લોર્ડ કરણ બિલિમોરિયાના નેતૃત્વ હેઠળ 45 યુકે બિઝનેસ સ્કૂલોનું પ્રતિનિધિમંડળ નવી દિલ્હી પહોંચ્યું હતું. 14થી 16 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાયેલા બીજા ભારત-યુકે બિઝનેસ સ્કૂલ ડાયલોગ દ્વારા બંને દેશો વચ્ચેના શૈક્ષણિક અને સંસ્થાકીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા.
ચાર્ટર્ડ એસોસિયેશન ઓફ બિઝનેસ સ્કૂલ્સનાં ફ્લોરા હેમિલ્ટનની સંકલન હેઠળ યોજાયેલા આ સંવાદમાં શૈક્ષણિક ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી પ્રતિનિધિઓ, નિયમનકારી સંસ્થાઓ તથા ઉદ્યોગજગતના નિષ્ણાતોએ ભાગ લીધો હતો. 15 જુલાઈ, 2026થી યુકે-ભારત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ અમલમાં આવતાં આ સંવાદનું મહત્વ વધુ વધ્યું હતું.
ગાલા ડિનર દરમિયાન લોર્ડ બિલિમોરિયાએ ભારત-યુકે વિઝન 2035માં શિક્ષણની કેન્દ્રીય ભૂમિકા પર ભાર મૂક્યો હતો. તેમણે બંને દેશો વચ્ચેના લોકો-થી-લોકોના સંબંધોને ભાગીદારીની સુવર્ણ કડી ગણાવી અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા સક્ષમ પ્રતિભા વિકસાવવામાં બૌદ્ધિક સહયોગની વિશાળ સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો.
પ્રખ્યાત ઉદ્યોગસાહસિક, સાંસદ અને ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ યુરોપના પેટ્રન લોર્ડ બિલિમોરિયાએ કોબ્રા બીયર અને યુકે-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલની સ્થાપના કરી હતી. તેઓ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ યુકેના ચેરમેન પણ છે. અગાઉ તેમણે યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર અને કોન્ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી.
ડાયલોગમાં પ્રોફેસર સ્ટુઅર્ટ રોબિન્સન, શિવ શિવકુમાર, ડેપ્યુટી હાઈ કમિશનર બેન મેલર, ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને લિલી બી તથા ઇન્ફોસિસના પ્રતિનિધિ આશિષ તિવારી સહિતના વક્તાઓએ ભાગ લીધો હતો. ચર્ચામાં મેનેજમેન્ટ શિક્ષણ, જવાબદાર અને આંતરરાષ્ટ્રીય સંશોધન ભાગીદારી જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સમાપન બ્રિટિશ કાઉન્સિલ દ્વારા આયોજિત ફાયર-સાઇડ ચેટથી થયો હતો, જેમાં લોર્ડ બિલિમોરિયા, સ્પોટર્સ ઉદ્યોગસાહસિક સુહેલ ટંડન અને બ્રિટિશ કાઉન્સિલ ઇન્ડિયાના ક્નટ્રી ડિરેક્ટર એલિસન બેરેટ જોડાયા હતા. આ ચર્ચાએ ભારત-યુકે સહયોગમાં શિક્ષણની વધતી જતી ભૂમિકાને વધુ ઉજાગર કરી હતી.
- વડોદરા પારસી પંચાયત દ્વારા શિષ્યવૃત્તિ માટે અરજીઓ આમંત્રિત - 10 October2026
- નવસારી આતશ બહેરામની સાલગે્રહે 2,200થી વધુ લોકોને શ્રદ્ધા અને સ્નેહના બંધનમાં જોડ્યા - 10 October2026
- નવસારીએ ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેનને સન્માન આપ્યું - 10 October2026
