નવસારી અને પારસી સમુદાય માટે ગૌરવની વાત એ છે કે મહાફ્રીન શાહરૂખ દેસાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીએનએસજીયુના 59મા પદવીદાન સમારોહમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવી પોતાની શૈક્ષણિક પ્રતિભા પુરવાર કરી છે. એસ. બી. ગાર્ડા કોલેજ ટ્રસ્ટ સંચાલિત નવસારીની બી. પી. બારિયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટની વિદ્યાર્થીની મહાફ્રીને ગણિત વિષય સાથે બીએસસીની ડિગ્રી 9.77 સીજીપીએના ઉત્કૃષ્ટ પરિણામ […]
