અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા […]