3 ડિસેમ્બર 2017ના રોજ પંદરમી એન્યુઅલ ‘ઝોચાઈલ્ડ ડે’ ની ઉજવણી ફાઉન્ડિંગ ટ્રસ્ટી વિસ્પી કાપડીયા દ્વારા સનમુખાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સુરતના ‘સ્વિંગર’ દ્વારા થઈ હતી. ત્યારબાદ એનજીઓ ઉડાનના વિદ્યાર્થીઓ દ્વારા દિયા પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ઝોચાઈલ્ડ ડે’ના ટ્રસ્ટીઓ વિસ્પી અને શિરાઝ કાપડીયા અને પેરિન બગલીએ ‘જ્વેલ ઓફ કમ્યુનીટી’નું સન્માન કર્યુ. […]