વડોદરા પારસી પંચાયત ચેરિટેબલ ફંડ દ્વારા સમગ્ર ભારતના પારસી અને ઈરાની ઝોરાસ્ટ્રિયન વિદ્યાર્થીઓ તથા રમતવીરો પાસેથી શ્રેષ્ઠતા બદલ આપવામાં આવતી શિષ્યવૃત્તિઓ અને પુરસ્કારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
સ્વર્ગસ્થ પ્રો. સોરાબ મંચેરશા વાડિયા શિષ્યવૃત્તિ હેઠળ 2025-26 દરમિયાન અંડરગે્રજ્યુએટ, પોસ્ટગે્રજ્યુએટ અથવા રિસર્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીને રૂ. 20,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવશે. વિદ્યાર્થીનો શૈક્ષણિક રેકોર્ડ ઉત્તમ હોવો જોઈએ અને અભ્યાસ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં થતો હોવો જોઈએ.
સ્વર્ગસ્થ ડો. રૂસ્તમ બી. કામા મેમોરિયલ શિષ્યવૃત્તિ હેઠળ મેડિકલ વિદ્યાર્થીને રૂ. 10,000 આપવામાં આવશે. સરકારી માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા બીજા અથવા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવશે.
આદી હકીમ, રૂસ્તમ ભમગરા અને જાલ બાપાસોલાની સ્મૃતિમાં સ્થાપિત ફર્સ્ટ પારસીસ વર્લ્ડ સાઇકલિસ્ટસ એવોડર્સ હેઠળ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમતગમત અને એડવેન્ચર સ્પોટર્સ ક્ષેત્રે શ્રેષ્ઠતા બદલ અનુક્રમે રૂ. 11,000ના બે પુરસ્કારો આપવામાં આવશે.
અરજદારો અલગ-અલગ ફોર્મ સેક્રેટરી પાસેથી તાાદફમજ્ઞમફફિઽલળફશહ.ભજ્ઞળ અથવા 0265-2793979 પર મેળવી શકે છે. ભરેલા ફોર્મ સાથે જરૂરી પ્રમાણપત્રો ઈ-મેઇલ દ્વારા નહીં, પરંતુ કુરિયર દ્વારા પંચાયત કાર્યાલયના સરનામે મોકલવાના રહેશે. બહેરામજી એન સીરવઈ પારસી ધરમશાળા, હીરાબાગ, ફત્તેહગંજ પી.ઓ. રોડ, વડોદરા 390002.
અરજીઓ 15મી નવેમ્બર, 2026 સુધીમાં પહોંચી જવી જરૂરી છે.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
