જરથોસ્તી અંજુમન આતશબહેરામ – જે ભારતનું સૌથી નવુ આતશબહેરામ ગણાય છે અને જેનું અધિષ્ઠાન 17 ઓક્ટોબર, 1897ના રોજ (રોજ અરદીબહેસ્ત માહ અરદીબહેસ્ત; યઝ 1267) થયું હતું – તેનું 128મું વાર્ષિક સાલગ્રેહ 16 સપ્ટેમ્બર, 2025ના રોજ ઉજવાયું. તાજેતરમાં જ પુન:નિર્માણ કરાયેલ ઇમારતના પ્રવેશદ્વારે રંગીન ગુલાબ સાથે ગુંથાયેલા મોગરાના અને કમળની સુગંધિત માળા, સુંદર ચોક અને તોરણોથી […]
