નાટકમાંથી ચેટક

પતેતીનો દિવસ હતો. મેરવાનજીની પેઢી બંધ હતી. મેરવાનજી ઘેર જ હતા. છતાં એ દિવસે મેરવાનજીને જંપના વારો ન હતો. વાત એમ હતી કે તે દિવસે સવારથી ઉપરાઉપરી ટેલિફોન આવ્યા જ કરતા હતા. ચાનો ઘૂંટડો ભર્યો ન ભર્યો ત્યાં કોઈનો ટેલિફોન આવ્યોજ હોય! નાહવા માટે બેસવાની તૈયારી કરે  કે ટેલિફોનની ઘંટડી વાગીજ હોય! છાપું વાંચવાનું શરૂ […]