પિરોજશા ગોદરેજે ગોદરેજની વિરાસતને આગળ ધપાવી

ભારતના સૌથી જૂના ઔદ્યોગિક ગૃહોમાંના એક એવા ગોદરેજ ગ્રુપમાં પેઢીગત પરિવર્તનના મહત્વપૂર્ણ તબક્કાને ચિહ્નિત કરતાં, પિરોજશા ગોદરેજે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ()ના એક્ઝિક્યુટિવ ચેરપર્સન અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ચેરપર્સન તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. નાદિર ગોદરેજની નિવૃત્તિ બાદ પિરોજશાએ તેમનું સ્થાન લીધું છે. તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ 14 ઑગસ્ટ, 2026થી શરૂ થયો છે.
45 વર્ષીય ચોથી પેઢીના ગોદરેજ પરિવારના સભ્ય પિરોજશા, આદિ અને પરમેશ્વર ગોદરેજના ત્રણ સંતાનોમાં સૌથી નાના છે. વ્હાર્ટન સ્કૂલમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયા બાદ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ અફેર્સમાં માસ્ટર્સ અને ની ડિગ્રી મેળવી છે. વ્યવસાય ક્ષેત્ર પસંદ કરતાં પહેલાં પિરોજશાએ હિલેરી ક્લિન્ટનની યુએસ સેનેટ ઑફિસ તેમજ ભારતના વિદેશ મંત્રાલયમાં ઇન્ટર્નશિપ કરી હતી.

2004માં ગોદરેજ પ્રોપર્ટીઝ સાથે જોડાયા બાદ પિરોજશા 31 વર્ષની ઉંમરે મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ બન્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ કંપની એફવાય21માં રહેણાંક વેચાણના આધારે ભારતની સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપર બની હતી. ત્યારબાદ તેમણે ગોદરેજ કેપિટલ અને ગોદરેજ વેન્ચર્સની સ્થાપના કરી અને હાલમાં ગોદરેજ પ્રોપર્ટીઝ ઉપરાંત બંને સંસ્થાઓના ચેરમેન તરીકે પણ કાર્યરત છે.
એપ્રિલ 2026માં ચેરપર્સન-ડિઝિગ્નેટ તરીકે નિયુક્ત થયા બાદ હવે પિરોજશા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલા વિશાળ પોર્ટફોલિયોનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં ક્નઝ્યુમર ગુડ્સ, રિયલ એસ્ટેટ, કેમિકલ્સ, કૃષિ વ્યવસાય, નાણાકીય સેવાઓ અને રોકાણોનો સમાવેશ થાય છે.
ગ્રુપ સાથે બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા પિરોજશા હવે જવાબદારીપૂર્વકની વૃદ્ધિ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના નવા અધ્યાય તરફ પ્રસિદ્ધ ગોદરેજ વિરાસતને આત્મવિશ્વાસપૂર્વક આગળ ધપાવવાની જવાબદારી સંભાળી રહ્યા છે.

 

Leave a Reply

*