હમામની યાને રોજ નાહતી વખતે લેવાની બાજનો તથા તેને લગતી તરીકતનો ખુલાસો

આ હમામની બાજ, શયતાન બાજીની હાલત તેમજ દરૂજીએ-બુજીની હાલત સિવાયની બીજી સાધારણ હાલતમાંજ ફકત ધરી શકાય છે. તે જરૂર ધ્યાનમાં રાખવું. વળી અઈવીસ્ત્રુથ્રેમ ગેહ શરૂ થાય ત્યારથી યાને અઈવીસ્ત્રુથ્રેમ મહેરથી (એટલે સુરજ અસ્ત પામ્યા પછીની 36મીનીટ જવા દઈ પછીથી) તે રાતના મુંબઈ ટાઈમ 3 વાગા સુધી સાધારણ હમામ કરવો નહી યાને બીલકુલ નહાવું નહીં. પણ […]

જમશેદજી નવરોઝ પર ભણવાનું ખાસ ફરજ્યાત ભણતર

જયારે સુરજ આખા વરસની બારે રાશિમાં ફરી ફરીને પાછો પહેલી મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે આખી સૃષ્ટિની (જગતની) સાલગ્રેહ પડે છે. તેથી એ સૌથી મહાન સબકતા હીંગામપર  ખાસ ફરજિયાત ભણતર ફરમાવેલું છે જે નીચે મુજબ છે હાવન ગેહમાં: 9 ખોરશેદની અને 3 મહેર નીઆએશ નીચે પ્રમાણે કરવી: આપણે જેમ રોજ 1 ખોરશેદ, 1 […]

જમવાની બાજ તથા તેની તરીકતને લગતો ખુલાસો

જમીનપર બેસીને જમવાના ફરમાન મુજબ જમવા અગાઉ જમવા બેસવાની જમીનને પહેલા બરાબર સાફ કરીને ઉપર સુતરાઉ સેતરંજી યા સાદરી સાથે ચાર બેવડી ઘડી કરી પાંથરી રાખવી તેમજ આશરે 1 ઈંચ ઉંચા ત્રણ નાના નવા ધોયેલા સાફ પથ્થરો (આશરે ત્રણ ઈંચ સમચોરસ) તેપર ભોનાનો ખુમચો મુકવો ત્યાં મૂકી રાખવા પછી પાદીયાવ કરી યાને હાથ મોઢું ચોખા […]

સવારના પહોરમાં ઉંઘમાંથી ઉઠયા પછી પાળવાના દીની ફરમાનો

દરેક નાના મોટા જણે સવારના પહોરમાં ઝળકયું થતા સુરજ ઉગવાની 72મીનીટ અગાઉ યાને ઉશહેન ગેહની હોશબામ થવાની અગાઉ યા બને તેમ જલદી બીછાનાપર ઉઠી, ત્યાજ જમીન પર તુરત ઉભા રહીને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં મોંહ કરી જમીન પર હાથ લગાડી આરમઈતીને નમસ્કાર કરીને એક અષેમ વોહુ ભણવી અને તે વખતે મનમાં એવો […]