મહેલો, મંદીરો, મસ્જીદો, જાહેર મકાનો તથા બજારો એ સંધાને પાયમાલ કરી નાખી ત્યાં એક સરોવર ઉત્પન્ન કરી મેલ્યું છે. અને તમે જોયું હશે કે આ દેાને એક બિયાબાન જંગલ કરી નાખ્યું છે. તમે તે તળાવમાં જે ચાર જુદા જુદા રંગના માછલા જોયા તે ચાર જુદા જુદા ધર્મ પાળનારા લોકોની પ્રજા હતી તે પ્રજામાંથી મુસલમાન લોકોને […]
Tag: Arabian Nights
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
આ ભાષણ કરતા વારંવાર તે રડતી અને ડચકાં ખાતી હતી તે જોઈ મારેથી વધારે વાર ખમાયું નહીં તેથી હું તેની આગળ ગયો અને બોલ્યો કે ‘બાનુ! હવે તમે પુષ્કળ રડયા છો. હવે જે દુ:ખના રૂદન કરવાથી તમે તમારો મરતબો મારી સાથે શી રીતે જાળવી રાખવો તે બીલકુલ ભુલી જાવો છો!’ તેણીએ જવાબ દીધો જે ‘સાહેબ! […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તેણી પોતાના ઓરડામાં જઈ બેઠી અને એક દુખ્યારી સ્ત્રીનો અવતાર ધરી એક આખુ વર્ષ પોતાના યારના મરણને માટે શોક અને રૂદનમાં કાઢયું. તે મુદત ગુજરવા બાદ મહેલની વચ્ચોવચમાં એક કબરસ્તાન બાંધવાની મારી રજા માગી કે તેમાં તેના બાકીના દીવસો ગુજારે. મે તેણીની અરજ પણ ના પાડી નહીં. તેણીએ ત્યાં એક ભપકાદાર મહેલ બાંધ્યો તેની ઉપર […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
પછી મારી રાણી બોલતી બંધ થઈ. તે તથા તેનો યાર તે વન માહેલી પગથીને નાકે આવી પહોંચ્યા અને બીજી પગથી પર ચાલવા જતા મારી પાસે થઈને ચાલ્યા. મે મારી તલવાર ખેંચી રાખી હતી તે પેલો માણસ જેવો મારી અડોઅડથી ચાલ્યો કે તેની ગરદન પર મારી તેવોજ તે જમીનદોસ્ત થયો. હું ધારૂ છું કે મે તેને […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે. આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ […]
કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા
તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ […]
એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી
વજીરના ઉપર તેનો પૂરતો ઈતબાર હોવાથી પાદશાહે તેની હકીકત ખરી માની વધુ શોધખોળ કીધી નહી. સારા ભાગ્યે શાહજાદાને પાધરો રસ્તો જડ્યો, તેથી પોતાનો મકાન તે સલામત જઈ પહોંચ્યો અને તે વજીરની ગફલતીથી તેની ઉપર જે જફા આવી પડી હતી તેનો ટુલોટવિલ હેવાલ પોતાના બાપ આગળ કહી સંભળાવ્યો. તે પાદશાહે પોતાના વજીર ઉપર એટલો તો રીસે […]
પોપટને ઠાર માર્યો!
એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર […]
ભરથાર તથા પોપટની વાર્તા
હું તને બીજુ એ કહુ છું કે તેણે મને જે સદાકાળની આપદા અને દુ:ખમાંથી છોડાવ્યો છે તેના બદલામાં મારી સઘળી દોલત તથા મારૂં સર્વે રાજપાટ તેની સાથે વહેંચી લઉ તો પણ તેણે જે મોટો ઉપકાર મારી ઉપર કીધો છે તેનો બદલો પુરો પડનાર નથી! આવી તારી ચાલનો સબબ હવે મને સમજ પડતો જાય છે. તેની […]
પાદશાહના મનમાં વહેમ રોપ્યો
પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો […]