Your Moonsign Janam Rashi This Week –
5 September 2026 – 11 September 2026


મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.+

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામોને બુદ્ધિ વાપરી સહેલા બનાવી દેશો. હાલમાં ધન બચાવવામાં સફળ થશો. ચાલુ કામની અંદર સફળતાની સાથે પ્રમોશન મળવાના ચાન્સ ખુબ સારા છે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળશે. રોકાણ કરવા માટેનો સમય ખૂબ સારો છે. હમણાં રોકાણ કરતા આગળ જતા ફાયદામાં રહેશો. લાંબા સમયથી ચાલતી મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Mercury’s rule helps you handle responsibilities intelligently and make difficult tasks easier. You could successfully save money and enjoy progress at work. There are strong chances of promotion. Good news could arrive from afar. Investments look favourable. A long-standing difficulty could finally ease up and resolve. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 6, 7, 10, 11


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurusબુધની દિનદશા ચાલુ હોવાથી 21મી ઓક્ટોબર સુધીમાં તમે લીધેલા ડિસિઝનમાં તમને સફળતા મળશે. નાણાકીય બાબતની અંદર બચત કરવામાં સફળ થશો. તમારા કામોને પૂરા કરવા માટે મિત્રની મદદ મળી રહેશે. બને તો ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઘરના વડીલોની સલાહ માનજો. ભાગીદારીમાં કામ કરતા ફાયદો મેળવશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત માનવાની રાખજો. દરરોજ `મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Mercury’s favourable rule, till 21st October, supports your successful decisions and better financial savings. A friend could help you complete some important work. Investments look promising. Guidance from elders should prove valuable. Partnerships could bring gains. Married couples should respect each other’s views. Pray the Meher Nyaish daily.
Auspicious Dates: 8, 9, 10, 11


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Geminiહાલમાં મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મગજ ગરમ થતા જરા પણ વાર નહીં લાગે. રોજબરોજના કામની અંદર ખૂબ કંટાળો આવશે. ભાઈ બહેન સાથે મતભેદ પડવાના ચાન્સ છે. હાલમાં નાણાકીય બાબતની અંદર વધુ ખેંચતાણ રહેશે. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. તમારી સાથે કામ કરનારના સંબંધો તમારી સાથે બગડે નહીં તેનું ધ્યાન રાખજો. મંગળને લીધે તમારા ફેમીલી મેમ્બર તમારી વાત માનશે નહીં. મંગળને શાંત રાખવા દરરોજ `તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 5, 6, 7, 9 છે.

Mars’ ongoing rule increases your impatience, making you prone to irritation and boredom with routine work. Differences with siblings or colleagues could arise. Finances could feel stretched. Avoid reacting angrily over small matters. You are advised to be protective of your relationships. Family members could resist your views. To calm Mars, pray the Tir Yasht daily.
Auspicious Dates: 5, 6, 7, 9


CANCER | કર્ક: ડ.હ.

04Cancerહાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મન શાંત રાખી અટકેલા કામોને ફરી ચાલુ કરવામાં કોઈપણ જાતની મુશ્કેલી નહીં આવે. નાની મુસાફરી કરવાના ભરપૂર ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી ફેમિલીની ડિમાન્ડ પૂરી કરતા ઘરનું વાતાવરણ આનંદિત રહેશે. નવા સંબંધો બનશે. કોઈ ખાસ વ્યક્તિ પર વિશ્વાસ મુકતા તે તમારો સાથ આપશે. મિત્રો અને સગાઓનો સાથ મલવાથી મનને શાંતિ મળશે. દરરોજ 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણજો.
શુકનવંતી તા. 5, 8, 9, 10 છે.

The Moon’s rule brings calm, helping you restart stalled work without difficulty. Opportunities for short journeys could arise. Fulfilling family needs keeps the home atmosphere cheerful. New relationships can develop. A trusted person could support you. Friends and relatives bring much comfort. Chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.

Auspicious Dates: 5, 8, 9, 10


LEO | સિંહ: મ.ટ.

05Leoઆજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો ઉતરતી સૂર્યની દિનદશા આજે એસિડિટી તથા આંખમાં બળતરા આપે તો ચિંતા કરતા નહીં. કાલથી મનને શાંતિ આપતા ચંદ્રની દિનદશા આવતા 50 દિવસમાં તમારા દરેક સપના પૂરા કરી આપશે. મનગમતી વ્યક્તિ મળવાના પૂરેપૂરા ચાન્સ છે.  નવા કામ કરી શકશો. તમારો સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ વધી જશે. આજે 96મુ નામ `યા રયોમંદ’ તથા કાલથી 34મુ નામ યા બેસ્તરના 101વાર ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 8, 11 છે.

You are advised to spend today peacefully, as the fading rule of the Sun could cause acidity or eye irritation. From tomorrow, the Moon’s favourable rule over a 50-day phase, supports your dreams, confidence and opportunities. A relationship could develop. New ventures look encouraging. Chant the 96th Name, ‘Ya Rayomand’, 101 times daily for today. Tomorrow onwards, chant the 34th Name, ‘Ya Beshtarna’, 101 times each.
Auspicious Dates: 6, 7, 8, 11


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo16મી સપ્ટેમ્બર સુધી તમારા મુશ્કેલીભર્યા કામો પણ સહેલાઈથી કરી શકશો. શુક્રની કૃપાથી મનની વાત જેને કહેવી હોય તેને કહી દેજો. તમારા રોજના કામ કરવામાં ખૂબ જ આનંદ આવશે. મનની શાંતિ વધુ રહેશે જેથી તમારા અધુરા રહેલા કામો પૂરા કરી શકશો. હાલમાં મદદગારને મદદ કરતા તે તમારા ખરાબ સમયમાં તમને મદદ કરશે. ઘરમાં મનગમતી વસ્તુ વસાવી શકશો. મિત્રોની સલાહથી તમે કામમાં ફાયદો મેળવી શકશો. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 6, 9, 10 છે.

Venus’ rule, till 16th September makes even challenging tasks much easier to manage. Venus supports honest expression, enjoyable routines and peace of mind, helping you complete unfinished work. Supporting others could earn you some help during your difficult times. Comforts at home increase. Advice from friends benefits your work. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 5, 6, 9, 10


LIBRA | તુલા: ર.ત.

07Libra

17મી ઓક્ટોબર સુધી શુક્રની દિનદશા ચાલશે. અપોઝિટ સેક્સ તરફ એટ્રેક્શન વધી જશે. લગ્ન કરેલા કપલની વચ્ચે પ્રેમ ખૂબ જ વધી જશે. શુક્રની કૃપાથી તમે જેટલો ખર્ચ કરશો તેની સામે આવકને મેળવી લેશો. તબિયતની અંદર સારો સુધારો થતો જશે. બીમારીમાંથી મુક્તિ મળશે. તમારા મનની વાતો કોઈ વિશ્વસનીય વ્યક્તિ સાથે શેર કરજો. નવા કામકાજ શરૂ કરવા માટે કોઈનો સાથ સહકાર મળી જશે. દરરોજ `બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 5, 8, 10, 11 છે.

Venus’ rule till 17th October, increases attraction, affection and harmony in relationships. Married couples could feel closer. Your income should help balance expenses. Health shows improvement and recovery from illness is indicated. Share personal concerns with someone trustworthy. Support could arrive for new ventures. Pray to Behram Yazad daily.
Auspicious Dates: 5, 8, 10, 11


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpioઆજનો દિવસ શાંતિમાં પસાર કરી લેજો. ઉતરતી રાહુની દિનદશા તમારા મનને ખૂબ જ અશાંતિમાં રખાવશે. આજે કોઈ બી વ્યક્તિ સાથે વાતચીત કરતા પહેલા દસ વાર વિચારજો. બાકી કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા તમામ દુઃખનું નિવારણ લાવવામાં મદદ કરશે. ધનની બાબતમાં ધીરે ધીરે સારા સારી થતી જશે. નવી મુલાકાત થતાં તમારા જરૂરી કામકાજ પુરા કરવામાં મુશ્કેલીઓ નહીં આવે. દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ અને કાલથી `બહેરામ યઝદ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

You are advised to stay peaceful today as Rahu’s fading rule could create mental unrest. Think carefully before speaking or reacting. Venus’ rule, starting tomorrow, for the next 70-day favourable phase, gradually eases all  difficulties and improves your finances. Helpful new connections can assist important work. Pray the Mah Bokhtar Nyaish today and tomorrow onwards, pray to Behram Yazad daily.
Auspicious Dates: 6, 7, 8, 9


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓક્ટોબર સુધીમાં રાહુ તમને ચારે બાજુથી પરેશાન કરી નાખશે. ઘરમાં રહેશો તો ફેમિલીવાલા ખોટી ડિમાન્ડ કરીને મગજને ફેરવી નાખશે. બહાર મિત્રો તમારાથી દૂર ભાગતા રહેશે. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. ગામ પરગામ જવાના વિચાર કરતા નહીં. નાણાકીય લેતી દેતી કરતા નહીં. તમારા પોતાના લોકો તમને દગો આપે તેવા હાલના ગ્રહો છે. રાહુને શાંત કરવા દરરોજ `મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 5, 6, 8, 10 છે.

Rahu’s rule till 6th October could create pressure from several directions. Family demands could feel exhausting. Friends could seem distant. Your health could need attention. Avoid unnecessary travel and financial dealings during this period. Be cautious about whom you trust. Speak thoughtfully and remain patient. To calm Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Auspicious Dates: 5, 6, 8, 10


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn24મી સપ્ટેમ્બર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે. તમારા કામ કરવામાં ખૂબ જ સારો સુધારો લાવીને રહેશો. નાણાકીય બાબતની અંદર નકામા ખર્ચ ઓછા કરી નાખશો. મગજની શાંતિ મેળવવા માટે શાંત વાતાવરણમાં જવાના ચાન્સ છે. ધનની કમી નહીં આવે. તમારા કામમાં કંઈ નવું પ્લાનીંગ કરતા આગળ જતા પોઝીટીવ રીઝલ્ટ મેળવી શકો છો. બીજાને મદદ કરીને તેમના આશીર્વાદ મેળવી લેશો. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 9, 10 છે.

Jupiter’s favourable rule, till 24th September, brings in much improvement in work and better control over unnecessary expenses. A peaceful environment could refresh your mind. Finances remain stable. New planning can produce positive future results. Helping others brings goodwill and blessings. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 6, 7, 9, 10


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓક્ટોબર સુધી ધર્મનું જ્ઞાન આપનાર ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ઘર અને ફેમિલીનો સાથ સારો મળશે. અચાનક ધનલાભ મળવાના ચાન્સ છે. જૂના રોકાયેલા નાણા પાછા મેળવવા માટે ખૂબ જ સારા દિવસો છે. કોઈના મદદગાર બની શકશો. તમે જો પ્રેમમાં હશો તો તમારા પાર્ટનર તરફથી સારી વાત જાણવા મળશે. ગામ પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. દરરોજ `સરોશ યશ્ત’ ભણવાથી ફાયદો થશે.
શુકનવંતી તા. 5, 8, 9, 10 છે.

Jupiter’s uplifting rule, till 25th October, brings in strong support from home and family. Unexpected financial gains could arise. This is a favourable period for recovering old dues. You could help someone meaningfully. Love relationships bring positive news. Messages from afar lift your spirits. Pray the Sarosh Yasht daily.
Auspicious Dates: 5, 8, 9, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

હાલમાં 26મી સુધીમાં શનિની દિનદશા તમારી તબિયતને અચાનક ખરાબ કરી શકે છે. નાની મોટી બીમારી આવવાના ચાન્સ છે. સગાઓ સાથેનો મન મેળાપ ઓછો થશે. ખોટા વિચારોથી ઘેરાયેલા રહેશો. દરેક બાબતમાં નેગેટિવ વિચાર આવતા રહેશે. શનિવારે કોઈને થોડું દાન અવશ્ય કરજો અથવા કોઈને જમાડજો. આજુબાજુવાળાઓ સાથે ખોટી માથાકુટમાં પડતા નહીં. બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ મોટી `હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Saturn’s rule, till 26th September, could affect health unexpectedly, with chances of illness or weakness. Harmony with relatives could reduce. Negative thoughts could lead to stress. Avoid arguments with people around you. Try and speak less when possible. Offer charity or feed someone on Saturdays. Pray the Moti Haptan Yasht daily.
Auspicious Dates: 6, 7, 10, 11

 

 

 

 

 

 

Leave a Reply

*