હૈદરાબાદની ચિનોય અગિયારીમાં ભક્તિના બે દાયકાનો ઉજવણીમય પ્રસંગ

હૈદરાબાદ સ્થિત બાઈ માણેકબાઈ ચિનોય અગિયારીના હમબંદગી ગ્રુપે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી, સતત 20 વર્ષથી દર સોમવારે સાંજે 7ઃ00 વાગ્યે યોજાતી સાપ્તાહિક હમબંદગીની ઉજવણી કરી. એરવદ કેરફેગર આંટીયા દ્વારા માર્ગદર્શન હેઠળ થતી આ પ્રાર્થનાઓ સમુદાય માટે એક સ્થિર આધ્યાત્મિક આધાર બની રહી છે. દર અઠવાડિયે હમબંદગી પછી ફરીદા આંટીયા અથવા […]