મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
આ વરસમાં મંગળની સ્થિતિ ખુબ સારી છે તેથી વરસની અંદર તમને કોઈપણ વસ્તુ સહેલાઈથી નહીં મળે. 7મી માર્ચ સુધી ઘરવાળાની ચિંતા સતાવશે. ધન મેળવવામાં મુશ્કેલી નહીં આવે. ધન આવવાની સાથે ખર્ચનું લીસ્ટ પણ તૈયાર થઈ જશે. આ વરસની અંદર પ્રમોશન મળવાના ચાન્સ છે. ભાગીદારીમાંથી છૂટા પડવાના યોગ છે. ગામ-પરગામ જવાથી ફાયદામાં રહેશો. જમીનના કામ કરવાથી ફાયદો થશે. સરકારી કામમાં 14મી એપ્રિલ, 2019 થી તા. 16મી મે 2019 સુધી સફળતા નહીં મળે. આ વરસની અંદર લગ્ન થવાના ચાન્સ છે. મિત્રોથી લાભ મળશે. વડીલવર્ગની તબિયત પર ધ્યાન આપજો. આખુ વરસ નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતા માહ: 2, 4, 5, 7, 8, 10 છે.
Mars’ presence this year will prove beneficial but things might not come to you as easily. Till 7th March, family members could be a cause of concern. Your list of expenses will come alongside incoming finances. A promotion is possible this year. Business partnerships could break. Travel, nationally and globally, will be profitable. Business related to land and property will also reap profits. From 14th April to 16th May, 2019, Government-related work might prove unsuccessful. Marriage is on the cards this year. Friends will bring you advantage. Pray ‘Maha Bakhtar Niyaish’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 4, 5, 7, 8, 10
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
આ વરસે તમે શનિની નાની પનોતીમાં પસાર થશો. માનસિક રીતે ખુબ પરેશાન રહેશો પરંતુ ગુરૂની સ્થિતિ સારી હોવાથી ધન લાભ થતો રહેશે. લાંબા સમય માટે શેર માર્કેટ કે મ્યુચ્અલ ફંડમાં ઈનવેસ્ટ કરવાથી ફાયદામાં રહેશો. 16મી મેથી 14મી જૂન 2019માં કામમાં મુશ્કેલીઓ નહીં આવે તથા 25મી માર્ચ થી 15મી મે, 2019 સુધી પ્રમોશન કે ધનલાભ મળવાના ચાન્સ છે. કોઈપર પણ વિશ્ર્વાસ મૂકતા નહીં. નવું ઘર લેવાનો વિચાર કરતા નહીં. રીનોવેશન કરાવશો તો ધારેલા કરતા ડબલ ખર્ચ થઈ જશે. તબિયતમાં સારા સારી નહીં રહે. વિદેશ જવાના ચાન્સ છે. લગ્ન કરનાર માટે ચાન્સ ઓછા છે. શનિની નાની પનોતીના લીધે કામ બધાજ થશે પરંતુ તકલીફ આપીને થશે. નમોટી હપ્તન યશ્તથ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી પારસી માહ: 2, 4, 5, 7, 9, 11 છે.
This year, Saturn’s rule could affect you mentally, but Jupiter’s strong influence will maintain the continuity of incoming wealth. For long term investments, Mutual Fund and Shares will prove beneficial. From 16th May to 14th June, 2019, all will go smoothly at work. Avoid confiding in people or disclose your plans and trusting. Avoid buying a new house or any current renovation as you could end up paying double. Your health will need attention. Travel abroad is indicated. Children will foster peace. Chances of marriage are little. Though all your work will get completed, Saturn’s rule will cause temporary obstacles in your path. Pray ‘Moti Haptan Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 4, 5, 7, 9, 11
GEMINI | મિથુન: ક.છ.ઘ.
આ વરસમાં ધન તો મળતું રહેશે પણ ફેમિલી મેમ્બર પાછળ ખર્ચ પણ થશે. ઘરવાળાઓ તરફથી સુખ સારૂ મળશે. બાળકો તરફથી પરેશાની ઓછી થશે. 14મી જૂનથી 15મી જુલાઈ, 2019ની વચ્ચે તબિયતમાં સારા સારી નહીં રહે. નાણાકીય લેતી દેતીથી પરેશાન થશો. વાહન સંભાળીને ચલાવજો. નવું વાહન ડિસેમ્બર પછી ખરીદી શકશો. ભાગીદારીમાં કોઈપણ કામ કરતા નહીં. લગ્ન કરવા માગતા હો તો કરી શકશો. અપોઝીટ સેકસ તરફથી સાથ સહકાર મળી જશે. આ વરસમાં નઅરદવીસુર આવા યશ્તથ ભણજો.
શુકનવંતી માહ: 2, 4, 5, 6, 8, 10, 12 છે.
You will have financial inflow but spending on family members is indicated. Family will bring you happiness and children will be lesser problematic. From 14 June to 15 July, 2019, finances will cause a concern. Refrain from borrowing/lending money. Be careful while driving. Purchase new vehicle preferably after December 2018. Avoid partnerships in business. Marriage is on the cards. Opposite gender will be supportive. Pray ‘Avan Ardevishur Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 4, 5, 6, 8, 10, 12
CANCER | કર્ક: ડ.હ.
આ વરસમાં માર્ચની 7મી સુધી રાહુ તમારી રાશિમાં રહેશે તેથી ધારેલું કોઈ કામ સમય પર નહીં થાય. માર્ચ સુધી નાણાકીય મુશ્કેલીઓ આવતી રહેશે. ઘરનું વાતાવરણ સારૂં નહીં રહે. ખોટા વિચારોથી પરેશાન થશો. માર્ચ બાદ તમને મનગમતો જીવનસાથી મળી જશે. કોઈપણ કામ ભાગીદારીમાં નહીં કરતા. નોકરી કરતી વ્યક્તિ માટે વરસ સારૂં જશે. પ્રમોશન મળવાના ચાન્સ છે. આ વરસમાં વાહન ખરીદી કરી શકશો. તબિયત આ વરસમાં સારા સારી રહેશે. મિત્રોથી લાભ મળતા રહેશે. શેર સટ્ટામાં ઈનવેસ્ટમેન્ટ કરતા નહી. વરસના અંતમાં નાણાકીય ફાયદા મળીને રહેશે. આખા વરસમાં નમહાબોખ્તાર નીઆએશથ ભણજો.
શુકનવંતી માહ: 2, 4, 5, 7, 9, 11 છે.
Upto 7th March, 2019 Rahu’s rule will cause you delays in most things. Financial constraints will be there and the home-atmosphere could be disturbing. Post March 2019, you will find your ideal life-partner. Avoid any kind of work partnerships. A good year for employees, with good chance of a promotion. You will purchase a new vehicle. Health will be good. Friends will bring you good opportunities. Avoid investing in the share market. The year-end will bring you financial gain. Pray ‘Maha Bakhtar Niyaish’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 4, 5, 7, 9, 11
LEO | સિંહ: મ.ટ.
આ વરસમાં તમારા મગજને સ્થિર રાખી શકશો. ઓપોજીટ સેકસ પર આંધળો વિશ્ર્વાસ મુકતા નહીં. ખર્ચનું પ્રમાણ વધી જશે. નવેમ્બર સુધી તબિયતનું ધ્યાન રાખજો. લગ્ન કરવા માગતા હશો તો અ વરસે થઈ જશે. રોજબરોજના કામમાં મુશ્કેલી નહીં આવે. 13મી ઓગસ્ટ થી 5મી સપટેમ્બર 2019 સુધી વડીલવર્ગની ચિંતા પરેશાન કરશે. દસ્તાવેજી તથા કોર્ટ કચેરીના કામ સમજી વિચારીને કરજો. આ વરસમાં કોઈનો કર્જો હશે તો તે ઉતારી નાખશો. આ વરસમાં પત્ની-પત્ની વચ્ચે મતભેદ ઓછા થશે. ગામ પરગામ જવાનું આ વરસે નહીં થાય. આ વરસમાં નસરોશ યશ્તથ ભણજો.
શુકનવંતી માહ: 4, 6, 8, 10, 12 છે.
This year you will be calm mentally. Do not blindly trust the opposite gender. Expenses could be on the rise. You are advised to take care of your health upto November 2018. Marriage is on the cards for those seeking to settle down. From 13th August to 5th September, your parents could cause concern. Ensure to pay extra attention to all Government or legal related issues. You will be able to repay your debts. Spousal relationship will be lesser argumentative. Traveling is not indicated. Pray ‘Srosh Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 4, 6, 8, 10, 12
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આ વરસમાં તમે શનિની નાની પનોતીમાંથી પરેશાન થઈ રહ્યા છો. કોઈ બાબતનો ડર હશે તો તે આ વરસમાં નીકળી જશે. મુશ્કેલીના સમયે નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. લગ્ન કરવા માટે આ વરસ સારૂ નથી પરંતુ વર્ષના અંતમાં લગ્ન કરી શકશો. પોતાના ધંધામાં ધ્યાન આપજો. કોઈની સલાહ લઈને આગળ વધજો. શારિરીક બાબતમાં વધુ પરેશાન નહીં થાવ. નોકરી ધંધામાં થોડી મુશ્કેલીઓ છે. હિસાબી કામ સારી રીતે કરી શકશો. ભાઈ-બહેનોને તમારા સાથની જરૂર પડશે. શનિના નિવારણ માટે નમોટી હપ્તન યશ્તથ આખું વરસ ભણજો.
શુકનવંતી માહ: 1, 2, 5, 7, 8, 10, 12 છે.
This year Saturn’s rule will help you get rid of any fears. You will receive anonymous financial help when in need. Those seeking to get married are advised to hold on till the end of the year. Pay attention to your business and be open to taking advise before going ahead. Health will be good. Your siblings will need your support. Pray ‘Moti Haptan Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 1, 2, 5, 7, 8, 10, 12
LIBRA | તુલા: ર.ત.
આ વરસ સારૂં જશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરી શકશો. આ વરસે વાહન તો ખરીદી કરી શકશો પણ થોડી મહેનત કરવાથી નવું ઘર પણ ખરીદી શકો છો. વડીલવર્ગની તબિયતની સંભાળ રાખજો. અપોજીટ સેકસ પાછળ વધુ ખર્ચ કરવો પડશે અને ખર્ચ કર્યા પછી તમારી કદર નહીં થાય. નાણાકીય બાબતની કમી નહીં થાય. સોનામાં ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. તબિયતમાં સારા સારી રહેશે. આ વરસમાં લગ્ન કરવા માંગતા હશો તો તમારી પસંદગીની વ્યક્તિ સાથે થઈ જશે. આ વરસમાં સારૂં કમાવી શકશો. બાળકો પર ધ્યાન અવશ્ય આપજો. આખુ વરસ મહેર નીઆએશ ભણજો.
શુકનવંતા પારસી માહ: 1, 3, 4, 6, 7, 8, 10, 11 છે.
This is a good year for you. Travel is indicated. You will be able to purchase not just a new vehicle, but with a little extra effort, even a new house. Take care of your elders’ health. You might need to spend on the opposite gender, but unfortunately, even that will not be valued. Financially you will be good. You are strongly advised to invest in gold. Health will be good. You could get married to the person of your choice. This year, you will be able to earn well. Pay attention to your children. Pray ‘Meher Nyaish’ round the year.
Lucky Months As Per Parsi Calender: 1, 3, 4, 6, 7, 8, 10, 11
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
આ વરસમાં તમે સાડાસાતીના 3જા ચરણમાંથી પસાર થઈ રહ્યા છો. તેથી આખું વરસ ચિંતા કરવા જેવું નથી. જે ગુમાવેલ છે તેને પાછું મેળવવા ભાગદોડ કરવી પડશે. ગુરૂને કારણે દુઆઓ મળતી રહેશે. નવેમ્બર 6ઠ્ઠી સુધી જે કામ કરતા હશો તેમાં સફળતા મળશે. તબિયત ખરાબ થવાના ચાન્સ છે તો તબિયતની ખાસ સંભાળ લેજો. લગ્ન થયેલા વ્યક્તિઓ માટે સંસારનું સુખ સારૂં છે. તેમજ લગ્ન કરનાર વ્યક્તિના લગ્ન આ વરસે થઈ જશે. ઘરની વ્યક્તિઓમાં મતભેદ થતા રહેશે. 16મી સપ્ટેમ્બર થી 9મી ઓકટોબર, 2018 સુધી ફેમિલીની ખૂબ ચિંતા થશે. પણ મિત્રો સાથે વધુ સારા સારી રહેશે. સ્ત્રીઓ તબિયતની ખાસ સંભાળ રાખે. તમારે ગામ પરગામ જવામાં થોડી તકલીફ આવશે. આ વરસમાં શનિની પનોતી ઓછી કરવા નમોટી હપ્તન યશ્તથ ભણજો.
શુકનવંતા પારસી માહ: 2, 3, 6, 7, 8, 9, 10 છે.
This year, you will be passing the third ‘saade-saati’ stage, so you don’t need to worry all through the year. You will be able to retrieve what you may have lost, with a bit of effort. Up to 6th November, 2018 you will be successful in your ventures. Take good care of your health. Marriage is on the cards for those seeking to get married. There could be arguments between family members. From 16th September to 6th October, family could cause concern. Women need to be especially careful about health. Travel is indicated. Pray ‘Moti Haptan Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 3, 6, 7, 8, 9, 10
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
તમે શનિની સાડાસાતીના બીજા તબકકામાંથી પસાર થઈ રહ્યા છો. બેચેની વધુ રહેશે. કામ સમયસર પૂરા નહીં કરી શકો. મગજ પરનો બોજો વધી જશે. તમારૂં સાચું બોલેલું બીજાને તકલીફ આપશે. નાણાકીય બાબતમાં ગુરૂ તમને નાના નાના લાભો આપતો જશે. આ વરસે તમારા વિદેશમાં જવાના ચાન્સ છે. કુટુંબ સાથે સાધારણ મેળ-મિલાપ રહેશે. આ વરસમાં જેટલા ઓછા મિત્રો રાખશો તેટલા શાંતિથી રહેશો. સરકારી કામમાં ધ્યાન આપજો. નવા કામો શોધવાની જગ્યાએ જૂના કામ પર વધુ ધ્યાન આપજો. આ વરસમાં લગ્ન થવાના ચાન્સ છે. આ વરસમાં નમોટી હપ્તન યશ્તથ સાથે નમહેર નીઆએશથ પણ ભણજો.
શુકનવંતા પારસી માહ: 1, 2, 4, 5, 7, 9, 12 છે.
Since you are passing through the second ‘saade-saati’ stage, you will feel restless and will not be able to complete your work on time. The truth you speak could hurt others. Financially, you will be blessed with small profits, thanks to Jupiter. Travel abroad indicated. Your relations with the family will be normal. The lesser friends you keep this year, the more at peace you will be. Pay attention to Government related work. Focus on the task at hand as opposed to taking on new jobs. This year holds chances of marriage for you. Pray ‘Moti Haptan Yasht’ and ‘Meher Nyaish’ round the year.
Lucky Months As Per Parsi Calender: 1, 2, 4, 5, 7, 9, 12
CAPRICORN | મકર: ખ.જ.
તમે સાડાસાતીના પહેલા તબકકામાંથી પસાર થઈ રહ્યા છો. તા. 10મી નવેમ્બર 2018 પછી તમારે પાંચ વરસ બાકી રહેશે. આ વરસની અંદર ગુરૂ અને મંગળનું બળ સારૂં હોવાથી તમે જમીન, શેર માર્કેટના કામમાં ઈનવેસ્ટ કરવાથી વધુ ફાયદામાં રહેશો. તમારા માથાનો બોજો ઓછો કરવા ધર્મનો માર્ગ અપનાવશો. આ વરસમાં તમને નાણાકીય મુશ્કેલી નહીં આવે. કામકાજમાં ફાયદા મળતા રહેશે. શનિને કારણે તબિયતની ખાસ સંભાળ રાખજો. ગામ પરગામ જવાના ચાન્સ મળતા રહેશે. અપોજીટ સેકસનો સાથ સહકાર નહીં મળે. વડીલવર્ગની તબિયતની ખાસ કાળજી રાખજો. ફાયદા મળતા રહેશે. ધર્મ-ચેરીટીનું કામ અવશ્ય કરજો. આ વરસમાં નમોટી હપ્તન યશ્તથ અવશ્ય ભણજો.
શુકનવંતા પારસી માહ 2, 3, 5, 6, 8, 12 છે.
You are passing through Saturn’s first ‘saade-saati’ stage, and will have to endure the phase for five years post 10 November, 2018. With strong influence from Jupiter and Mars, you will profit from investing in land and the share market, this year. Indulge in religious activities to reduce mental stress. This year finances will not pose constraints. Travel is indicated. The opposite gender will not seem supportive. Take special care of elders’ health. You will continue to get profits. Ensure to participate in religious and charitable work. Pray ‘Moti Haptan Yasht’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 3, 5, 6, 8, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
આ વરસમાં તમને જોઈતી ચીજ વસ્તુના લાભ નવેમ્બર બાદ મળતા રહેશે. મિત્રો તરફથી લાભ મેળવી શકશો. તમારા માથા પર કરજદારીનો બોજો હશે તો તે ઉતરી જશે. લગ્ન કરેલ સ્ત્રીઓને ધણી તરફથી સાથ સહકાર નહીં મળે. તબિયતથી પરેશાન થશો. જે લોકો ધંધો કરતા હશે તેઓને ફાયદો થશે અને નોકરી કરનાર વ્યક્તિને પણ પ્રમોશન સાથે ધનલાભ મળતા રહેશે. ગામ-પરગામ જવાથી મનને શાંતિ મળશે. નવા કામ કરી શકશો. મનગમતો જીવનસાથી મળી જશે. આ વરસમાં નવું ઘર કે વાહન નહીં ખરીદી શકો. નવેમ્બર પછી ખર્ચ પર કાબુ મેળવી શકશો. નવા મિત્રોથી ફાયદો થઈ જશે. બીજાના મદદગાર થઈ શકશો. આ વરસમાં નબહેરામ યઝદથની આરાધના કરજો.
શુકનવંતા પારસી માહ 2, 4, 5, 6, 8, 11, 12 છે.
You will get the benefits of your desired objects post November. You will be relived of any debts. Married women might not get their husbands’ support. Health may not be good. Business owners will get profits and employees will get promotions and increase in income. Travel will bring peace. You could find the life-partner of your choice. Avoid buying a new vehicle or property this year. New friends will prove advantageous. You will prove helpful to others too.
Pray ‘Behram Yazad’ round the year.
Lucky Months As Per Parsi Calender: 2, 4, 5, 6, 8, 11, 12
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આ વરસમાં જૂના મિત્રો સાથે મતભેદ પડતા વાર નહીં લાગે. તમેના તરફથી દગો ફટકો થવાના ચાન્સ છે. આ વરસમાં બાળકોની ચિંતા વધુ રહેશે. તેમની સાથે મતભેદ થતા રહેશે. આ વરસમાં તમારા લગ્ન થવાના ચાન્સ છે. વડીલવર્ગની ચિંતા આ વરસે નહીં સતાવે. નવું ઘર લેવાના ચાન્સ છે. જૂના ઈનવેસ્ટમેન્ટથી ફાયદો થશે. દરરોજના કામો પૂરા કરજો. નવો જોબ કરવા માંગતા હશો તો મળી જશે નવા કામમાં ફાયદો મળશે ચેરીટી અવશ્ય કરજો. આખુ વરસ ચિંતા કરવાનો સમય નહીં આવે. આ વરસમાં ભાગીદારીમાં કામ કરવાથી ફાયદામાં રહેશો. આ વરસમાં નમહેર નીઆએશથ ભણવાથી સુખ શાંતિ વધુ મેળવી શકશો.
શુકનવંતા પારસી માહ 1, 4, 6, 7, 10, 11, 12 છે.
This year could bring in misunderstandings between friends – beware of being betrayed and suffering losses on their account. Children could cause concern and there could be arguments with them. Marriage is on the cards. You could purchase a new house. Old investments will prove profitable. Complete your daily chores on time. You will be able to find new jobs. Indulge in charity. Partnerships will prove beneficial. Pray ‘Meher Nyaish’ round the year.
Lucky Months As Per Parsi Calender: 1, 4, 6, 7, 10, 11, 12
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024