મારા બપયજી

એક દિવસની વાત છે અમારા બપયજી રસ્તા ઉપર બોલતા બોલતા જઈ રહ્યા હતા કે મારી વહુ પાગલ થઈ ગઈ છે ઉંમર મારી વધી ગઈ છે અને તે પોતે દરરોજ દુધી, મગની દાળ વગેરે વગેરે અમને ખવડાવે છે આ બધું રોજ કોને ભાવે? આજે તો ગમે તે થાય હું મારી પસંદની શાકભાજી લઈને જ રહીશ. પાલક […]

એક જાસૂસી મિશન

થોડા દિવસ પહેલા ફેસબુક પર એક રિકવેસ્ટ આવી, આ કોઈ છોકરીની રિકવેસ્ટ હતી જેનું નામ દીપા વર્મા હતું. આથી ટેવની જેમ મે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરતા પહેલા તેનો પ્રોફાઈલ ચેક કર્યો મારા ફ્રેન્ડ લીસ્ટમાં એવું કોઈ હતું નહીં  અને તેના ફ્રેન્ડ લિસ્ટમાં હજુ સુધી કોઈ છે જ નહીં, આથી મારા મગજનો ઉપયોગ કરીને વિચાર્યું કે ક્યાંક […]

લગ્નજીવન

અદી અને ખોરશેદ ના લગ્ન જીવનને 25 વર્ષ આજે પૂરા થયાં હતા. બંને ધણી ધણીયાણી એકદમ ખુશીથી એકબીજા સાથે રહેતા. તેઓ સમુદાયમાં એક આદર્શ કપલ બનીને જ રહ્યા હતા. સવારથી અદી અને ખોરશેદ બન્ને ઘણાજ ખુશ હતા. દીકરા વહુને પણ ખબર હોવાથી આજે સ્પેશિયલ નાસ્તો પણ તૈયાર હતો, બંને પતિ પત્ની સાથે બેસીને નાસ્તો કર્યો. […]

મા-બાપ ને ભુલશો નહીં!

રોશન અને બોમીના લગ્નને ત્રણ વર્ષ જેવું થવા આવ્યું હતું. તેઓ પોતાના માતા-પિતા સાથે નહીં પરંતુ એકલા શહેરમાં રહેતા હતા. માતા-પિતા નવસારીમાં રહેતા હતા. બોમી બેચાર દિવસમાં એકવાર પોતાના માતા-પિતા સાથે ફોન પર વાત કરી લેતો હતો અને પ્રસંગોપાત નવસારી પણ જઈ આવતા હતા. બોમીનો ધંધો સારો ચાલતો હતો પરંતુ અચાનક જ ધંધામાં મંદીને કારણે […]

પ્રેમ એ આપવાની ચીજ છે!

ઈશુ ખ્રિસ્ત એક વખત યાત્રાએ નીકળ્યા હતા. સાથે કેટલાક અનુયાયીઓ હતા. જ્ઞાનની અને ભગવાનની વાતો કરતાં કરતાં આગળ વધતા હતા. એવામાં એક અનુયાયીએ પૂછ્યું, ‘પ્રભુ! તમે તમારા લગભગ દરેક પ્રવચનમાં વારંવાર કહો છો કે પ્રેમ કરો. પાડોશીને પણ પ્રેમ કરો. દુશ્મનોને પણ પ્રેમ આપો.’ ‘સાચી વાત છે, પ્રેમથી પ્રેમ વધે છે.’ ‘તમારી એ આજ્ઞા માથે […]

સાધુ અને સયતાન

ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો […]

સફળ થવાનું રહસ્ય!

રોહનની ઉંમર આશરે 10 થી 12 વર્ષ જેવી ઉંમર હતી, તેને સ્કૂલમાં વેકેશન પડ્યું હોવાથી તેને તેના મમ્મી-પપ્પા પાસે નવસારી જવાની ઈચ્છા વ્યક્ત કરી કે જ્યાં તેના બપય રહેતા હતા. મમ્મી-પપ્પાએ કહ્યું કે આપણે નવસારી જઈ આવીએ પરંતુ બે દિવસમાં પાછા આવી જઈશું, અને તે લોકો નવસારી જવા નીકળી ગયા નવસારી પહોંચીને બપાવાજીને બધા મળ્યા […]

દશેરામાં શમી પૂજનનું મહત્વ

રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો […]

ભગવાન આવી વહુ દરેકને આપજો

રોશન એક પૈસાવાળા કુટુંબની દીકરી હતી તેના લગ્ન પણ પૈસાવાલા સાથે જ થયા હતા તેને તેના પૈસાનો ઘમંડ તો હતો સાથે તેણે કોઈ દિવસ ગરીબી નહોતી જોઈ એટલે તેને પૈસાની કિંમત નહોતી. પરંતુ તેનો દીકરો રોહિન્ટન એક મધ્યમવર્ગી પારસી સુંદર. દેખાવડી પરવીનના પ્રેમમાં પડયો અને પોતાની મમ્મીના ખીલાફ જઈ તેણે પરવીન સાથે લગ્ન કર્યા રોશન […]

મને તમારી દીકરી બનાવશો?

અંધારિયા ઓરડાને પ્રકાશિત કરવા માટે બાનુબાયે લાકડાની બારી ખોલી અને ખૂણામાં પડેલા અરિસાને સૂર્યના આછા પ્રકાશ સામે ધરીને પોતાના ચહેરાને બરાબર જોયો. થોડી જ ક્ષણોમાં તેમના ખુશનુમા ચહેરા ઉપર ગંભીર મુદ્રા છલકાઈ ગઈ. કપાળ પર પડેલી કરચલીઓ અને આંખોની આસપાસના કાળા કુંડાળા વૃદ્ધા અવસ્થા અને અશક્તિની ચાડી ખાતા હતા. પરંતુ, વધુને વધુ જીવવાની લાલસાનો વિરોધાભાસ […]

સોરાબનું સપનું!

જૂના જમાનાની વાત છે તે દિવસે શનિવાર હતો. બે વાગ્યે જ નિશાળ છૂટવાની હતી. છતાં પણ નવસારીમાં રહેતા સોરાબને નિશાળે જવાનું મન નહોતું. તેનાં અનેક કારણ હતાં. એક તો તે દિવસ ભૂગોળની પરીક્ષા હતી અને બીજું ત્યાના મોદી કુટુંબમાં આજે આતશબાજી હતી. ત્યાં સવારથી જ દોડધામ હતી. સોરાબનું મન હતું કે ત્યાં જ તમાશો જોવામાં […]