જાણીતા પારસી ઉદ્યોગપતિ અને પરોપકારી ડો. સાયરસ એસ. પૂનાવાલાને 5 ઓક્ટોબર, 2026ના રોજ પેરિસમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હોર્સરેસિંગ ઓથોરિટીઝની 60મી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પ્રતિષ્ઠિત આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રિબ્યુશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પુરસ્કારના ચેરમેન વિનફ્રિડ એન્ગલબે્રખ્ટ-બે્રસેસ દ્વારા પ્રિન્સેસ ઝહરા આગા ખાન અને ઘોડાદોડની દુનિયાની અનેક જાણીતી આંતરરાષ્ટ્રીય હસ્તીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. પૂનાવાલાને વૈશ્વિક ઘોડાદોડ અને ઉત્તમ નસ્લના ઘોડાઓના સંવર્ધન ક્ષેત્રે તેમના અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ હોર્સરેસિંગ ઓથોરિટીઝની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં એશિયાના પ્રતિનિધિ તરીકે તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રદેશની પ્રતિષ્ઠા વધારવામાં અને આ રમતના વિકાસને આગળ ધપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આરોગ્યસંભાળ અને રસીના વિકાસ ક્ષેત્રે તેમના અગ્રણી યોગદાન માટે પણ ડો. પૂનાવાલા જાણીતા છે. તેમને વર્ષ 2005માં પદ્મશ્રી અને વર્ષ 2022માં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આરોગ્યસંભાળ અને આંતરરાષ્ટ્રીય ઘોડાદોડ ક્ષેત્રે તેમની અસાધારણ સિદ્ધિઓ પારસી સમાજ તેમજ સમગ્ર ભારત માટે ગૌરવ અને ગર્વની બાબત છે.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
