મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.

મેષ રાશિવાળા લોકોએ આ વરસમાં પણ મહેનત ખૂબ જ કરવી પડશે. શનિની પનોતી ચાલતી હોવાથી અણધારેલા ખર્ચ ખૂબ જ વધી જશે. શારીરિક કરતા માનસિક બાબતથી વધુ પરેશાન થશો. બને તો તમારા વિચારો પોઝીટીવ રાખજો. ગુરૂની સ્થિતિ સારી હોવાથી તમને પૈસાની ખેંચ નહીં આવે પરંતુ બચત નહીં કરી શકો. દરેક કામ ઉત્સાહથી કરતા તમે ઓછા પરેશાન થશો. લવ લાઇફ માટે વરસ મધ્યમ છે. ધણી ધણીયાણી એકબીજાને સમજીને ચાલશો તો મુશ્કેલીમાંથી બચી જશો. લગ્ન કરનાર વ્યક્તિ આ વરસમાં લગ્ન કરી શકશે. તમે નોકરી કે ધંધો જે પણ કરતા હો તેમાં ચેન્જીસ લાવવાની કોશિશ કરજો. સિનિયર સિટીઝનની તબિયતમાં બેદરકાર રહેતા નહીં. ધંધાકીય બાબતમાં મુસાફરી કરતા ફાયદો થશે. બને તો શનિવારે કોઈ ગરીબને ખાવાનું દાન કરજો. આ વરસ શાંતિમાં પસાર કરવા માટે મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુભ તારીખોઃ દર મહિનાની 9, 18, 27
Aries natives will need to continue working hard this year. With Saturn’s influence still active, unexpected expenses could increase considerably. Mental stress is likely to trouble you more than physical issues, so maintaining a positive outlook will be important. Jupiter’s favourable position ensures that you are unlikely to face a shortage of money, although saving could prove difficult. Staying enthusiastic in everything you do will help you overcome challenges more easily. Your love life remains average this year. Married couples should communicate openly and understand each other to avoid unnecessary conflicts. Those planning to marry could see their wishes fulfilled this year. Whether in business or a job, introducing positive changes will work in your favour. Senior citizens should pay close attention to their health. Business-related travel could bring benefits. If possible, offer food to a needy person on Saturdays. To enjoy a more peaceful year, recite the Moti Haptan Yasht regularly.
Auspicious Dates: 9th, 18th and 27th of every month.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.

વૃષભ રાશિવાળા લોકો માટે આ વરસ ખૂબ સારૂં છે. કોઈપણ કામમાં છેલ્લી ઘડીએ મદદ મળી જશે. લાંબા સમય માટે શેર માર્કેટ કે મ્યુચ્અલ ફંડમાં ઈનવેસ્ટ કરવાથી ફાયદામાં રહેશો. નાની બચતથી વરસના અંતમાં કઈ મળ્યું તેવું લાગશે. નવા મિત્રો મળવાના ખુબ જ સારા ચાન્સ છે. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. ઉપરી વર્ગને ખુશ રાખવામાં સફળ થશો. જે પણ કમાશો તેમાંથી કોઈને થોડી મદદ અવશ્ય કરજો. આ વરસમાં શારીરિક બાબત માટે થોડી સંભાળ રાખજો. ફેમિલીમાં મતભેદ દૂર કરવા માટે તમે જ ધ્યાન આપજો. ધણી ધણીયાણીનાં પ્રેમમાં વધારો થશે એકબીજાની સલાહને માન આપજો. આ વરસમાં વિદેશ જવાના ચાન્સ છે. લગ્ન કરનાર માટે ચાન્સ ઓછા છે. દરેક કામમાં સફળતા મેળવવા માટે `સરોશ યશ્ત’ ભણજો.
શુભ તારીખોઃ દર મહિનાની 6, 15, 24
This promises to be a rewarding year for Taurus natives. Help could arrive at the right moment whenever you need it. Long-term investments in shares or mutual funds could bring good returns. Even small savings will make you feel satisfied by the end of the year. There are excellent chances of making new friends and travelling frequently. You will be successful in maintaining good relations with seniors and influential people. Whatever you earn, make it a point to help someone less fortunate. Take extra care of your health during the year. You could also play an important role in resolving differences within the family. Married life becomes happier as mutual understanding and respect grow stronger. Opportunities for foreign travel are favourable, while marriage prospects remain limited. For gaining success in every endeavour, pray the Sarosh Yasht regularly.
Auspicious Dates: 6th, 15th and 24th of every month.
GEMINI | મિથુન: ક.છ.ઘ.

મિથુન રાશિવાળાઓનું આ વર્ષ મધ્યમ રહેશે. ખોટા ડીસીઝન લઈ લો તેવું વરસ છે. જ્યાં કામ કરતા હશો ત્યાં બદલી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. આવતા બે મહિનામાં તમારા મગજનો ભાર વધી જશે. લગ્ન કરવા માટે વરસ મધ્યમ છે. મુસાફરીમાં અવાર નવાર જવાના ચાન્સ છે. પ્રેમમાં હશો તો એકબીજાની મદદ કરતા દરેક મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશો. તમે વિચારશો તેનાથી તમારી આવક ઓછી મેળવશો. આ વરસમાં વડીલવર્ગની ચિંતા રહ્યા કરશે. ફેમીલી મેમ્બર તરફથી સુખ સારૂ મળશે. બાળકો તરફથી પરેશાની ઓછી થશે. ભાગીદારીમાં કોઈપણ કામ કરતા નહીં. આખું વરસ `તીર યશ્ત’ ભણવાથી મુશ્કેલીઓમાંથી સહેલાઈથી પસાર થઈ શકશો.
શુભ તારીખોઃ દર મહિનાની 5, 14, 23
Gemini natives are likely to experience a moderate year. There is a possibility of making impulsive or incorrect decisions, so think carefully before making any major changes, especially regarding your job. Over the next couple of months, mental pressure could increase. Marriage prospects remain average. Frequent travel is indicated throughout the year. Those in a relationship could overcome challenges by supporting each other. Your income could fall short of your expectations. Concerns regarding elderly family members could continue, although happiness from your immediate family will remain strong. Worries related to children are likely to reduce. Avoid entering into partnerships this year. To overcome difficulties with greater ease, pray the Tir Yasht through the year.
Auspicious Dates: 5th, 14th and 23rd of every month.
CANCER | કર્ક: ડ.હ.

કર્ક રાશિવાળા લોકોનું આ વરસ ખુબ જ સારૂં છે. આ વરસમાં તમે કરેલા કામનું સારૂં ફળ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેવાથી માથાનો બોજો ઓછો કરવામાં સફળ થશો. જુલાઈ 2027 સુધીમાં લગ્ન કરનાર વ્યક્તિને પસંદગીનું જીવન સાથી મલે તેવા ગ્રહો છે. પ્રમોશન મલવાના ખુબ સારા ચાન્સ છે. બાળકોની ઈચ્છા પુરી કરવામાં કોઈ કસર આ વરસમાં બાકી નહીં રાખો. જો તમારા જન્મના ગ્રહો બળવાન હશે તો બીમારી તમારાથી દૂર રહેશે. જમીનના કામમાં લેતીદેતી આગળ જતા ફાયદાકારક સાબિત થવાથી તમારી જાત ઉપરનો આત્મવિશ્વાસ વધી જશે. ગુરૂની કૃપાથી આ વરસમાં ધણી ધણીયાણીમાં મતભેદ ઓછા થશે. આ વરસમાં બને તો શુક્રવારે કોઈ ગરીબને જમાડવાનું રાખજો. આ વરસમાં `મહેરની આએશ’ ભણવાથી વધુ સારા સારી થશે.
શુભ તારીખોઃ દર મહિનાની 2, 11, 20
This is a highly favourable year for Cancer natives. Your sincere efforts are likely to be rewarded, and financial stability could help reduce many of your worries. Those planning to marry before July 2027 have good chances of finding a suitable life partner. Excellent opportunities for promotion are also indicated. You will spare no effort in fulfilling your children’s wishes. If your birth chart is strong, good health is likely to stay on your side. Property-related dealings could prove profitable, boosting your confidence. Jupiter’s blessings will help reduce misunderstandings between married couples and strengthen relationships. If possible, offer a meal to the needy on Fridays. For even greater blessings throughout the year, pray the Meher Nyaish.
Auspicious Dates: 2nd, 11th and 20th of every month.
LEO | સિંહ: મ.ટ.

સિંહ રાશિવાળા લોકો માટે આ વરસમાં પોતાના જીવન સાથીની ખુબ કાળજી રાખવી પડશે. તમારા ધનનો ખર્ચ ડોકટર અને દવા પાછળ વધુ થશે. તમારો કોન્ફીડન્સપાવર સારો રાખશો તો ઘણાં ફાયદામાં રહેશો. જમીન જાયદાદમાં ઈનવેસ્ટ કરતા આગળ જતા સારો ફાયદો મેળવી શકશો. બને એટલા બીજાના મદદગાર બનજો પરંતુ ધનની મદદ ઓછી કરજો. નવા કામ કરવા માટે વરસ સારૂં નથી. મનપસંદ જીવનસાથી જુલાઈ 2027 પછી મળવાના ચાનન્સ ખુબ સારા છે. ખાવાપીવાના કામ કરતા ફાયદામાં રહેશો. નોકરી કરનારને તેમના કામનું સારૂં વળતર મળી જશે. ધણી-ધણીયાણીના સંબંધમાં મતભેદ રહેશે. તમારે આ વરસમાં બીમારી ઉપર ખાસ ધ્યાન આપવું પડશે. આ વરસમાં `મહાબોખ્તાર નીઆએશ’ ભણતા મનની શાંતિ મળશે.
શુભ તારીખોઃ દર મહિનાની 1, 10, 19
Leo natives will need to pay special attention to their spouse or life partner this year. A larger share of your expenses could go towards medical care and healthcare. Maintaining confidence will help you overcome challenges and achieve success. Investments in property or real estate could prove profitable in the future. Be willing to help others, but avoid lending large sums of money. This is not an ideal year for starting a new venture. Those seeking a life partner could have much brighter prospects after July 2027. People connected with the food industry could enjoy good gains, while those in employment are likely to receive recognition and rewards for their efforts. Married couples could experience occasional disagreements, so patience and understanding will be important. Pay close attention to your health throughout the year. For mental peace in the year, pray the Mah Bokhtar Nyaish.
Auspicious Dates: 1st, 10th and 19th of every month.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

ક્નયા રાશિવાળાઓનો આ વરસમાં મોજશોખની પાછળ ખર્ચમાં વધારો થશે. આવકમાં પણ વધારો થશે. તમારા કામ કરવામાં ખુબ આનંદ આવશે. નવા મિત્રોની મુલાકાતથી આખું વરસ સારૂં જશે. મોટી ઉંમરની સ્ત્રીઓએ પોતાની તબિયતની આ વરસમાં ખાસ કાળજી લેવી. નવા કામકાજમાં આખું વરસ પસાર થઈ જશે. ફ્રેબુઆરી કે માર્ચ 2027માં લાઈફ પાર્ટનરની તબિયત બગડી જાય તેવા ગ્રહો છે સાથે સાથે તેમની સાથે મતભેદ પડવાના પણ ચાન્સ છે. ખાવાપીવા સાથે કપડાની પાછળ ખર્ચમાં વધારો થશે. આ વરસમાં સ્ટુડન્ટસો જે સ્ટીડી માટે વિદેશ જવા માંગતા હોય તો જવાના ચાન્સ ખુબ સારા છે. આ વરસમાં `બહેરામ યઝદ’ ભણતા મનને શાંતિ મળશે.
શુભ તારીખોઃ દર મહિનાની 4, 13, 22
Virgo natives are likely to spend more on comforts, entertainment and leisure this year. Fortunately, your income is also expected to increase. You will find great satisfaction in your work, and meeting new friends could make the year more enjoyable. Elderly women should take special care of their health. Much of the year will be occupied with new responsibilities and work commitments. Planetary influences indicate that your life partner could face health concerns around February or March 2027, and differences of opinion could also arise during this period. Spending on food, clothing and personal comforts could increase. Students wishing to pursue higher education abroad have excellent chances of achieving their goal this year. For inviting peace and prosperity in the year, pray to Behram Yazad.
Auspicious Dates: 4th, 13th and 22nd of every month.
LIBRA | તુલા: ર.ત.

તુલા રાશિવાળાઓને આ વરસમાં ભરપુર સુખ મળશે. જીવનમાં નવી નવી તકો મેળવશો. ઓછી મહેનતમાં વધુ ધન કમાઈ શકશો. કોઈને ખોટા મસ્કા મારવાનું કામ તમારાથી નહીં થાય. કામકાજની અંદર સારા સારી થતી જશે. આવક અને જાવક મન્નેનું બજેટ બનાવીને કામ કરી શકશો. લગ્ન કરનાર વ્યક્તિ માટે આ વરસ ખુબ સારૂં છે. ગામ પરગામના ચાન્સ મળતા રહેશે. આ વરસમાં શુક્રની ભરપુર કૃપા તમારા પર હોવાથી અચાનક ધનલાભ મેળવી શકશો. ઘરમાં રીનોવેશનું કામ કરી શકશો. ઘરમાં નવી ચીજ વસ્તુઓ વસાવી શકશો. મગજને શાંત રાખીને મુશ્કેલીભર્ર્યા કામ ને સહેલાઈથી પુરા કરી શકશો. ફેમીલી મેમ્બરનો ભરપુર સાથ મળશે.કોઈના મદદગાર બનતા રહેજો. આ વરસમાં વધુ ધનલાભ મેળવવા માટે `બહેરામ યઝદ’ ભણજો.
શુભ તારીખોઃ દર મહિનાની 7, 16, 25
Libra natives can look forward to a happy and rewarding year. New opportunities could open doors for growth, and you could earn more with comparatively less effort. You are unlikely to flatter others simply to get ahead, and your honesty will earn respect. Progress in your career or business is indicated, and careful financial planning will help you balance your income and expenses wisely. This is an excellent year for those planning to marry. Travel opportunities are likely to arise frequently. Venus blesses you with the possibility of unexpected financial gains. You could renovate your home or purchase new household items. A calm and composed mind will help you complete even difficult tasks with ease. Your family will stand firmly by your side. Helping others will bring you satisfaction. To attract greater prosperity pray to Behram Yazad regularly.
Auspicious Dates: 7th, 16th and 25th of every month.
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

વૃશ્ચિક રાશિવાળાઓને આ વરસની અંદર તમારી મહેનત તમને સારું રિઝલ્ટ આપશે. લગ્નજીવનમાં સારા સારી થતી જશે. લગ્ન કરવા માટે વરસ ખૂબ જ સારું છે. પ્રેમમાં હશો તો બંનેમાં નાની બાબતમાં મતભેદ પડતાં રહેશે. ખર્ચ ઉપર કાબુ રાખશો તો ઘણીબધી બાબતમાં ફાયદામાં રહેશો. આ વરસમાં વાહન ચલાવનાર વાહન ખૂબ જ સંભાળીને ચલાવજો. ઘરમાં ખર્ચનો વધારો થશે પરંતુ નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. તમારી મહેનતથી તમે વધારે ફાયદો મેળવી શકશો. તમારા દરેક કામ સહેલાઈથી પુરા કરી શકશો. વિદેશ મુસાફરીના ચાન્સ ખૂબ જ સારા છે. આ વર્ષમાં તબિયતની મોટી ચિંતા નહીં આવે. જે પણ ડીસીઝન લો તે દસ વાર વિચાર કરી અમલમાં મુકજો. આ વરસમાં `મહેરની આએશ’ ભણતા તમારા દરેક કામમાં સફળતા મળશે.
શુભ તારીખોઃ દર મહિનાની 3, 12, 21
Scorpio natives are likely to see the rewards of their hard work this year. Married life could become more harmonious. This is an excellent year for those planning to marry. Those in a relationship could experience occasional disagreements over small matters, but these can easily be resolved with understanding. Keeping your expenses under control will prove beneficial. If you drive, exercise extra caution on the road through the year. Household expenses could increase, although your financial position remains stable. Your dedication and determination will help you achieve greater success, and many of your tasks could be completed with ease. Foreign travel prospects are excellent. No major health concerns are indicated in this year. Think carefully before making any important decisions. For added success in all your endeavours, pray the Meher Nyaish regularly.
Auspicious Dates: 3rd, 12th and 21st of every month.
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

ધન રાશિવાળાઓને આ વર્ષમાં આ વરસમાં પહેલાં ત્રણ મહિના ધણી-ધણીયાણીની અંદર ખૂબ જ મતભેદ પડશે. તબિયત માટે તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે. વડીલ વર્ગની ચિંતા આ વરસમાં ભરપૂર રહેશે. સરકારી કામની અંદર મુશ્કેલીમાં આવવાના ચાન્સ છે. ઇન્કમટેક્સ અને બીજા ગવર્મેન્ટને લગતા કામો સંભાળીને પૂરા કરજો. ઓપોઝિટ સેક્સનો સાથ નવેમ્બર પછી તમને મળશે. કોઈ તમને ખોટી લાલચ આપે તો લાલચમાં આવી જતા નહીં. કોઈને ઉધાર નાણા આપતા નહીં કોઈ તમારી સાથે ચી ચીટીંગ કરે તેવા ગ્રહો છે. કોઈપણ કામ કરો તો તમારી અંગત વ્યક્તિ અથવા વડીલવર્ગની સલાહથી કરજો. તમારા કામમાં ફાયદો મળે તે માટે આ વરસમાં `આવા યશ્ત’ ભણજો.
શુભ તારીખોઃ દર મહિનાની 8, 17, 26
Sagittarius natives could experience differences with their spouse during the first three months of the year. Your health will require extra care, and concerns regarding elderly family members could remain on your mind. Government-related matters could become complicated, so handle income tax and other official work with caution. Support from someone of the opposite gender could come after November. Do not be tempted by unrealistic offers or false promises. Avoid lending money, as there are indications of the possibility of being cheated. Before making any important decision, seek the advice of a trusted family member or an elder. For success and favourable results in your work, pray the Avan Yasht through the year.
Auspicious Dates: 8th, 17th and 26th of every month.
CAPRICORN | મકર: ખ.જ.

મકર રાશિવાળા લોકોનું આ વરસ મધ્યમ રહેશે. પરંતુ તમારી હિંમત અને પરાક્રમથી આગળ વધી શકશો. નાણાકીય બાબતની અંદર સારા સારી રહેશે. તેમ છતાં રાહુ ગ્રહને લીધે ખર્ચ ઉપર કાબુ રાખવો મુશ્કેલ રહેશે તે અગત્યની વાત ધ્યાનમાં રાખજો. નાની મુસાફરીના ચાન્સ મળતા રહેશે. લગ્ન કરવા માગતા હશો તો લગ્ન કરવામાં પ્રોબ્લેમ નહીં આવે. વિદેશ જવાના ભરપૂર ચાન્સ છે. આંખમાં જલન તથા મોતિયાથી પરેશાન થાવ તેવા ગ્રહો છે. માર્ચ અને એપ્રિલ 2027માં તાવ જેવી બીમારીથી સંભાળજો. હાયપ્રેશર ધરાવતા લોકોએ પોતાની તબિયત ઉપર વધુ ધ્યાન આપવું. તમારા પ્રોફીટના નાણાંમાંથી ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરવાનું રાખજો આ વરસમાં અગર તમે ઘર લેવા માગતા હો તો નવું ઘર વસાવી શકશો. કોઈ અજાણતા વ્યકિત પર આંધળો વિશ્વાસ રાખતા નહીં. સાંભળજો બધાનું પરંતુ કરજો તમારા મનનું. આ વરસમાં મનની શાંતિ માટે નાની `હપ્તન યશ્ત’ ભણજો.
શુભ તારીખોઃ દર મહિનાની 5, 14, 23
Capricorn natives are likely to experience an average year, but your courage and determination will help you move ahead successfully. Financial matters remain stable, although Rahu’s influence could make it difficult to control expenses. Keep this in mind while planning your finances. Short journeys are indicated across the year. Those wishing to marry are unlikely to face any major obstacles. Opportunities for foreign travel are excellent. Some people could experience eye-related issues, including irritation or cataracts. Be especially careful during March and April 2027, as fever or seasonal illness could trouble you. Those with high blood pressure should pay close attention to their health. Make it a habit to invest a portion of your profits. If you have been planning to buy a home, this year could help you fulfil that dream. Avoid placing blind trust in strangers. Listen to everyone’s advice, but make your own decisions. For peace of mind in the year, pray the Nani Haptan Yasht.
Auspicious Dates: 5th, 14th and 23rd of every month.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.

કુંભ રાશિવાળા લોકો સાડાસાતીના છેલ્લા ભાગમાં તમે આવી ગયા છો. તમારી રાશિમાંથી રાહુ પસાર થાય છે તેથી તમારા જન્મના ગ્રહો પ્રમાણે તમે રિઝલ્ટ મેળવશો. આ વરસની અંદર તમે ધનની મુશ્કેલીમાં નહીં આવો. રાહુને કારણે તમારો ડોક્ટરની પાછળ ખર્ચ વધુ રહેશે. તમારો સેલ્ફ કોન્ફિડન્સ સારો હોવાથી તમે દરેક બાબતમાં સફળતા મેળવશો. તમારા બાળકોની તરક્કી સારી થશે. ફેબ્રુઆરી અને માર્ચ 2027ની અંદર તમે તથા ફેમિલી મેમ્બર કોઈને કોઈ મુશ્કેલીમાં મુકાઈ જશો તેથી સાવધાન રહેજો. સરકારી કામો આ બે મહિનામાં કરતા નહીં. જે પણ કામ કરતા હો તેમાં કોઈ પણ જાતના ચેન્જીસ કરતા નહીં. ઓપોઝિટ સેક્સની વાત સાંભળીને આગળ વધશો તો ફાયદામાં રહેશો. તમારા મસ્કાબાજ મિત્રોથી દૂર રહેજો. આ વરસમાં `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાથી તમને શાંતિ મળશે.
શુભ તારીખોઃ દર મહિનાની 6, 15, 24
Aquarius natives have entered the final phase of Sade Sati. As Rahu passes through your sign, your results will largely depend on the strength of your birth chart. Financially, you are unlikely to face major difficulties this year, although medical expenses could increase because of Rahu’s influence. Your self-confidence will remain strong and help you succeed in many areas. Your children are likely to make good progress. Be especially cautious during February and March 2027, as you or a family member could face unexpected challenges. Avoid taking up government-related work during these two months. Refrain from making major changes in your job or business this year. Listening to the advice of someone from the opposite gender could work in your favour. Stay away from overly flattering friends. For peace and mental calm, pray the Mah Bokhtar Nyaish through the year.
Auspicious Dates: 6th, 15th and 24th of every month.
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

મીન રાશિવાળા લોકોને આ વરસમાં શનિ તમારી રાશિમાંથી પસાર થઈ રહ્યો છે તેથી તમને ખોટા વિચારો ખૂબ જ આવશે. આ વરસમાં ઘર બદલીનો પ્લાન બનાવતા નહીં 2027 પછી નવું ઘર લેવાના ખુબ સારા ચાન્સ છે. જો તમે પ્રેમમાં હો તો તમારી લાગણીઓ પ્રેમી કે પ્રેમિકા સમજી નહીં શકે. મનગમતી વ્યક્તિ તમારા કામમાં તમારો ભરપુર સાથ આપશે. ધન મેળવવા માટે ખૂબ જ ભાગદોડ કરવી પડશે. ભાગીદારીમાં કામ હાલમાં કરતા નહીં. તમે આ વરસમાં જોઈન્ટ પઈનથી પરેશાન થશો. વધુ મહેનત કરવા છતાં પણ તમને તેનું ધાર્યું ફળ નહીં મળે. જન્મનો ગ્રહ ગુરૂ બળવાન હશે તો તમારા કામોમાં છેલ્લી ઘડીએ પુરા થઈ જશે. ઉધાર પૈસા કોઈ પાસે લેતા નહીં અને કોઈને આપતા નહીં. શેર સ્ટ્ટાથી દુર રહેજો. આ વરસમાં મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું રાખજો
શુભ તારીખોઃ દર મહિનાની 2, 11, 20
Saturn continues to pass through your sign this year, which could lead to unnecessary worries and negative thinking. Avoid planning a house move this year, as the chances of purchasing a new home become much stronger after 2027. If you are in a relationship, your partner could struggle to understand your emotions fully. However, someone close to your heart will stand by you and support your efforts. You will need to work hard to improve your financial position. Avoid partnerships for the time being. Joint pain could trouble you during the year. Despite your hard work, the results could fall short of your expectations. If Jupiter is strong in your birth chart, many pending tasks could be completed successfully at the last moment. Avoid borrowing money or lending it to others. Stay away from the share market this year. For stability and peace in the year, pray the Moti Haptan Yasht.
Auspicious Dates: 2nd, 11th and 20th of every month.
