નવસારીની સર કાવસજી જહાંગીર નવસારી જરથોસ્તી મદરેસાએ 6ઓકટોબર, 2026ના રોજ તેની 170મી વર્ષગાંઠની ઉજવણી કરી. આ પ્રસંગે સંસ્થાના શિક્ષણ, દાનવીરતા અને સામાજિક સેવા ક્ષેત્રે રહેલા અસાધારણ વારસાને બિરદાવવામાં આવ્યો.
1856માં પારસી છોકરાઓ અને છોકરીઓના શિક્ષણ માટે સ્થાપિત થયેલી આ ઐતિહાસિક સંસ્થાએ ઉચ્ચ શૈક્ષણિક ધોરણો દ્વારા વ્યાપક પ્રતિષ્ઠા મેળવી છે અને નવસારીના સાંસ્કૃતિક તથા શૈક્ષણિક વારસાનો અભિન્ન ભાગ બની છે.
આ સંસ્થાનો ગૌરવશાળી ઇતિહાસ નવસારીના જાણીતા પારસી ઉદ્યોગપતિ અને દાનવીર સર કાવસજી જહાંગીર રેડીમની સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. તેમણે 1863માં રૂ. 25,000નું ઉદાર દાન આપ્યું હતું, જેના માનમાં સંસ્થાનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું. સર કાવસજીનું સેવાકાર્ય નવસારી પૂરતું સીમિત નહોતું. તેમણે બોમ્બે યુનિવર્સિટી અને એલ્ફિન્સ્ટન કોલેજ સાથે સંકળાયેલી સંસ્થાઓ સહિત અનેક શૈક્ષણિક તથા સેવાભાવી સંસ્થાઓને સહાય કરી હતી. એડિનબરો યુનિવર્સિટીમાં થોમસ વૂલનર દ્વારા બનાવવામાં આવેલું તેમનું શિલ્પ તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિની સાક્ષી પૂરે છે.
છેલ્લાં 17 દાયકામાં આ મદરેસાએ હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે, જેમણે વિવિધ વ્યવસાયોમાં, જેમાં ભારતીય સશસ્ત્ર દળોમાં સેવા આપનારાઓનો પણ સમાવેશ થાય છે, નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે.
આજે પણ આ સહશિક્ષણ સંસ્થા પોતાની શૈક્ષણિક પરંપરાને આગળ ધપાવી રહી છે. ધોરણ 1થી 12 સુધી ગુજરાતી અને અંગે્રજી માધ્યમમાં શિક્ષણ આપતી આ સંસ્થામાં 1,200થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં પુસ્તકાલય, વિજ્ઞાન અને કમ્પ્યુટર પ્રયોગશાળાઓ, વ્યાયામશાળા તથા રમતનાં મેદાનો જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઐતિહાસિક મદરેસા હવે તેના 171મા વર્ષમાં પ્રવેશી રહી છે. તેના મહાન દાતાની દૂરંદેશી અને સેવાભાવને સાચી શ્રદ્ધાંજલિ એ જ હશે કે તેમની શિક્ષણની દૃષ્ટિ સતત વિકસતી રહે, યુવા મનને જ્ઞાનના પ્રકાશથી ઉજાળે અને આવનારી પેઢીઓ માટે નવસારીને વધુ સમૃદ્ધ બનાવે.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
