મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
છેલ્લુ અઠવાડિયુ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. અગત્યના કામો 3જી મે પછી કરવાના રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. હાઈપ્રેશર, તાવ, એસીડીટીથી પરેશાન થશો. ખાવાપીવા પર ધ્યાન આપજો. દરરોજ 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 27, 28, 2, 6 છે.
The onset of the Sun’s rule will make it difficult to be successful in any government-related endeavours. You will not be able to execute your daily chores effectively. Mental pressures could increase. You could suffer from heat in the eyes or headaches. To placate the Sun, pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 27, 28, 2, 6
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
14મી મે સુધી તમારી રાશિના માલિક શુક્રની દિનદશા ચાલશે. તમને અપોજીટ સેકસ તરફથી ભરપુર સાથ સહકાર મળી જશે. આ અઠવાડિયામાં તમને જયાંથી ફાયદો મળતો હોય તે ફાયદાને લઈ લેજો. થોડી રકમ ઈનવેસ્ટ કરવાથી આગળ જતા ફાયદામાં રહેશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 29, 30, 1 છે.
Venus’ rule till 14th May brings you a lot of support from members of the opposite gender. Make the best of all opportunities that present themselves to you this week. Investing even a small amount will prove beneficial in the future. Pray to Behram Yazad daily.
Lucky Dates: 28, 29, 30, 1
GEMINI | મિથુન: ક.છ.ઘ.
તમને મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારી ઈજ્જતમાં વધારો થાય તેવા કામ કરી શકશો. જ્યાં કામ કરતા હશો તો ત્યાં જશની સાથે ધનલાભ પણ થશે. જે પણ કામ કરતા હશો તેમાં ખુબ મહેનત કરી કામ પુરા કરી શકશો. વધુ નાણા કમાવા માટે વધુ મહેનત કરવી પડશે. ધનની મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 29, 30, 2 છે.
The onset of Venus’ rule will make you gravitate towards endeavours which will earn you much popularity and appreciation. You will be able to gain in terms of wealth and fame at your workplace. You will be able to put in all your hard work in all projects that you undertake. You will need to put in extra work to earn extra income but there will be no shortage of finances. Pray to Behram Yazad daily.
Lucky Dates: 27, 29, 30, 2
CANCER | કર્ક: ડ.હ.
છેલ્લુ અઠવાડિયુ રાહુની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તમારા માથા ઉપર ખોટી જવાબદારીનો પોટલો આવી પડશે. રાહુ તમારા કામમાં સફળતા નહીં અપાવે. ખોટા કામની પાછળ સમય બગાડી દેશો. નાણાકીય નુકસાન થવાના ચાન્સ છે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 28, 1, 2, 3 છે.
This is your last week under Rahu’s rule. You could end up having to bear an unwarranted responsibility. Rahu makes it difficult for you to be successful at work. You could end up wasting time in unnecessary tasks. Financial losses are predicted. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 28, 1, 2, 3
LEO | સિંહ: મ.ટ.
4થી જૂન સુધી તમારે રાહુની મોહમાયામાં દિવસો પસાર કરવાના બાકી છે. કોઈની વાતમાં આવી જતા નહીં. ખોટી જગ્યાએ નાણા રોકાઈ જાય નહીં તેની ખાસ સંભાળ લેજો. અચાનક તબિયત બગડી જવાના ચાન્સ છે. શેર સટ્ટાના કામો કરવાની ભુલ કરતા નહીં. રાહુને શાંત કરવા માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
Rahu’s rule till 4th June suggests that you do not get taken in by talks of others. Ensure that you don’t end up putting your money in places where it could get stuck. Sudden loss of health is predicted. You are advised not to indulge in the share market at all. To placate Rahu, pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 27, 28, 29, 30
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ફેમીલી મેમ્બર સાથે મેળ ખુબ સારો થતો જશે. ધનની ચિંતા નહીં આવે. રોજના કામો સારી રીતે કરવાથી ઉપરી વર્ગ તમારાથી ખુશ રહેશે. સાચા ખોટાની સમજણ ખુબ જલદીથી ઓળખી જશો. ધર્મના કામો કરી શકશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 29, 30, 2, 3 છે.
Jupiter’s rule till 22nd May will enhance relations with family members greatly. There will be no financial concerns. Your seniors will be pleased with you for doing your daily chores with efficiency. You will be able to easily distinguish the fake from the real. You will be able to do religious works. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 29, 30, 2, 3
LIBRA | તુલા: ર.ત.
તમને ગુરૂની દિનદશા ચાલુ થયેલી છે. 13મી જૂન સુધી ગુરૂ તમને દરેક બાબતમાં ભરપુર સુખ આપીને રહેશે. મનમાં ધારેલી વાત સાચી થઈ જાય તો નવાઈમાં પડી જતા નહીં. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. ગુરૂ તમને થોડી ઘણી બચત કરવાનું શીખવાડી દેશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.
The onset of Jupiter’s rule till 13th June, bringing you immense joy in all areas of life. It shouldn’t surprise you if your unspoken wishes come true. Financial progress is indicated. Jupiter’s rule teaches you to save money. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 27, 28, 29, 30
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
શનિની દિનદશા ચાલુ હોવાથી નાની બાબતની અંદર પરેશાન થશો. માથાનો દુખાવો તથા જોઈન્ટ પેઈનથી પરેશાન થશો. નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડશે. શનિને કારણે રોજબરોજના કામ શાંતિથી નહીં કરી શકો. શનિનું નિવારણ કરવા માટે દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 1, 2, 3 છે.
The onset of Saturn’s rule causes you trouble in even petty matters. You could suffer from headaches or joint-pains. You might have to face financial shortage. Saturn will not allow you to do your daily tasks in peace. To placate Saturn, pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 27, 1, 2, 3
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા ચાલશે. બુધ્ધિથી કરેલા કામમાં સફળતા મળશે. જૂની લેતી દેતીમાંથી લાભ મળશે. હાલમાં ઈનવેસ્ટમેન્ટ કરશો તો ભવિષ્યમાં ફાયદામાં રહેશો. ગામ-પરગામથી કોઈ સારા સમાચાર મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.
Mercury’s rule till 18th May brings you much success in all endeavours which have been done intelligently by you. Old investment will yield profits. Any investments you make now will prove profitable in the future. You will receive good news from abroad. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 22, 23, 24, 25
CAPRICORN | મકર: ખ.જ.
તમને બુધની દિનદશા ચાલુ હોવાથી તમે પારકાને પોતાના બનાવી લેશો. ફેમીલી મેમ્બરના રીલેશનમાં સારા સારી રહેશે. મીઠી જબાન વાપરી બીજા દિલને જીતી લેશો. જૂના રોકાણમાંથી ફાયદો ઉપાડી લેજો. નવા કામ મળવાના ચાન્સ છે. નાણાંકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 27, 28, 1, 3 છે.
The onset of Mercury’s rule helps you win over strangers. Relations with family members will flourish. You will win over the hearts of others with your sweet words. You are advised to withdraw any profits yielded from old investments. You could find new employment or work projects. Financially, you could receive anonymous help. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 27, 28, 1, 3
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
22મી મે સુધી મંગળની દિનદશા ચાલશે. તેથી હાલમાં ઘરનું વાતાવરણ જરાબી સારૂં નહીં રહે. મંગળને કારણે ફેમીલી મેમ્બર એક બીજાની ભુલો શોધી ઝગડા કરશે. તમને પડવા લાગવાના ચાન્સ છે. કાર ચલાવો સંભાળીને ચલાવજો. એકસીડન્ટ થવાના ચાન્સ છે. મંગળને શાંત કરવા દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 27, 29, 30, 2 છે.
Mars’ rule till 22nd May could make the atmosphere at home rather unpleasant. Under Mars’ influence, family members will nit-pick each other’s faults. You could encounter a fall or an accident. Drive your vehicles with caution as you could meet with an accident. To placate Mars, pray the Tir Yasht daily.
Lucky Dates: 27, 29, 30, 2
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
24મી મે સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા મનને શાંત રખાવી મુશ્કેલીભર્યા કામો સહેલાઈથી પુરા કરી આપશો. તમારા કામ સમય પહેલા પુરા કરી શકશો. કોઈની સેવા કરી તેમના દિલ જીતી લેશો. નાની મુસાફરીનો લાભ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 28, 29, 1, 3 છે.
The Moon’s rule till 24th May helps keep your mind calm and tackle even the challenging tasks smoothly. You will be able to complete your work before time. You will win over the heart of someone with your service. You could benefit from a short trip. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 28, 29, 1, 3