શિરીન

‘તને કંઈ રાંધતા આવેછ કે, છોકરી?’
‘જી, ઘણુ…ઘણું સરસ તો નહી જ પShirinણ થોડું ઘણું રાંધી શકું છુ.’
‘શું, આવી મોટી ઉખરા જેવી થઈ ને હજી બરાબર રાંધતા નથી આવડતું? હવે મીશતરી આગળ રોજ થોડું થોડું શીખી લેજે કે એ જ્યારેબી મહિનાની રજા પર જાય કે તું તેટલો વખત એની જગા લઈ શકે.’
ઝરી જુહાકે કરકસરની પોઈન્ટ પરથી જોતાં રોકડું પરખાવી દીધું, કે શિરીન વોર્ડન એ સાંભળી રાતી મારી જઈ નીચી મુંડીએ મૂંગી ઉભી જ રહી, કે તે મોટાં શેઠાણીએ ઘંટી વગાડી ફરી મેરી આયાને બોલાવી મંગાવી. તે આયા આવી કે તેવણે ‚બાબ સાથ જણાવી દીધું.
‘મેરી, આ છોકરીને જે ગોડાઉન આગળની સાઈડમાંની નાની ઓરડી ખાલી કીધીછ ત્યાં લઈ જા, ને એની પેટી ત્યાં રામા આગળ મુકાવી દેજે.’
‘પણ બાઈ, તે ઓરડીનાં બારણાંની ઈસ્ટાપરી બરાબર નહીં હોવાથી બારણું બંધ થઈ શકતું નથી.’
મેરી આયા જેવી નોકરાણીને તે બિચારી નવી કામ પર આવેલી છોકરી માટે દયા આવી ગઈ, પણ એ સાંભળી ઝરી જુહાકના તો નેન જ ફરી ગયા.
‘ઈસ્ટાપરી નથી તો શું થઈ ગયું? બારણાં બંધ કરીને એ શું અંદર કરવાની છે? જરા રતી અલગું રહી ગયું તો શું છે, ને તે બાજુથી શેઠ સિવાય જાયછેબી કોણ જે?’
એ છેલ્લું વાકય સાંભળી શિરીન વોર્ડનનું જિગર ધબકી ઉઠયું. પછી તેણી એક છુટકારાનો દમ ખેંચી તે શેઠાણીનો ‚મ મેરી આયા સાથ છોડી ગઈ. તે નાની જેવી ઓરડીમાં દાખલ થતાં ને સાથ શિરીન વોર્ડને ફીકરથી ફાલ ખાઈ જઈ તે આયાને કરગરીને કહી દીધું.
પ્લીઝ મેરી, આજનો પહેલો દિવસ હોવાથી તું મારી સાથે જ રહી કામ બતાવશે તો ઘણી આભારી થઈશ’
‘કંઈ નહીં તું ના બી, હું તારી સાથે જ રહીશ.’
તે આધેડ ઉંમરની મેરી આયાને તે છોકરીની દયા આવી ગઈ. એક વખતના તે લખપતિ શેઠિયા વિકાજી વોર્ડનને અમીર ફકીર સૌ કોઈ સારી રીતે પીછાણતું હોવાથી, ખુદ તેવણના બચ્ચાંનો આવા બૂરો હાલ જોઈ તે નોકરાણીનું જિગર દયાથી દાઝી ગયું.
ને શિરીન વોર્ડને પણ ઘણાં વખતનો દાબી રાખેલો તે દીબો અંતે ખાલી કરી નાખ્યો ને પોતાનાં બન્ને કોમલ કરોમાં માથું નાખી તેણી રડી પડી.
‘ઓ મેરી, હું…હું કેમ અત્રે રહી શકશ? મને ઘણી જ બીક લાગે છે.’
‘એ તો નવું નવું છે ને પહેલો દિવસ નવી નોકરી પણ હોવાથી બધાને જ એવી બીક લાગે પણ વખત જતાં તું તારા કામથી ટેવઈ જશે.’
‘ને મેરી, શું શેઠાણી ઘણાંજ સ્ટ્રીક છે?’
‘શેઠાણીના તો તું વાતજ નાં કરતી. મારી આટલી ઉંમરમાં મેં ઘણીક શેઠાણીઓ જોઈ હશે પણ તેણીનાં જેવી એક જાહેલ શેઠાણી તો બીજી કોઈ જ મેં નિહારી નથી ને તેથી જ ગામનું લોક તેણીને ઝરી જુહાકને નામે ઓળખે છે.
અને એ વાત તો ખરી જ હતી. ફિરોઝ ફ્રેઝરની માતાનું ખ‚ં આખું નામ ઝવેરા જમશેદજી ફ્રેઝર હતું, પણ તેઓનાં વઢકણાં સ્વભાવને લીધે તેઓ ઝરી જુહાકને નામે જ ઓળખાતા હતા.
કદાચ તેમના સ્વભાવને લીધે જ તેમનું રોજનું લોહી બળી જતું હોય તેમ દેખાવમાં પાતળા સોટી જેવાં, મધ્યમ કદનાં ઘઉંવર્ણા એક બાઈ હતા.
તેમના ધણી જમશેદજી, ઓફિસમાં એક ટાઈપિસ્ટ હોવાથી ટૂંક પગારમાં ઝરી જુહાક કરકસરથી સર્વનું ગુજરાન ચલાવતા.
ફિરોઝને નાનપણથી જ શીખવાનો ઘણો શોખ હોવાથી ને પોતાની હોશિયારીથી સ્કોલરશિપો મેળવી તે જવાન કોલેજમાં જઈ ગ્રેજ્યુએટ થઈ ગયો.
તેનાથી પાંચ વરસ નાની બેન દિલ્લા તથા તેણીથી બે વરસ નાની હિલ્લા ચાર પાંચ ચોપડી શીખી, પછીથી ઘેરનાં કામમાં ઝરી જુહાકે તેઓને લઈ લીધાં, ને તમામ ઘરની કેળવણી તેવણે તે બન્ને દુકતીઓને આપવા માંડી.
(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*