મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયું શુક્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. ઉતરતી શુક્રની દિનદશા મોજશોખમાં ભરપુર નાણા ખર્ચ કરાવશે. સરકારી કામો તથા અગત્યના કામો આ અઠવાડિયામાં પુરા કરી લેજો. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લઈ લેજો. ફેમીલી મેમ્બર સાથે આ અઠવાડિયું શાંતિથી પસાર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.
This is your last week under Venus’ rule. The descending rule of Venus will have you spend heavily on fun and entertainment. Ensure to complete all your important or Govt-related works in this week itself. Ensure to purchase any utility items for the house. You will spend this week peacefully with family members. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 8, 9, 10
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી ખર્ચ ઘટવાની જગ્યાએ વધી જશે છતાંપણ નાણાંકીય મુશ્કેલી નહીં આવે. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. નવા કામમાં સફળતા મળશે. શુક્રની કૃપાથી બીજાની મદદથી અગત્યના કામો પહેલા પુરા કરી શકશો. નવા મિત્રો સાથે સારો સમય પસાર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
The onset of Venus’ rule has your expenses on the rise. Despite this, you will not face any financial shortage. Sudden prosperity is predicted. New endeavours will be successful. With Venus’ grace, with the help of another, you will be able to complete your work. You will be able to spend good time with new friends. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 8, 9
GEMINI | મિથુન: ક.છ.ઘ.
4થી એપ્રિલથી શુક્રની દિનદશા શરૂ થયેલી છે. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવાનો સીધો રસ્તો મળી જશે. અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. તમારા કામ સમયથી પહેલા પુરા કરી શકશો. ધણી-ધણીયાણીના સંબંધમાં સારા સારી થતી જશે. મોજશોખમાં દિવસો પસાર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ કરજો.
શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.
Venus’ rule, starting 4th April, helps you find a way out of financial difficulties. You will be able to restart your stalled work projects. You will complete your tasks before time. Understanding between couples will increase. You will be able to spend your days having fun and entertainment. Pray to Behram Yazad daily.
Lucky Dates: 6, 7, 10, 11
CANCER | કર્ક: ડ.હ.
42 દિવસ માટે શરૂ થયેલી રાહુની દિનદશા તમારા દિવસની ભુખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારા કામ પુરા કરવા માટે ભરપુર મુશ્કેલીઓ આવશે. તમારી સાથે કામ કરનાર તમારી નાની ભુલ મોટી પહાડ જેવી બનાવી દેશે. કોઈપર પણ વિશ્ર્વાસ મુકતા નહીં. તબિયતની ખાસ સંભાળ લેજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.
The onset of Rahus’ rule, for 42 days, will rob you of your appetite and your sleep. You will face lots of obstacles in completing your work. Your colleagues will make your small mistakes look like huge mountains. Do not trust anyone blindly. Take proper care of your health. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 6, 7, 8, 9
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધીમાં તમારા હાથથી ધર્મ કે ચેરીટીના કામો કરવામાં સફળ થશો. આપેલા પ્રોમિસને પહેલા પૂરા કરજો. ગુરૂની કૃપાથી તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળી રહેશે. નાણાકીય બાબતની અંદર જરા પણ મુશ્કેલીમાં નહીં આવો. ગુરૂની દિનદશા સારી ઓળખાણ કરાવી આપશે જેનાથી ભવિષ્યમાં ફાયદો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 6, 9, 10, 11 છે.
Jupiter’s rule till 21st April, will have you doing religious works or charitable acts successfully. Ensure to deliver upon the promises you have made. With Jupiter’s graces, you will receive the fruits of your labour. You will not face any financial difficulties. You will meet influential people, which will benefit you in the future. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 6, 9, 10, 11
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં તમે જે પણ કામ હાથમાં લેશો તે પુરા કરી લીધા પછી તમને સંતોષ મળશે. ધન બચાવી કોઈ સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. કોઈક નવી વ્યક્તિ સાથે મુલાકાત થશે. શારીરિક બાબતમાં ખૂબ સારા સારી રહેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
Jupiter’s rule till 22nd May has you feeling satisfied only after you have successfully executed all your tasks on hand. You will be able to save and invest your money profitably. You could meet someone new. Physical health will be great. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 7, 8, 11, 12
LIBRA | તુલા: ર.ત.
તમને શનિની દિનદશા ચાલુ હોવાથી ખોટા વિચારો ખૂબ જ આવશે. તમે દરેક બાબતમાં નેગેટિવ વિચાર કરતા રહેશો. કોઈ તમારૂં ભલું કરવાની કોશિશ કરશે તો તે વ્યક્તિથી તમે દૂર ભાગશો. નાણાકીય ચિંતા ખૂબ સતાવશે. ફેમિલીનો સાથ નહીં મળે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.
Saturn’s rule fills your head with negative thoughts. You will see only negativity in all aspects. You will tend to run from those who are trying to help you. Financial worries could consume you. Family member may not be supportive. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 6, 8, 9, 10
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
ઉતરતી બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી સમય બગાડ્યા વિના તમારા લેણાના પૈસા પાછા મેળવી લેજો. જો તમારે કોઈને પૈસા આપવાના બાકી હોય તો થોડાક નાણા આપી તેની પાસેથી થોડાક મહિનાની મુદત માંગી લેજો. થોડું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણતા શાંતિ મળશે.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
The onset of Mercury’s descending rule suggests that you don’t waste any time in getting back any money you may have lent to others. Try to pay off your creditors partly if you owe them money and ask them for a few months’ time to make the rest of the payment. Ensure to make a small investment. For peace of mind, pray the Meher Nyaish daily.
Lucky Dates: 7, 8, 11, 12
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
હાલમાં તમારાથી બને એટલું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ઈનવેસ્ટમેન્ટથી ભવિષ્યમાં ફાયદો થશે. મુશ્કેલી ભર્યા કામને તમે બુદ્ધિ વાપરી સહેલા બનાવી લેશો. કામકાજ માટે ગામ-પરગામ જવાના ચાન્સ મળશે. મિત્રો સાથે દિવસો ખૂબ સારી રીતે પસાર કરી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 6, 9, 10, 12 છે.
You are advised to invest as much money as you can. These investments will help you in the future. You will be able to easily execute even the difficult tasks by using your intelligence. You will get opportunities to travel abroad for work. You will spend your days happily in the company of friends. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 6, 9, 10, 12
CAPRICORN | મકર: ખ.જ.
મંગળની દિનદશા ચાલુ હોવાથી તમે સ્વભાવે ખૂબ જ ચીડીયા થઈ જશો. નાની બાબતમાં ગુસ્સે થઈ જશો. હાલમાં નાનું એક્સિડન્ટ થવાના ચાન્સ છે. ઘરમાં ભાઈ બહેન સાથે મતભેદપડતા રહેશે. ગામ પરગામ જવાના પ્લાન બનાવતા નહીં. 21મી બાદ ઘણી બધી બાબતોમાં સારા સારી થશે. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.
Mars’ ongoing rule makes you very irritable. Small issues will make you angry. A small accident is also predicted. Squabbles with siblings is on the cards. Do make any travel plans overseas. After 21st April, your circumstances will greatly improve. Pray the Tir Yasht daily.
Lucky Dates: 7, 8, 11, 12
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
શીતળ ચંદ્રની દિનદશા 23મી એપ્રિલ સુધી ચાલશે તેથી હાલમાં તમે જે પણ ડિસિઝન લેશો તે ખૂબ સમજી વિચારીને લેજો. થોડું ઘણું ઇન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. વડીલવર્ગની વાતને ખૂબ જ માન આપશો. રોજબરોજના કામો કરવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 6, 8, 9, 10 છે.
The ongoing Moon’s rule till 23rd April suggests that you put in great thought in any decisions that you make. Ensure to invest a little money. You will give great respect to the opinions of the elderly. There will be no obstacles in doing your daily chores. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 6, 8, 9, 10
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
આજથી 50 દિવસ માટે શીતળ ચંદ્રની દિનદશા શરૂ થયેલી છે. તેથી બગડેલા કામોને સુધારવામાં સફળ થશો. સરકારી કામમાંથી ફાયદો મળશે. અટકેલા નાણા ને પાછા લાવવામાં સફળ થશો. ચંદ્રની કૃપાથી ગામ પરગામ જવાના ચાન્સ મળી રહેશે. આજથી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 7, 10, 11, 12 છે.
The Moon’s rule, starting today, for the next 50 days, helps you resolve and correct any spoilt work. You will benefit from any government-related work. You will be able to retrieve your stuck funds. The Moon’s grace offers you opportunities to travel abroad. Starting today, pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 7, 10, 11, 12
- Your Moonsign Janam Rashi This Week –
12 October 2024 – 18 October 2024 - 12 October2024 - Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024