શુભ શાદી પ્રસંગના પારસી રીત રિવાજો

અદરાવવાના માંગલિક પ્રસંગે વરવહુના ઘરમાં રાખવાની તૈયારી: સવારનાં પહોરમાં ચોક ચાંદન કરી બારણે તોરણ કરી સગનની સેવ સાથ બદામ દરાખ અને તાજી મચ્છી તળી રાખજો. મીઠું દહી અને મિઠાઈ સાથે ગમે તો કેક યા સેન્ડવીચ તમારી ગુંજાસ મુજબ તૈયાર કરજો. નાહી ધોઈ ઘરની લગનની સૈસ તૈયાર કરી કોપરેલ યા ઘીનો દીવો પ્રગટાવજો. અદરાવવા માટે વહુની […]