છોકરો અસલ અવતારમાં આવ્યો!

ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો […]

વછેરો મારો દીકરો!

તારે ગમે તે તારા દોસ્ત સાથે બિસમીલ્લાહ કર અને જો તારી પાસે એક ઘણોજ ફરબે વછેરો લાવી મેલ. જો કે એ વછેરો મારો દીકરો છે એમ હું બિલકુલ જાણતો નહોતો પણ તેને જોતાંને વાર મારા દિલમાં તેને માટે માયા છુટવા લાગી. મને જોતાંને વાર મારી આગળ આવવાને એટલા તો જોરથી તેણે કોશેશ કરી કે બાંધેલું […]

ગાયને ખાનસામાને હવાલે કીધી!

જેવો હું મુસાફરી કરી પાછો ફર્યો તેવોજ મારી બાંદી તથા દીકરા વિશે હું ઈંતેજારી પૂછપરછ કરવા લાગ્યો. તે વેળા મારી સ્ત્રીએ કહ્યું કે ‘તમારી બાંદી તો ગુજરી ગઈ અને અને તમારો છોકરો બે માસ થયા ઘરમાંથી જતો રહ્યો છે ને હું જાણતી પણ નથી કે તેનું શું થયું!’ મારી બાંદીના મરણના સમાચાર સાંભળી મને ઘણું […]

બુઝર્ગ આદમી તથા હરણીની વાર્તા

તેણે કહ્યું કે ‘હવે હું મારી વાર્તા શરૂ કરૂં છું, જે તમો ધ્યાન દઈ સાંભળશો એવી ઉમેદ રાખું છું. આ હરણી જે તમો જોવો છો તે મારી સગી થાય છેે એટલું જ નહીં પણ મારી મોહોરદાર પણ થાય છે. જ્યાં હું એની સાથે પરણ્યો ત્યારે એની ઉમંર બાર વર્ષની હતી. તેથી તેણીએ મને પોતાનો સગો […]

જીને અરજ કબુલ રાખી!

મને મારી નાખશે કે નહીં મારા શું હાલ થશે એવા એવા વિચારો કરતો તે બેઠો હતો એવામાં એક જઈફ આદમી પોતાના હાથમાં એક હરણી લઈ તેની આગળ આવી પહોંચ્યો. તેઓને એકેમક સાથે સલામ-આલેકુમ થયા બાદ તે પીર મર્દ બોલ્યો કે ‘ઓ ભાઈ તમને નમનતાઈ સાથે પૂછવા માંગુ છું કે તમારે આ બિયાબાનમાં શા સબબેે આવવું […]

સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો. બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની […]

સોદાગરે તાતપુરતો જાન બચાવ્યો અને ઘરવાળા પોતાની વાત કહી સંભળાવી!

કાંઈબી નવો બનાવ વજીરને તે દિવસે માલમ પડયો નહીં. હંમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ માલમ પડયો નહીં. હમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ પોતાના રાજપાટના કામકાજ ઉપર લક્ષ આપી કાઢયો અને રાત પડી ત્યારે સર્વેની અજાયબી વચ્ચે શેહેરાજાદી સાથે પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે બામદાદની થોડી ઘડી આગમચ દિનારજાદી પોતાની બહેનને કહેવાને વિસરી નહીં. […]

વજીરે શુક્રાના કીધા!

તે સોદાગરે જવાબ દીધો કે તે કાંઈ હું ના પાડતો નથી. તે જીને કહ્યું કે ત્યારે તે જ મારા દીકરાને મારી નાખ્યો છે અને તે એ રીતે ખજુરના ઠળિયા આજુબાજુએ નાખ્યા તે વેળા તે રસ્તેથી મારો છોકરો જતો હતો તેથી એક ઠળિયો તેની આંખમાં વાગ્યો કે જેથી તે તરત મરણ પામ્યો માટે હું તને મારી […]

સોદાગર તથા જીનની વાર્તા

નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર […]

શહેરજાદીએ વાર્તા શરૂ કરી!!

તેણીએ સર્વેથી પહેલાં તો પોતાની બહેન દીનારજાદીએ ખુણામાં લઈ જઈ કહ્યું મારી પ્યારી બહેન જે જોખમ ભર્યુ મહાભારત કામ મેં માથે ઉઠાવ્યું છે તેમાં તારી મદદની મને અતિ ઘણી જરૂર છે અને મને પુરતી ખાતરી છે કે તેવી મદદ આપવાને તું પ્યારી બહેન મને કદીબી ના પાડશે નહીં. જેવી હું સુલતાનની હજુર જઈ પહોંચીશ તેવીજ […]

સોદાગરે તેની ઓરતને માર માર્યો!

આવો નજીવો ભેદ તે જ્યારે મને નથી કહેતો અને આવા બહાના કાઢે છે. ત્યારે મારૂ જીવવું નકામુ છે. કાં તો મારે એ ભેદ જાણવો, નહીં તો મારો જીવ કાઢી આપવો. આવી તેણીની હઠીલાઈ જોઈ પેલો સોદાગર તેણીને રાજી રાખવાને પોતાના જીવને જોખમે તે ભેદ કહેવા તૈયાર થયો. ખરેખર તે સોદાગર કોઈ દિવાનો આદમી હતો તેથી […]