Your Moonsign Janam Rashi This Week –
19 September 2026 – 25 September 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

આજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો કાલથી 36 દિવસ માટે શનિની દિનદશા તમારા કામની અંદર મુશ્કેલીઓ ઊભી કરી દેશે. ચાલુ કામ સમય પર પુરા નહીં કરી શકો. આવક કરતા ખર્ચમાં વધારો થશે. તમારા ટેન્શન વધી જશે. નજીકના લોકો પાસેથી કામની અપેક્ષા ઓછી રાખજો તમને કોઈ સાથ નહીં આપે. તબિયતની ખાસ સંભાળ લેજો. જોઈન્ટ પેઈન અને માથાના દુખાવાથી પરેશાન થશો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 19, 23, 24, 25 છે.

Spend today peacefully, as Saturn’s rule begins tomorrow, lasting for 36 days and could create difficulties at work. Tasks could face delays, while expenses and tension rise. Expect less support from others. Take special care of your health, particularly joint pain and headaches. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 19, 23, 24, 25


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

21મી ઓક્ટોબર સુધી બુદ્ધિના દાતા બુધની દિનદશા ચાલશે. તમે તમારા બધા કામો બુદ્ધિ વાપરીને પૂરા કરવામાં સફળ થશો. બુધની કૃપાથી તમે બીજાને ખૂબ જ સારી રીતે સમજાવી શકશો. તમારા મનની વાત કહેવામાં કોઈપણ જાતનો ડર નહીં રાખો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઈનવેસ્ટમેન્ટ  કરવામાં સફળ થશો. તમે બનાવેલા પ્લાન પર કામ કરતા સારો ફાયદો મેળવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Mercury, the giver of intelligence, rules till 21st October, helping you complete tasks wisely and communicate your thoughts confidently. Financial matters look favourable, and investments could bring benefits. Working according to your plans should produce good results. Make the most of this constructive period. Pray the Meher Nyaish daily.

Auspicious Dates: 20, 21, 22, 23


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiમંગળની દિનદશામાં છેલ્લા 6 દિવસ પસાર કરવાના બાકી છે. નકામાં ખર્ચમાં વધારો થશે જેનાથી માનસિક તણાવ રહેશે. ફેમિલી મેમ્બર સાથે નાની બાબતમાં મતભેદ પડશે. આખા અઠવાડિયામાં વાહન ચલાવવામાં ખૂબ ધ્યાન આપજો. 24મી સુધીમાં તબિયત ખરાબ થવાના ચાન્સ છે. તમે તાવ તથા માથાના દુખાવાથી પરેશાન થશો. ખાવા પીવામાં કંટ્રોલ રાખજો. બાકી 25મીથી બુધની દિનદશા તમારા દુઃખને ધીરે ધીરે દૂર કરશે. દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 20, 21, 23, 24 છે.

Only six days remain under Mars’ rule. Unnecessary expenses could increase stress. Minor family disagreements could take place. You are advised to drive carefully throughout the week. Watch your health until the 24th, especially fever or headaches. Control your diet. Mercury’s rule, starting from the 25th, should gradually ease difficulties. Pray the Tir Yasht daily.

Auspicious Dates: 20, 21, 23, 24


CANCER | કર્ક: ડ.હ.

04Cancerછેલ્લુ અઠવાડિયું ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. આ અઠવાડિયામાં તમારા મનની વાત મનમાં રાખવા કરતા જેને કહેવી હોય તેને કહી દેજો. અગત્યના કામો આ અઠવાડિયામાં પૂરા કરી લેજો. નાણાકીય લેતી દેતી માટે દિવસો ખૂબ સારા છે. જમીન જાયદાદના અટકેલા કામો આ અઠવાડિયામાં પુરા કરી શકશો. બીજાની બાબતમાં દખલગીરી કરવાનું ટાળજો. 26મીથી મંગળની દિનદશા મગજને ફેરવી નાખશે. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 24 છે.

The final week of the Moon’s rule encourages openness, so express what is on your mind. Complete important tasks now, as financial dealings and pending property matters look favourable. Avoid interfering in others’ affairs. From 26th September, Mars’ rule could disturb your mental balance. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 19, 20, 22, 24


LEO | સિંહ: મ.ટ.

05Leo26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરી કરવાના ચાન્સ મળશે. નવા કામ કરવા માટે સમય ખૂબ જ સારો છે. ચંદ્રને કારણે કોન્ફિડન્સ પાવરમાં વધારો થશે. કોઈપણ મુશ્કેલીના સમયમાં સકારાત્મક બનજો. મનગમતી વ્યક્તિને જલ્દીથી મળી લેજો. કોઈને ઉધાર આપેલા નાણા પાછા મળવાથી આર્થિક બાબતમાં સુધારો થશે. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Moon’s rule till 26th October, brings in confidence. You will be able to fulfil family demands with ease. Short journeys and new ventures look favourable. Stay positive during difficult moments. You could meet someone special soon. Money previously lent could be returned, improving finances. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 22, 23, 24, 25


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo6ઠ્ઠી ઓક્ટોબર સુધી સૂર્યની દિનદશા ચાલશે. તમે માથાના દુખાવાથી પરેશાન થઈ જશો.સરકારી કામ કરવામાં ખૂબ જ ધ્યાન આપજો. વડીલ વર્ગની પાછળ ખર્ચ વધુ કરવો પડશે. હાથની નીચે કામ કરનાર તમારી કદર નહીં કરે. મનને શાંત રાખી તેમની સાથે કામ લેજો. કોઈને કોઈપણ જાતનું પ્રોમીશ આપવાનું ટાળજો. નાણાકીય બાબતમાં કોઈપર ભરોસા રાખતા નહીં. તમને નુકસાન થવાના ચાન્સ છે. શાંતિ મેળવવા માટે દરરોજ `યા રયોમદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 21, 22, 23, 24 છે.

The Sun’s rule till 6th October could bring on headaches, so take care of your health. Handle government-related matters cautiously and expect higher expenses for elders. Those working under you could seem unappreciative, so remain calm. Avoid making promises. Do not be financial dependent on others. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.

Auspicious Dates: 21, 22, 23, 24


LIBRA | તુલા: ર.ત.

07Libra

હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી શુક્ર તમને ડબલ ફાયદો અપાવશે. થોડી ઘણી બચત કેમ થાય તેનો વિચાર પહેલા કરજો. ખર્ચ વધુ કરવા છતાં નાણાકીય સ્થિતિ ખરાબ નહીં થાય. બીજાને આનંદ આપવામાં સફળ થશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરતા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. તમારા વિચારો પોઝીટીવ થતા જશે. ફેમીલી સાથે ગેટ ટુ ગેધરનો પ્લાન બનાવી શકશો. અપોઝીટ સેકસને મદદ કરી તમને આનંદ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 23, 25 છે.

Venus’ ongoing rule brings your double benefits and greater happiness. Think about saving even while spending, as your financial position should remain stable. Fulfilling family wishes creates a cheerful atmosphere. Your outlook becomes increasingly positive. A family get-together looks likely. Helping the opposite gender brings satisfaction. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 19, 20, 23, 25


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioતમને મોજીલા આનંદ આપનાર શુક્રની દિનદશા શરૂ થયેલી છે. તમારા આનંદમાં વધારો થતો જશે. ખર્ચ કર્યા બાદ પણ તમને અફસોસ નહીં થાય. શેર માર્કેટ કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા સારો એવો ફાયદો કમાઈ શકશો. દરેક કામ સમજી વિચારીને કરજો. તબિયતની ચિંતા જરા પણ નહીં આવે. જૂની માંદગીમાં ધીરે ધીરે રાહત થતી જશે. બાળકો તરફથી સારા સમાચાર મળતા તમને શાંતિ મળશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 19, 20, 22, 23 છે.

Venus’ rule has begun, bringing greater enjoyment and contentment. Spending should cause little regret, while investments in shares or mutual funds could prove profitable. Think carefully before making every decision. Health should remain reassuring, with gradual relief from an old illness. Good news from children brings peace. Pray to Behram Yazad daily.

Auspicious Dates: 19, 20, 22, 23


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

રાહુની દિનદશા ચાલુ હોવાથી 6ઠ્ઠી ઓક્ટોબર સુધીમાં તમારા કોઈપણ કામ સીધી રીતે પૂરા નહીં કરી શકો. રોજબરોજના કામોમાં ભૂલો થતી રહેશે. કોઈ પાસે ઉધાર લીધેલા નાણાં પાછા નહીં આપી શકો. ફેમિલી મેમ્બર નાની બાબતમાં નારાજ થઈ જશે. તમારી સાથે કામ કરતા લોકો તમારાથી નારાજ થશે. બને તો ઓછું બોલવાનું રાખજો. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 21, 24, 25 છે.

Rahu’s rule till 6th October makes it difficult to complete matters smoothly. Mistakes could occur in routine work, and repaying borrowed money could prove challenging. Minor issues could upset family members and colleagues. Speak less wherever possible and avoid unnecessary disagreements. To calm Rahu, pray the Mah Bokhtar Nyaish daily.

Auspicious Dates: 20, 21, 24, 25


CAPRICORN | મકર: ખ.જ.

10Capricornછેલ્લા છ દિવસ શાંતિમાં પસાર કરી શકશો. ઉતરતી ગુરૂની દિનદશા નાણાકીય બાબતમાં સારા સારી આપશે. અચાનક ધનલાભ થવાથી નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. નોકરી કરતા હશો ત્યાં તમારા કામમાં વધારો થશે. ફેમીલી તથા મિત્રોના ભરપુર સાથ મેળવશો. બાકી 25મીથી રાહુની દિનદશા આવતા 42 દિવસમાં તમારા મગજના પારા ને ઉપર રાખશે. રાહુ તમને દરેક બાબતની અંદર પરેશાન કરશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The next six days should remain peaceful as Jupiter’s departing rule supports finances. An unexpected monetary gain could improve your position, while responsibilities at work increase. Family and friends offer strong support. Rahu’s rule, starting from the 25th, and lasting for 42 days, brings tension and difficulties across several matters. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 19, 20, 21, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓક્ટોબર સુધી ગુરૂની દિનદશા ચાલશે. તમારા નાના મોટા કામમાં કોઈ પણ જાતની મુશ્કેલીઓ નહીં આવે. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. ધન મેળવવા માટે સીધો રસ્તો મળતો જશે. ધર્મના કામો કરવાથી તમને વધુ શાંતિ મળશે. ફેમીલીમાં સાથે મળીને લીધેલા ડીસીઝનોથી આગળ જતાં ફાયદો મેળવશો. ઉપરીવર્ગ તમારા કામથી ખુશ થશે. સાથે કામ કરનારનો ભરપુર સાથ મળશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 20, 23, 24, 25 છે.

Jupiter’s rule till 25th October helps your tasks progress without major obstacles. Financial matters improve, and clearer opportunities to earn money could emerge. Religious activities bring greater peace. Joint family decisions should prove beneficial later. Seniors appreciate your work, while colleagues offer valuable support. Pray the Sarosh Yasht daily.

Auspicious Dates: 20, 23, 24, 25


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શનિની દિનદશા તમને દરેક બાબતની અંદર ખોટા વિચારો આપશે. તમારા કામ કરવામાં તમને આળસ આવશે. તમે ધારેલા કરતાં વધુ નાણાનો ખર્ચ કરશો. મિત્ર નાની બાબતમાં તમારાથી નારાજ થશે. ફેમીલીમાં બહારની વ્યક્તિની દખલગીરી થવા દેતા નહીં. માનસિક તણાવમાં વધારો થશે. ફેમીલીમાં થતાં મતભેદનો સાથે બેસી ઉકેલ કરજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 19, 20, 21, 22 છે.

The final under Saturn’s rule could bring negative thoughts, laziness and higher-than-expected expenses. A friend could become upset over a minor issue. Avoid allowing outsiders to interfere in family matters. Mental stress could increase, so resolve disagreements calmly by sitting together. Pray the Moti Haptan Yasht daily.

Auspicious Dates: 19, 20, 21, 22

 

 

 

 

 

 

Leave a Reply

*