પવિત્ર નવસારી પાક આતશ બહેરામની સાલગે્રહ 30મી સપ્ટેમ્બર, 2026ના રોજ ભક્તિ, ભાઈચારા અને ભવ્ય ગંભારની ઉજવણી સાથે મનાવવામાં આવી હતી. આ પ્રસંગે 2,200થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. જાણીતા સમાજસેવક અને ઉદ્યોગપતિ નોઝર સોલી મેહરજીએ આ સમગ્ર કાર્યક્રમ માટે ઉદારતાપૂર્વક પ્રાયોજકત્વ આપ્યું હતું. છેલ્લા અનેક દાયકાઓથી તેઓ અનેક ઝોરાસ્ટ્રિયન સામાજિક અને ધાર્મિક કાર્યોને સહયોગ આપી રહ્યા છે.
નવસારીના દોસીબાઈ કોટવાલ પારસી ઓર્ફનેજના પરિસરમાં સાંજે 5.00 વાગ્યે વાર્ષિક જશન યોજાયું હતું. વડા દસ્તુરજી કેકી રાવજીની અધ્યક્ષતામાં યોજાયેલા જશનમાં મોબેદ એરના. ફ્રેડી પાલીયા અને ફિરદોસ કરંજીયાએ પણ ભાગ લીધો હતો.
નવસારી, મુંબઈ, નારગોલ, સુરત, ચીખલી, બિલીમોરા અને વ્યારાથી આવેલા પારસી સમાજજનોની ઉપસ્થિતિએ આ પ્રસંગને વિશાળ સામૂહિક
મિલનનું સ્વરૂપ આપ્યું હતું અને સૌએ સાથે મળીને પ્રાર્થના તથા ભાઈચારાની ભાવના ઉજવી હતી.
જશન બાદ સાંજે 7.00 વાગ્યે ભવ્ય ગંભાર ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની વ્યવસ્થા અધિકૃત પારસી વાનગીઓ માટે જાણીતા સોનુ કસાડ દ્વારા કરવામાં આવી હતી. આ સાંજે અનેક પેઢીઓ એકસાથે આવી અને શ્રદ્ધા તથા પરંપરાની ઉષ્માભરી ઉજવણી કરી.
1765માં પ્રતિષ્ઠિત થયેલી નવસારી આતશ બહેરામની પવિત્ર અગ્નિજ્યોત ઝોરાસ્ટ્રિયન સમાજની અસાધારણ આધ્યાત્મિક વિરાસતનું પ્રતીક છે, જેને પેઢીઓથી ઝોરાસ્ટ્રિયનો શ્રદ્ધાપૂર્વક પૂજે છે.
મેહરજી માટે સતત બીજા વર્ષે જશન અને ગંભારનું પ્રાયોજકત્વ વ્યક્તિગત રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હતું, કારણ કે તેમની માતાનું મૂળ નવસારીના ધરમ-ની-ટેકરી સાથે જોડાયેલું હતું. તેઓ છેલ્લા 16 વર્ષથી સમાજના ગંભારોને સહયોગ આપી રહ્યા છે, જેમાં મુંબઈના ઓલબ્લેસ બાગ અને કામા બાગ ખાતે યોજાતા વાર્ષિક ંગભારોનો પણ સમાવેશ થાય છે.
તાજેતરમાં વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગનાઈઝેશન ઈન્ડિયાનાના પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા મેહરજી ઝોરાસ્ટ્રિયન સમાજના કલ્યાણ માટેની પોતાની લાંબા સમયની પ્રતિબદ્ધતા જાળવી રહ્યા છે.
આવા હેતુપૂર્ણ સેવાકાર્યો દ્વારા તેઓ એવી જગ્યાઓ અને પ્રસંગોને જાળવવામાં મદદ કરે છે જ્યાં શ્રદ્ધા, મિત્રતા અને ભાઈચારો વિકસે છે અને અમૂલ્ય પરંપરાઓ આવનારી પેઢીઓ સુધી જીવંત રહે.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
