140 વર્ષથી વધુની સાહસિક વ્યવસાયિક પરંપરા અને વારસાની ઉજવણીરૂપે, નવસારીની રૂસ્તમજી એદલજી કોલાહ કંપનીને નવસારી મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા 23મી ઓગસ્ટ, 2026ના રોજ અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ હોલ ખાતે યોજાયેલા આપણું શહેર, આપણું ગૌરવ સમારોહમાં પ્રતિષ્ઠિત લેગસી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. આ એવોર્ડ મેયર અશોક ધોરાજિયાના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો.
લેગસી એવોર્ડ એવા પ્રતિષ્ઠિત સ્થાનિક સંગઠનોને આપવામાં આવે છે, જેમણે 50 વર્ષથી વધુ સમયથી નવસારીના ઇતિહાસ, વિશ્વાસ અને સમાજના વિકાસમાં યોગદાન આપ્યું હોય. રૂસ્તમજી એદલજી કોલાહ કંપનીને તેના પ્રમાણિક ભાવો, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ઉત્પાદન પદ્ધતિઓ, ગ્રાહકકેન્દ્રિત અભિગમ, ઉત્પાદનની ગુણવત્તા અને નિકાસલક્ષી કામગીરી માટે આ સન્માન આપવામાં આવ્યું. હાલમાં આ વ્યવસાયના માલિક એદલ રૂસ્તમજી કોલાહ છે અને તેમના પુત્ર વિસ્તાસ્પ તેમને સહયોગ આપી રહ્યા છે. હવે આ પારિવારિક વારસો વધુ એક પેઢીમાં પ્રવેશ્યો છે, કારણ કે વિસ્તાસ્પના પુત્ર વિસ્મેહેર, જેઓ ફૂડ પ્રોસેસિંગ ટેક્નોલોજીમાં બીટેક. સ્નાતક છે અને તાજેતરમાં વ્યવસાયમાં જોડાયા છે.
1885માં સ્થાપિત થયેલો આ પ્રતિષ્ઠિત પારસી વ્યવસાય પાંચ પેઢીઓ દરમિયાન વિકસ્યો છે અને સાથે ગુણવત્તા તથા પ્રામાણિકતા માટેની પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખી છે. આઈએસઓ પ્રમાણિત આ કંપની તેના પરંપરાગત રીતે બનાવાતા શેરડીના સિરકાને, એટલે કે સરકોને લઈને ખાસ જાણીતી છે, જે પારસી રસોઈનું એક મહત્વપૂર્ણ ઘટક છે. આ ઉપરાંત કંપની અથાણાં, મસાલા, પારસી મસાલા, કેરીનો પલ્પ અને પરંપરાગત આઈસ્ક્રીમ માટે પણ જાણીતી છે.
- વડોદરા પારસી પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત - 10 October2026
- નવસારી આતશ બહેરામની સાલગે્રહે 2,200થી વધુ લોકોને શ્રદ્ધા અને સ્નેહના બંધનમાં જોડ્યા - 10 October2026
- નવસારીએ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેનને સન્માન આપ્યું - 10 October2026
