વલસાડમાં રહેતી સિલ્લુને ઉંઘ નહોતી આવી રહી. તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. ઘડિયાળના કાંટાનો પણ અવાજ જાણે સંભલાઈ રહ્યો હતો. મનમાં યાદોનું જંગલ સળગી રહ્યું હતું અને માર્ચ મહિનાની ઠંડક શરીરમાં લાગી રહી હતી. બહેરામને ગુજર્યાને ફકત છ મહિના થયા હતા. પરંતુ પચાસ વર્ષના સુખી જીવનને તમે 6 મહિનામાં કેવી રીતે ભુલી શકો. એવી […]