નવસારીમાં જશ્ન એ સાદેહની ઉજવણી થઈ

શિરવાઈ પાર્ટી પ્લોટ નવસારીમાં રવિવાર 11મી ફેબ્રુઆરી 2024ના ઝોરાસ્ટ્રિયન, સાદેહ, જશન અને ઉજવણીમાં હાજરી આપનાર અને એતિહાસિક વાર્તાના વિડિયો સ્ક્રીનીંગમાં ભાગ લઈને અને પરંપરાગત બોનફાયર (ઉત્સવસૂચક હોળી) ને પ્રાર્થના અને લાકડાના અર્પણમાં ભાગ લઈને તેને સફળ બનાવનારા તમામ પારસી ઝોરાસ્ટ્રિયન ભાઈઓ અને બહેનોનો ઉત્સાહ ખરેખર પ્રશંસનીય હતો. સાદેહ, પેશદાદીયન રાજા હોશાંગની વાર્તા વર્ણવે છે (પર્શિયન […]

રતન ટાટા દ્વારા નવો પેટ પ્રોજકટ

સમુદાય અને દેશના સૌથી પ્રિય અને આદરણીય પરોપકારી, ઉદ્યોગપતિ અને સ્વપ્નદ્રષ્ટા અને રખડતા પ્રાણીઓ પ્રત્યેની તેમની કરૂણા માટે જાણીતા એવા 86 વર્ષીય રતન ટાટા જે ટાટા ટ્રસ્ટ સ્મોલ એનિમલ હોસ્પિટલ શરૂ કરવા માટે તૈયાર છે. ટીઓઆઈ, સમાચાર અહેવાલો મુજબ લાંબી પ્રતીક્ષા બાદ પેટ પ્રોજેકટ એક અત્યાધુનિક, મુંબઈના મહાલક્ષ્મી ખાતે જાનવરો માટેની દિવસ-રાતની હોસ્ટિપટલ શરૂ કરવામાં […]

અમદાવાદ પારસી પંચાયત દ્વારા વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો

6ઠ્ઠી જાન્યુઆરી, 2024 ના રોજ, અમદાવાદ પારસી પંચાયત (એપીપી) દ્વારા પારસી સેનેટોરિયમ હોલમાં, વર્ષ 2023 માટે બાવીસ સિદ્ધિઓને સન્માનિત કરવા માટે તેના વાર્ષિક ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાન તરીકે ડો. આરમઈતી દાવરની અધ્યક્ષતા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત જશન સમારોહથી કરવામાં આવી હતી. એપીપી સમિતિના સભ્ય એરીઝ બોકડાવાલાએ મુખ્ય મહેમાનનો પરિચય […]

મીની માયજી – 108 વર્ષની ઉંમરે વિશ્ર્વના સૌથી વૃદ્ધ પારસી!

108 વર્ષની ઉંમરે, મીની કૈખુશરૂ ભગત વિશ્વના સૌથી વૃદ્ધ જીવતા પારસી છે! 16મી ફેબ્રુઆરી, 1916ના રોજ જન્મેલા મીની માયજી (જે તેમને પ્રેમથી કહેવામાં આવે છે.) તેમણે રાષ્ટ્રોના જન્મ, વિશ્વ યુદ્ધો અને બે મહામારીઓ પણ જોઈ છે! તેમણે મોટાભાગનું જીવન મધ્યપ્રદેશના ઝાંસીમાં વિતાવ્યું, જ્યાં તેમના પિતા – બેજનજી પેસ્તનજી, રેલ્વે માટે એન્જિન ડ્રાઈવર તરીકે કામ કરતા […]

Your Moonsign Janam Rashi This Week –
17 February – 23 February 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને કોઈપણ જાતની ચિંતા હશે તેને મુશ્કેલી વગર દૂર કરી શકશો. નાણાકીય બાબતની અંદર હાલમાં સારા સારી રહેવાથી તમે ખર્ચ કરવામાં કોઈ પણ જાતની કસર નહીં મૂકો. ફેમીલી મેમ્બરને ખુશ રાખી શકશો. કામકાજને સમય પર પૂરા કરી […]

સુરત પારસી પંચાયતનું ગૌરવ

સુરત પારસી પંચાયતના પ્રમુખ શ્રી ડો. હોમી દુધવાલાની દેખરેખ હેઠળ ચાલી રહેલા એથ્લેટિકસ કોચીંગ કેમ્પના સુરત પારસી બોયઝ ઓરફનેજના વિધાર્થી ખુશરૂ ગોલે મુંબઈ ખાતે યુર્નિવસીટી ગ્રાઉન્ડ પર યોજાયેલ ઓલ ઈન્ડિયા પારસી એથ્લેટિકસ મીટમાં ભાગ લઈ જેવેલિયન થ્રોમાં (સિલ્વર મેડલ) દ્વિતિય સ્થાન મેળવ્યું છે. અને નરીમાન ગર્લ્સ ઓરફનેજની વિધાર્થીનીઓ (1) પરવીઝ. એ. જીવાસા 800 મીટરની દોડમાં […]

પદ્મશ્રી ડો. યઝદી ઇટાલિયા અને પદ્મભૂષણ હોરમસજી કામાને સમુદાયના સલામ

પ્રજાસત્તાક દિવસ 2024ની ઉજવણી કરવા માટે એક વધારાનું કારણ એ હતું કે આપણા સમુદાયના બે દિગ્ગજ લોકોને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોથી ઓળખવામાં આવ્યા હતા અને સન્માનિત કરવામાં આવ્યા હતા. જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ, જેમણે ભારતના ઉદ્ઘાટન સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામના વિકાસની પહેલ કરી – ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી, દવાના ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત એવા ડો. યઝદી માણેકશા ઇટાલિયાને […]

ડબ્લયુઝેડઓ ટ્રસ્ટ ફંડસે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખ્યો!

નવસારીના યુવાન જરથોસ્તીઓનું મનોબળ વધારતા, ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસે તેનો 19મો શૈક્ષણિક વાર્ષિક ઇનામ વિતરણ કાર્યક્રમ 7મી જાન્યુઆરી, 2024ની પૂર્વસંધ્યાએ, સિરવાઈ પાર્ટી પ્લોટ, નવસારીમાં આયોજિત કર્યો હતો. જુનિયર કેજીથી પોસ્ટ ગ્રજ્યુએટ સ્તર સુધીના 199 વિદ્યાર્થીઓમાંથી 96ને રોકડ ઈનામો મળ્યા હતા, જ્યારે બધાને રીટન ગીફટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો હતા – યાસ્મીન ચારના – […]

ફરોખ એન્જિનિયરને બીસીસીઆઈ દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

23મી જાન્યુઆરી, 2024ના રોજ હૈદરાબાદમાં આયોજિત બીસીસીઆઈ (ભારતમાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) પુરસ્કારોની તાજેતરની આવૃત્તિની ઉજવણી કરતા એક ભવ્ય સમારંભમાં, યુકે સ્થિત, સુપ્રસિદ્ધ પારસી ક્રિકેટર, 85 વર્ષીય ભૂતપૂર્વ વિકેટકીપર-કમ-બેટસમેન (1060એસ – 70એસ), ફરોખ એન્જિનિયરને નમન એવોડર્સ દરમિયાન, બીસીસીઆઈ પ્રમુખ – રોજર બિન્ની અને બીસીસીઆઈ સેક્રેટરી, જય શાહ દ્વારા પ્રતિષ્ઠિત કર્નલ સી કે નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ […]

થેંકયુ ગોડ!

શિરીનને દરરોજ સૂતા પહેલા ડાયરી લખવાની ટેવ હતી. તે દિવસના બધાજ બનાવો તે ડાયરીમાં નોંધતી અને પરવરદેગારનો આભાર માનવાનું નહીં ભુલતી. તેનો દિવસ સારો જાય કે ખરાબ તે મનમાં ફકત સારા જ વિચાર કરતી અને એને મનમાં હતું કે પરવરદેગાર હમેશા તેની મદદ માટે તત્પર રહેતા! એક રાતે શિરીને લખ્યું કે હું ખુબ જ સુખી […]

Your Moonsign Janam Rashi This Week –
10 February – 16 February 2024

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તમે તમારા મોજશોખ પર કાબુ નહીં રાખી શકો. ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમારા મનની વાત તમારા ફેમીલીને સમજાવવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર સારા સારી થતી જશે. કોઈ મુશ્કેલીમાં હશો તો મિત્રની મદદથી મુશ્કેલીમાંથી બહાર […]