મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

27મી જાન્યુઆરી, 2020 માં, પાકિસ્તાન સ્થિત પરોપકારી અને કરાચીના પ્રથમ ચૂંટાયેલા મેયર જમશેદ નશરવાનજી (1379-1952) ની 134મી જન્મજયંતિ નિમિત્તે કરાચી થિયોસોફિકલ સોસાયટીએ જમશેદ મેમોરિયલ હોલના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક મેળાવડાનું આયોજન કર્યુ હતું. મેયર તરીકે નશરવાનજીની પરોપકાર અને આર્કિટેક્ટ તરીકેની તેમની વિવિધ સિદ્ધિઓની અને વિકાસલક્ષી યોગદાનથી તેમને મેકર ઓફ મોર્ડન કરાંચીનું બિરૂદ મળ્યું હતું. […]

બીપીપી દ્વારા ડુંગરવાડીનું પુન:સ્થાપન

સમુદાયના સભ્યોને એ જાણીને આનંદ થશે કે, તાત્કાલિક નવીનીકરણ માટે આપણી સૌથી પવિત્ર ડુંગરવાડીની જરૂરિયાતનું બીપીપીએ ગંભીરતા અને ખંતપૂર્વક ધ્યાન આપ્યું છે. આપણા સમુદાયના સભ્યોના ઉદાર પ્રતિસાદ બદલ આભાર, જેમણે આ ભવ્યના સંપૂર્ણ નવીકરણ માટે ફાળો આપ્યો, ત્રણસો વર્ષ જુની સ્થાપના જે આપણા વહાલા મૃતકોને અંતિમ વિશ્રામ અને સ્થાન આપવા ઉપરાંત સમુદાયના સભ્યોને સાંત્વના અને […]

સુરતના પારસી રંગભૂમિના જીવનદાતા યઝદી કરંજિયાને પદ્મશ્રી, નાટકમાંથી મળતી આવક સામાજિક કામ માટે દાનમાં આપે છે

સુરતના યઝદી કરંજિયાને ભારત સરકારે પ્રજાસતાક દિનની પૂર્વ સંધ્યાએ ‘પદ્મશ્રી’ના ઈલ્કાબથી નવાજ્યા છે. દેશનું આ ચોથા ક્રમનું સર્વોચ્ચ સન્માન છે. યઝદીભાઈએ પારસી નાટકો દ્વારા કરેલી સમાજ સેવા તેના કેન્દ્રમાં છે. તેમણે ‘યઝદી કરંજિયા ગ્રુપ’ દ્વારા સાંઠથી વધુ વર્ષોથી હાસ્ય નાટકો કર્યા છે, જેની રજૂઆત સુરત, ગુજરાત, દેશ અને દુનિયાના અનેક ભાગોમાં થઇ છે. 1937માં વલસાડમાં […]

‘વેલેન્ટાઈન ડે’ની ગીફટ!

રૂસી અને એમી બન્ને અંધેરીની એક પારસી કોલોનીમાં રહેતા હતા. તે બન્નેના લગ્નને 5 વર્ષ જેટલા થઈ ચુકયા હતા. અંધેરીની પારસી કોલોનીમાં બન્ને એકલાજ રહેતા હતા જ્યારે રૂસીના મંમી નાજુ ખુશરૂબાગમાં એકલા જ રહેતા હતા. રૂસી તેની મમ્મીને અઠવાડિયે એક ફોન કરી લેતો હતો. અને મહિને દિવસે તે કોઈવાર તે બન્ને તેમને મળવા પણ જઈ […]

ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે છતાં ખલીફે કહ્યું કે ‘હું તને ફરમાવું છું કે તું બારણું ઠોક!’ ખલીફના આ લગાર સખત હુકમથી આખરે વડા વજીર જાફરે બારણું ઠોકયું. ત્રણે બાનુએ નાચવાનું થોભાવી સફીયએ બારણું ઉઘાડયું અને તેણીના હાથમાં બત્તી હતી તેની રોશનીથી વજીરે જોયું કે તે એક સુંદર બાનુ હતી. આ જગ્યાએ તે વજીરે પોતાની ચતુરાઈ અચ્છી રીતે વાપરી. […]

પીડા અને પ્રાર્થના

બીજા જ દિવસે, હું મારા સ્કુલના રીયુનીયનમાં જોડાઈ. સાંજ થતા એકે નોટીસ કર્યુ કે આપણામાંના દરેક ખુરશી પરથી ઉભા થઈ ચાલતી વખતે ડગમગાવતા હતા. ખુરશી પરથી ઉભા થતા લગભગ બધાના જ મોઢામાંથી આઉચ જેવો શબ્દ નીકળતો હતો. અમે બધા આ નિરીક્ષણની ચોકસાઈથી હસી પડ્યા. એક ઉમર પછી શરીર ખરાબ થવાનું શરૂ થાય છે. આપણા એવા […]