શોર્ટ ફિલ્મ મંતરા દ્વારા તેના 16 વર્ષના કલાત્મક પ્રવાસની ઉજવણી માટે આયોજિત 16મા ઓટીટી સિનેમા એવોર્ડસ ઈન્ડી ઓટીટી ફિલ્મ ફેસ્ટીવલનું આયોજન 20મી સપ્ટેમ્બર, 2026ના રોજ સુરતના પંકજ કાપડીયા કલ્ચરલ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
પ્રસિદ્ધ અભિનેતા-દિગ્દર્શક બોમન ઈરાનીને તેમની ફિલ્મ ધ મહેતા બોયસ માટે ડેબ્યુટ પીપલ્સ ચોઈસ ઓટીટી સિનેમા એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો. જ્યારે જાણીતા રંગભૂમિ, ટેલિવિઝન અને સંગીત દિગ્દર્શક રૂમી બારિયાને પરફોર્મિંગ આટર્સમાં તેમના લાંબા સમયના યોગદાન બદલ પ્રતિષ્ઠિત શ્રી પંકજ કાપડીયા ઈન્સપાઈરેશનલ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા.
ધ મહેતા બોયસ બોમન ઈરાનીની કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની, કારણ કે તેમાં તેમણે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરવાની સાથે મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી. ઓસ્કાર વિજેતા પટકથા લેખક એલેક્ઝાન્ડર ડિનેલારિસ સાથે સહલેખિત આ ફિલ્મ 48 કલાક દરમિયાન એક વિખૂટા પડી ગયેલા પિતા-પુત્રના સંબંધની વાત રજૂ કરે છે.
આ ફિલ્મે સિકાગો સાઉથ એશીયન ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો, જ્યારે ઈરાનીને ટોરેન્ટોસ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલ ઓફ સાઉથ એશીયામાં બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ આઈએફએફઆઈ ગોવામાં પણ રજૂ થઈ હતી અને ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ બરલીનનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.
રૂમી બારિયાએ ગુજરાતી અને હિન્દી મનોરંજન ક્ષેત્રે રંગભૂમિ દિગ્દર્શન, અભિનય, ટેલિવિઝન અને સંગીત સહિત વિવિધ ક્ષેત્રોમાં બહુમુખી કારકિર્દી બનાવી છે. તેઓ ગુજરાતી કમર્શિયલ તેમજ પ્રયોગાત્મક રંગભૂમિ સાથે ગાઢ રીતે સંકળાયેલા રહ્યા છે. તેમણે અનેક નાટકોનું દિગ્દર્શન કર્યું છે અને સ્ટેજ તથા પડદા પર વિવિધ ભૂમિકાઓ ભજવી છે.
બારિયાએ ગુજરાતી ફિલ્મ 3 ડોબાઃ 3 મીસ્ટેક ઓફ ગોડ (2016) માટે સંગીત દિગ્દર્શક તરીકે પણ સેવા આપી હતી. ઉપરાંત તેમણે રંગભૂમિના નિર્માણો માટે સંગીત રચનાઓ અને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કર્યા છે. 2021ની ફિલ્મ ચક્રમાં તેમણે સહાયક અભિનેતા તરીકે ભૂમિકા ભજવી હતી. મુસ્કુરાહટ સહિત વિવિધ સાંસ્કૃતિક અને કોલેજિયેટ ડ્રામા પ્લેટફોર્મ દ્વારા તેમણે ઉભરતી પ્રતિભાઓને માર્ગદર્શન પણ આપ્યું છે. આ બંને સન્માનોએ પારસી સમુદાય માટે આ સાંજને વિશેષ યાદગાર બનાવી, કારણ કે સમુદાયના બે પ્રતિભાશાળી કલાકારોની સતત સિદ્ધિઓનું ગૌરવપૂર્વક સન્માન થયું.
- દિવાળી અને ઝોરાસ્ટ્રિયન ધર્મ સદગુણના પ્રકાશથી જોડાયેલી બે પરંપરાઓ - 7 November2026
- રંગોળી, તોરણ અને ચોક અને હિન્દુ ઘરોની એકસરખી ઉત્સવભરી પરંપરા - 7 November2026
- નવસારીની અખિલ પારસી ઇન્ડોર સ્પોટર્સ સ્પર્ધામાં પ્રતિભા અને મિત્રતાની ઉજવણી - 7 November2026
