વિસ્પા હુમતા

આપણે આપણી દૈનિક પ્રાર્થનાઓ ક્રમમાં વિગતવાર નજર કરીએ, તો આપણે મદદ કરી શકતા નથી પરંતુ તે પ્રાર્થઓનો ચોકકસ એક તર્ક છે. ચાલો આની તપાસ કરીએ.આપણે પહેલા આપણી કસ્તી કરીએ છીએ, જે આપણા આધ્યાત્મિક શરીરને શુદ્ધ કરે છે. તે પછી, આપણે સરોશ બાજ કરીએ છીએ, જે આપણા શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે અથવા જેને આપણે […]

દેવલાલી અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી

દેવલાલીની બાઈ રતનબાઈ જમશેદજી એદલજી ચીનોઈ અગિયારીની 103જી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સાંજે 5.00 કલાકે કરવામાં આવી હતી. 16 વર્ષના એરવદ રૂઈન્ટન મહેન્તી સાથે તેમના પિતા એરવદ નોઝર (અગિયારીના પંથકી), એરવદ ફ્રેડી દસ્તુર અને એરવદ નવરોઝ મીનોચહેરહોમજી આ ચાર લોકો દ્વારા જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. એરવદ દારાયસ કાત્રક (ગેસ્ટ […]

80 વર્ષની વયે 10 કિલોમીટર ઘોડસવારી કરતા નોશીર હોમાવાલા

વડવા ગામની સીમમાં ભરૂચ જિલ્લામાં કયાંય જોવા ન મળે તેવું હોર્સફાર્મ ગામની મુલાકાતે આવનાર લોકોની નજરે ચડે છે. મૂળ રહિયાદ ખાતે રહેતા પારસી પરીવારના નોશીર મીનોચેર હોમાવાલા આજે 80 વર્ષની ઉંમરે પણ ઘોડાઓનો શોખ ધરાવે છે. વડવા ગામ તરફ જવાના માર્ગમાં એક તરફ અઢી એકર જમીનમાં ઉભું કરેલું વિશાળ હોર્સફાર્મ અને બીજી તરફ આંખે ઉડી […]

નવસારી આતશબહેરામની 254મી સાલગ્રેહની ભવ્ય ઉજવણી

નવસારીના પાક આતશબહેરામના આતશ પાદશાહની 254મી સાલગ્રેહ નિમિત્તે સવારે 9.30 કલાકે વડા દસ્તુરજી મહેરજી રાણા સાથે એરવદ હોમી આંટયા, એરવદ ફ્રેડી પાલ્યા, ટ્રસ્ટી અને સેક્રેટરી એરવદ ખુરશેદ હોમી દેસાઈ અને બીજા વીસ દસ્તુરો મળી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી. માચીની ક્રિયા સવારે 7.00 કલાકે કરવામાં આવી હતી. લગભગ 200થી વધુ લોકોએ સાલગ્રેહમાં હાજરી આપી હતી. […]

દશેરામાં શમી પૂજનનું મહત્વ

રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો […]

કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તેણી પોતાના ઓરડામાં જઈ બેઠી અને એક દુખ્યારી સ્ત્રીનો અવતાર ધરી એક આખુ વર્ષ પોતાના યારના મરણને માટે શોક અને રૂદનમાં કાઢયું. તે મુદત ગુજરવા બાદ મહેલની વચ્ચોવચમાં એક કબરસ્તાન બાંધવાની મારી રજા માગી કે તેમાં તેના બાકીના દીવસો ગુજારે. મે તેણીની અરજ પણ ના પાડી નહીં. તેણીએ ત્યાં એક ભપકાદાર મહેલ બાંધ્યો તેની ઉપર […]