમાં આવશો. ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે ખૂબ સારા ચાન્સ છે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરતા ઘરનું વાતાવરણ પોઝીટીવ રહેશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન ઇજ્જતમાં વધારો થશે. અચાનક કોઈ વ્યક્તિની મુલાકાત ફેમીલીમાં આનંદ આપશે. દૂરના સંબંધીઓથી આગળ જતા ફાયદો મેળવી શકો છો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 2, 3 છે.

Venus’ rule till 16th September brings your much happiness through activities you enjoy. Investment opportunities look promising. Fulfilling family wishes keeps the home atmosphere positive. Your reputation at work improves. An unexpected visitor could bring happiness. Distant relatives could prove helpful later. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 30, 31, 2, 3


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી 17મી ઓક્ટોબર સુધીમાં તમારા કામની અંદર સફળતાની સાથે ધનલાભ મળતા રહેશે. નાણાકીય બાબતની અંદર સારા સારી કરવા માટે તમે વધુ મહેનત કરવા તૈયાર થઈ જશો. ઓપોઝિટ સેક્સનો ભરપૂર સાથ મલતો રહેશે. નવા કામ મળશે. તમારી યોગ્યતા મુજબ નવા કામમાં સફળતા મેળવશો. દરેક ડીસીઝન સમજી વિચારીને લેજો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 2, 3, 4 છે.

Venus, the ruler of your sign, supports success and financial gains till 17th October. You will work harder to strengthen your finances and could receive valuable support from the opposite gender. New work opportunities could arise, with success matching your abilities. Consider every decision carefully. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 29, 2, 3, 4


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. હાલમાં કોઈની ઉપર વિશ્વાસ મૂકતા નહી.ઉતરતી રાહુની દિનદશા તમારી તબિયત બગાડી દેશે. બીજાનું ભલું કરવા જતા તમે તમારા પગ ઉપર કુલ્હાડી મારી દેશો. નાણાકીય બાબતમાં ખૂબ જ હેરાન થશો. અગત્યના ડિસિઝન 6ઠ્ઠી પછી લેવાથી ફાયદામાં રહેશો. જમીન-જાયદાદને લગતા અટકેલા કામો પૂરા કરી શકશો. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 30, 31, 1, 2 છે.

Rahu’s rule, till 6th September, advises you to avoid trusting others too easily. Health and finances could remain troublesome. Helping someone could unexpectedly create problems for you. You are advised to postpone any important decisions until after the 6th. Pending property-related matters could then progress successfully. Pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 30, 31, 1, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓક્ટોબર સુધી રાહુની દિનદશા ચાલશે. તમારૂં મગજ જરા પણ કામ નહીં કરે. રાહુને કારણે તમે કરેલા કામની અંદર તમારી નાની ભૂલ બીજાઓ પહાડ જેવી બનાવી દેશે. ઇઝી મની કમાવાની કોશિશ કરતા નહીં. નોકરી કરતા હશો તો ઉપરી વર્ગ તમને શાંતિથી બેસવા નહીં દે. નકારાત્મક વિચારોથી દૂર રહેજો. નોકરી કરનાર વ્યક્તિ બીજા પર ભરોસો રાખતા નહીં. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.

Rahu’s rule till 6th October causes much confusion. Your small mistakes could appear magnified to others. Avoid chasing easy money. At work, seniors could increase pressure, so remain careful and self-reliant. Keep negative thoughts away and avoid depending excessively on colleagues. To calm Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 29, 30, 2, 3


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn24મી સપ્ટેમ્બર સુધી ગુરૂ જેવા ધર્મના દાતાની દિનદશા ચાલશે. હાલમાં તમે ધર્મ કે બીજાને મદદ કરવામાં અગત્યનો આગળ પડતો ભાગ ભજવશો. બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળતા આનંદ અનુભવશો. નાણાકીય બાબતમાં જરા પણ મુશ્કેલીમાં નહીં આવો. ગુરૂની કૃપાથી સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરી શકશો. અચાનક ધનલાભ મળવાના ખૂબ સારા ચાન્સ છે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 29, 30, 1, 2 છે.

Jupiter’s favourable rule continues until 24th September, encouraging religious activities and helping others. Good news from children could bring happiness. Finances remain comfortable, while Jupiter supports promising investment opportunities. Unexpected monetary gains are also possible during this period. Make generosity part of your routine. Pray the Sarosh Yasht daily.

Dates: 29, 30, 1, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને પણ ગુરૂની દિનદશા ચાલુ હોવાથી  જે પણ કામ કરતા હશો તેમાં જશ અને ધનલાભ બન્ને મળવાના ચાન્સ છે. ફેમિલી મેમ્બરનો સાથ મળવાથી મુશ્કેલી ભર્યા કામને સહેલા બનાવી દેશો. લગ્ન કરવા માંગતા હશો તો મનગમતી વ્યક્તિ મળવાના ચાન્સ છે. નવા કામ મેળવવા માટે હાલનો સમય ખૂબ જ સારો છે. તમારા કામમાં ભાગદોડ કરવી પડે તો કરી લેજો. સફળતા તમારો થાક ઉતારી દેશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાથી ફાયદો થશે.
શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Jupiter’s rule brings opportunities for recognition and financial gains in your work. Family support helps make difficult tasks easier. Those seeking to get married could meet someone they genuinely like. This is also a favourable period for finding new work opportunities. Extra effort brings rewarding results. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 1, 2, 3, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શનિની દિનદશા સાથે શનિની સાડાસાતી શરૂ થયેલી છે તેથી તમે મેન્ટલી ખૂબ જ પરેશાન થશો. ખોટી જગ્યાએ ધનનો ખર્ચ થઈ જશે. માથાનો બોજો ઓછો કરવા જતા બોજો વધી જશે. સાથે કામ કરનારનો સાથ નહી મળે. લોકો પર વિશ્વાસ કરવાનું ટાળજો. જૂના ઇન્વેસ્ટમેન્ટમાં પણ ફાયદો નહીં મેળવી શકો. ધીરજ રાખી દરેક કામ કરજો. બને તો મગજને પોઝિટિવ રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 31, 2, 3, 4 છે.

Saturn’s rule, along with the Sade Sati, could bring mental stress and unnecessary expenses. Attempts to reduce burdens could create further pressure. Colleagues will offer limited support. Avoid trusting people too easily. Do not expect much from older investments. Handle every task patiently and remain positive. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 31, 2, 3, 4

 

 

 

 

 

Leave a Reply

*