બનાજી આતશબહેરામની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી

ઠાકુરદ્વાર મધે આવેલ કાવસજી બાયરામજી આતશબહેરામ જે ખાસ બનાજી આતશબહેરામના નામે ઓળખાય છે તેની 175મી શુભ સાલગ્રેહની ઉજવણી સરોશ રોજ, માહ ખોરદાદને 1લી નવેમ્બર, 2019ને દિને કરવામાં આવી હતી. આ શુભ દિવસની શરૂઆત સવારે 9.00 કલાકે આતશબહેરામ ખાતે જશન સમારોહ સાથે થઈ હતી, જેમાં બસો જેટલા હમદિન હાજર રહ્યા હતા. જશન પછી હમબંદગી કવામાં આવી […]