મહુવા (જી. સુરત) ખાતે ‘લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલ માર્ગ’ નામકરણ એક અવિસ્મરણીય અને પ્રેરણાદાયક સમારંભ

મહુવાના મોગલ પરિવારના યુવાન લેફટનન્ટ કમાન્ડર ફીરદોશ મોગલે તા. ૩૦.૦૮.૨૦૧૦ના રોજ મધદરિયે સબમરીનમાં થયેલા અકસ્માતમાં પોતાના જીવની ચિંતા કર્યા વિના પોતાના ૬ સાથીઓને બચાવ્યા હતા. એમની આ શહાદતને શૌર્યચક્ર (મરણોત્તર)નું રાષ્ટ્રીય સન્માન મળ્યું હતું. સ્વ. ફીરદોશના વડીલોનો વસવાટ મહુવા ખાતે હતો અને આજે પણ છે. મહુવા જુથ ગામ પંચાયતે ઠરાવ કર્યા કે મહુવાનાં પારસી મહોલ્લામાં […]

મહુવા પારસી અંજુમન હસ્તક નવજોત તથા સન્માન કાર્યક્રમ

મહુવા પારસી અંજુમનની અગિયારીના હાલના સેવક મહેરઝાદ જીવાસાની દીકરી પરીઝાદ હાલમાં પીટીટ સ્કૂલ બાન્દરા મુંબઈ ખાતે શિક્ષણ લે છે. પરિઝાદની શુભ નવજોતની પવિત્ર ક્રિયા અંજુમન હસ્તક થાય એવી ટ્રસ્ટી મંડળની ઈચ્છા હતી અને તે પ્રમાણે અગિયારીના હોલમાં નવજોતની ક્રિયા રવિવાર તારીખ ૮-૫-૨૦૧૬ના દિને હાવન ગેહમાં કરવામાં આવી હતી. મલેસર બહેદીન અંજુમન, નવસારીની અગિયારીના બે મોબેદ […]