પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

ઈ.સ. પૂ. સાતમી સદીમાં પુરાતન પર્સિસના પહાડી પ્રદેશમાં વસતી પારસી નામની પ્રસિધ્ધ પ્રજા પોતાના પાક મજહબ, સચ્ચાઈ અને સાદાઈ, બહાદુરી અને બળ માટે પ્રાચીન તવારિખમાં પંકાઈ ગઈ હતી. એ પ્રજા શ‚આતમાં જૂદા જૂદા ટોળાઓમાં વહેંચાયેલી હતી. આ ટોળાઓમાંનો પસાર ગેદી નામનો પારસી ટોળો બીજા ટોળાઓ કરતાં શુરવીરપણાં અને શ્યાનપટમાં વધારે ચઢિયાતો હતો. એ ટોળાના હખઈમનીશ […]