મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.+
ARIES | મેષ: અ.લ.ઈ.
આજથી સૂર્યની દિનદશા તમને ચોથી મે સુધીમાં સરકારી કામોમાં સફળતા નહીં અપાવે. સૂર્યને કારણે તમે માથાના દુખાવાથી પરેશાન થશો. અગત્યના કામો હાલમાં પુરા નહીં કરી શકો. અગત્યની ચીજ વસ્તુ સંભાળીને રાખજો ખોવાઈ જવાના ચાન્સ છે. બપોરના કામ કરવાનો ખૂબ જ કંટાળો આવશે. હાલમાં 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
The Sun’s rule starting from today, till 4th May, makes it tough for you to get any government-related work done. You could suffer from headaches. You might not be able to complete important tasks. Ensure to keep important documents and items safely as there is a possibility of losing these. You will feel too lethargic to work in the afternoons. Pray the 96th Name, ‘Ya Rayomand’, 101 times, daily.
Lucky Dates: 14, 15, 16, 17
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. બીજાના મદદગાર બનીને તેમની ભલી દુવા મેળવશો. જે પણ કામ કરતા હશો ત્યાં તમારી સાથે કામ કરનાર તમને ભરપૂર સાથ આપશે. થોડુંક ધ્યાન આપશો તો ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. અચાનક ધનલાભ થવાના ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 16, 18, 19 છે.
The onset of Venus’ rule will help bring to reality your sincere wishes. You will be able to help others and gain their blessings. Your colleagues at the workplace will be very supportive. With a little thoughtfulness you will be able to invest money. Sudden windfall is predicted. Pray to Behram Yazad daily.
Lucky Dates: 13, 16, 18, 19
GEMINI | મિથુન: ક.છ.ઘ.
14મી જુન સુધી મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલશે. જે પણ કામ કરતા હશો તે કામ ખૂબ સારી રીતે કરી શકશો. કોઈ પણ બાબતમાં અટકી જશો તો બહાર નીકળવાનો સહેલો રસ્તો મળી આવશે. ખર્ચ પર કાબુ મેળવવામાં સફળ નહીં થાવ છતાંપણ ઘનની કમી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 17, 19 છે.
Venus’ rule till 14th June ensures that you perform all your tasks to the best of your abilities. You will find an easy route out of any challenges that could stall you. Despite not being able to control your expenses, you will not face any financial shortage. Pray to Behram Yazad daily.
Lucky Dates: 14, 15, 17, 19
CANCER | કર્ક: ડ.હ.
4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે. નાના કામની અંદર પણ ભરપુર મુશ્કેલીઓ આવશે. ખર્ચનો કોઈ હિસાબ નહીં રહે. ઘરમાં કામ કરનાર નોકરો પણ તમને પરેશાન કરશે. તબિયતની ખાસ સંભાળ લેજો. ડોક્ટરની પાછળ ખર્ચ વધી જશે. બીજાની વાત સાંભળીને તમારા ડિસીઝન ચેન્જ કરતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 13, 16, 17, 18 છે.
Rahu’s rule till 4th May will pose a lot of challenges even in doing your smaller tasks. Expenses will greatly mount. Even the house-help will annoy you. Take special care of your health – you could end up spending on medical expenses. Do not change your decisions based on advice from others. Pray the Mah Bokhtar Nyaish daily.
Lucky Dates: 13, 16, 17, 18
LEO | સિંહ: મ.ટ.
21મી એપ્રિલ સુધી ગુરૂની દિનદશા ચાલશે. ફેમીલી મેમ્બરને ખુશ રાખવા તમારાથી થાય તેવા કામ કરી લેજો. ધની ચિંતા નહીં આવે. ઘરમાં ખુશીનું વાતાવરણ રાખવા માટે ધન વાપરવા માટે જરાય પણ કંજુસી કરતા નહીં. તમારા જુના રોકાણમાંથી ફાયદો થશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 19 છે.
Jupiter’s rule till 21st April suggests that you do all that you can to keep your family members happy. There will be no financial concerns. To keep the atmosphere at home cordial and happy, do not skimp on spending money. Old investments will yield profits. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 19
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
તમને દયાળુ ધર્મનું જ્ઞાન આપનાર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા કામમાં તમે સફળતા મેળવીને રહેશો. બીજાની પરવાહ કર્યા વગર તમારા કામને પૂરા કરી શકશો. નાણાકીય બાબતની અંદર ઇનવિઝિબલ હેલ્પ મળી જશે. કોઈપણ કામ ધનને કારણે અટકશે નહીં. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 14, 17, 18 છે.
The onset of Jupiter’s rule brings you much success in all your endeavours. You will be able to complete your tasks without having to worry about others. You will receive anonymous financial help. Your projects will not get stalled due to financial shortage. Pray the Sarosh Yasht daily.
Lucky Dates: 13, 14, 17, 18
LIBRA | તુલા: ર.ત.
23મી એપ્રિલ સુધી શનિની દિનદશા ચાલશે. તબિયતની ખાસ સંભાળ લેજો. દાંતના દુખાવા તથા માથાના દુખાવાથી પરેશાન થશો. તબિયતમાં જરા બી ખરાબી દેખાય તો ડોકટરની સલાહ અવશ્ય લેજો. તમારી નાની ભૂલ તમને મોટી મુસીબતમાં નાખશે. નાણાકીય મુશ્કેલીઓ આવશે. દરરોજ મોટી ‘હપ્તન યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.
Saturn’s rule till 23rd April suggests that you take special care of your health. You could suffer from headaches as well as dental issues. Ensure to consult a doctor if your health goes down. A small mistake could land you in big trouble. You could face financial problems. Pray the Moti Haptan Yasht daily.
Lucky Dates: 13, 15, 18, 19
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
પહેલા ચાર દિવસ હિસાબી કામ પુરા કરી લેજો. નાણાંકીય લેણદેણ 17મી એપ્રિલ પહેલા પૂરી કરજો નહિ તો આવતા 36 દિવસ તમને નાના કામ કરવા માટે પણ ખૂબ જ મુસીબત આવશે. નાણાકીય બાબતમાં ખૂબ જ ખેંચતાણ રહેશે. આળસનું પ્રમાણ વધી જશે. સમયસર કામ પુરા નહીં કરી શકો. દરરોજ ‘મહેર નીઆએશ’ સાથે મોટી ‘હપ્તન યશ્ત ભણજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Ensure to complete all your accounts-related works in these four days. Complete all your financial transactions of lending and borrowing by 17th April, else post this date, for the next 36 days, you will face lots of difficulties in handling even minor issues. Financial situation could be strained. Lethargy will increase. You will not be able to complete your work in time. Pray the Meher Nyaish along with the Moti Haptan Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 17
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
18મી મે સુધી બુધની દિનદશા તમને ધનની જરા પણ ચિંતા નહીં આવવા દે. બુધની કૃપાથી બીજાના દિલ જીતી લેશો. તમારા કામો વીજળી વેગે પુરા કરી શકશો. જૂના હિસાબી કામ કરીને અટકેલા નાણાને પાછા મેળવી શકશો. ગરીબ વ્યક્તિને મદદ કરી તેની ભલી દુવા લઈ લેજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 13, 15, 18, 19 છે.
Mercury’s rule till 18th May ensures that you don’t have to deal with any financial problems. You will be able to win the hearts of others. You will be able to complete your tasks at lightning speed. By working out your old accounts, you will be able to retrieve your funds which are stuck. You are advised to seek the blessings of the poor by helping them. Pray the Meher Nyaish daily.
Lucky Dates: 13, 15, 18, 19
CAPRICORN | મકર: ખ.જ.
21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે. તમારા માથાનો બોજો ખૂબ વધી જશે. ઘરમાં મન નહીં માને અને બહાર જશો તો કોઈ સાથે મતભેદ થવાના ચાન્સ છે. તમારા વાક ગુના વગર સામેવાળા તમારૂં ઇન્સલ્ટ કરી નાખશે. હાલમાં બને તો ઓછું બોલવાનું રાખજો. દરરોજ ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.
શુકનવંતી તા. 14, 15, 16, 17 છે.
Mars’ rule till 21st April greatly increases your mental tensions. You will not feel like staying home but even if you step out, there are chances of you getting into a squabble with people. You could get insulted for no fault of yours. Try to speak as minimally as possible. Pray the Tir Yasht daily.
Lucky Dates: 14, 15, 16, 17
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
23મી એપ્રિલ સુધી ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમારા કામની અંદર જશની સાથે ધનલાભ પણ થશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગમતી વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે. જે પણ કામ કરશો તેમાં ખૂબ જ આનંદ આવશે. ચંદ્રની વધુ કૃપા મેળવવા દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 13, 14, 18, 19 છે.
The Moon’s rule till 23rd April will bring you good news from abroad. You will receive appreciation as well as profits from your work. Financial prosperity is predicted. Someone you like will bring you good news. You will find much joy in all your endeavours. To receive further graces of the Moon. pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 13, 14, 18, 19
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમો ધારશો તો નાની મુસાફરીનો લાભ મળી શકશે. બીજાની પસંદગીને પહેલા જાણી લેશો. ઓછા કામ કરીને વધુ ધન કમાવી શકશો. ધનની મુશ્કેલી હાલમાં નહીં આવે. નવા કામમાં સફળતા મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.
શુકનવંતી તા. 15, 16, 17, 18 છે.
The onset of the Moon’s rule could have you benefitting from a planned trip. You will be able to know the preference of others intuitively. You will be able to earn a lot more than the efforts you put in. You will face no financial challenges. New project will be successful. Pray the 34th Name, ‘Ya Beshtarna’, 101 times, daily.
Lucky Dates: 15, 16, 17, 18
- Your Moonsign Janam Rashi This Week –
05 October 2024 – 11 October 2024 - 5 October2024 - Your Moonsign Janam Rashi This Week –
28 September 2024 – 04 October 2024 - 28 September2024 - Your Moonsign Janam Rashi This Week –
21 September 2024 – 27 September 2024 - 21 September2024