કેયૂર શહેરની કોલેજમાં ભણવા ગયો ત્યારે લગભગ આખું ગામ એને ગામના બસસ્ટેન્ડ સુધી વળાવા આવ્યું હતું કેમ કે ગામમાંથી કોલેજ કરવા જનારો એ એકલો જ હતો! બાકીના બધાં કા તો ગામની શાળામાં સાત સુધી ભણેલા કે વેરાવળની હાઈસ્કૂલમાં અગિયાર સુધી ભણેલા પણ સાયન્સ કોલેજમાં જનાર તો કેયૂર જ હતો એ કોલેજમાં ભણવા ગયો એના બીજા વરસે એની મા અવસાન પામી અને એ કોલેજના છેલ્લા વરસમાં હતો ત્યારે એના પિતાને ખેતરમાંથી સાપ કરડયો અને એ પણ અવસાન પામ્યા એ બી.એસ.સી. થઈને ગામમાં પાછો આવ્યો ત્યારે ખાલી ઘર એને અકળાવતું હતું.
હવે લગન કરી લે દીકરા પાડોશમાં રહેતા કડવા પટેલે કહ્યું એકલા એકલા તને ગમશે નહી. ‘જોઈએ કાકા’ કેયૂરે જવાબ આપ્યો. પહેલાં નોકરી શોધુ એ પછી લગ્નની વાત કરીશ.’ તારે કયાં નોકરીની જર છે બેટા કરી કડવા પટેલ બોલ્યા: ‘આટલી બધી જમીન તારા બાપુ તારા માટે મૂકતા ગયા છે. એ ખેડીશ તો પણ તાં ખર્ચ કાઢતા પૈસા બચશે. ‘જોઈએ કાકા’ કેયૂરે કહ્યું, કોલેજમાં મારી સાથે એક છોકરી ભણતી હતી એ હા પાડે તો પછી કંકુના કરીશું.’ લગભગ એકાદ-બે મહિના પછી કેયૂર શહેરમાં ગયો. આ વખતે એ ખાસ્સુ મહિના જેટલું રોકાયો અને શહેરમાંથી પાછો આવ્યો ત્યારે બસમાં નહીં પણ નવી નકોર કાર લઈને આવ્યો. એની સાથે એક સુંદર યુવતી પણ હતી.
‘કડવા કાકા,’ એણે ઘર પાસે ગાડી ઉભી રાખીને ઉભેલા કડવા પટેલને કહ્યું, ‘લ્યો તમે કહેતા હતા એ પ્રમાણે લગ્ન કરીને આવ્યો છું હવે મારા કાકીને કહો કે વહુને સહકાર આપે એટલી વારમાં તો મ ફ્રેશનરની સુગંધની જેમ ગામમાં વાત ફેલાઈ ગઈ અને બાળકોથી માંડીને વૃધ્ધો સુધીના બધા જ કેયૂરના ઘર આવી ગયા. કેયૂરે બે દિવસ સુધી આખા ગામને જમાડયું. બે દિવસ તો ગામમાં જલસા જલસા થઈ ગયા. ‘કેયૂર દીકરા, કડવા પટેલની વહુ શાંતાકાકીએ ત્રીજે દિવસે કેયૂરને કહ્યું, ‘તારી વહુ પપના અંબાર જેવી છે. કાચની પૂતળી જેવી છે એ બધુંય સાચું પણ એનાં બન્ને ગાલે મોટા મોટા લાલ ડાઘ છે એના લીધે એનું પ રોળાય જાય છે એની કાંઈ દવા નથી કરાવી એના મા-બાપે દવા તો ઘણી કરાવી છે. કાકી, કેયૂરની પત્ની નેહા બોલી, પણ કાંય ફેર નથી પડતો. આ ડાઘનો કોઈ ઈલાજ નથી. એવું તો હોતું હશે કડવા પટેલ બોલ્યા: ‘ઈલાજ તો છે જ.’ ‘કયો ઈલાજ કાકા?’ નેહાએ ઉત્સુકતાથી પૂછયું.
ઘણો ટાઈમ થયો એટલે મને મોઢે તો યાદ નથી દીકરી કડવા પટેલ બોલ્યા પણ અહીંથી થોડે દૂર મારા એક સંબંધીના દીકરાને આવા જ ડાઘ હતા. એની દવા એમણે કયાંક કરાવી હતી. ને એના ડાઘ નીકળી ગયા હતા હવે હું આજકાલમાં જ ત્યાં જવાનો છું એટલે બધી વિગતો લેતો આવીશ. ત્રીજા નહીં પણ ચોથા દિવસે કડવા પટેલ જાતે ગયા અને સાંજે પાછા આવ્યા ત્યારે એમના હાથમાં એક કાગળ હતો.
‘લે દીકરા’ એમણે કાગળ કેયૂરના હાથમાં આપતા કહ્યું: ‘આ કાગળમાં એ વૈદ્યનું સરનામુ છે. જેણે મારા સંબંધીના છોકરાના હાઘ મટાડી દીધા હતા. તું ય હવે નવરાશ લઈને વહુને લઈને ત્યાં પહોંચી જા. ભગવાન કરે ને સૌ સારા વાના થશે.’ ખેતર ખેડવાનું હતું બિયારણ લાવવાનું હતું એવા પરચુરણ કામ પતાવીને ચોથે દિવસે કેયૂર નવી વહુને નવી ગાડીમાં બેસાડીને શહેર જવા નીકળ્યો. આખા ગામે એને વિદાય આપી ‘કાકા એણે પાદરમાં કડવા કાકાને નજીક બોલાવીને કહ્યું તમે ખેતરનું ધ્યાન રાખજો એને રવો પટેલ ખેડવાનો છે. એટલે એને બિયારણ ખૂટે તો લાવી દેજો લો આ પાંચ હજાર પિયા તમે રાખો ને ઘરનું ધ્યાન રાખતા રહેજો. કહીને એણે કડવા કાકાના હાથમાં પાંચ હજાર પિયા મૂકી દીધા.
‘એ તો મારી ફરજ છે, દીકરા કડવા પટેલે પૈસા પાછા આપતાં કહ્યું, તું મારો દીકરો છે. પૈસા તો હું આપી દઈશ. ‘ના કાકા, કેયૂરે એમનો હાથ પાછો ઠેલતા કહ્યું, જર ન પડે તો ભલે તમારી પાસે રાખજો. પણ અત્યારે તો લઈ લેજો કડવા પટેલે પૈસા ખિસ્સામાં મૂકયા અને કેયૂર ગાડી સ્ટાર્ટ કરી.
ઠંડીની આછી આછી શઆત થઈ ચૂકી હતી અને કેયૂરના ખેતરમાં ઘઉંની કૂપળો ફૂટવાની શઆત થઈ ચૂકી હતી. દિવસો પસાર થતા રહ્યા અને ઘઉંનો મોલ શેઢરની લગોલગ પહોંચવા લાગ્યો. કેયૂરને ગયાને ત્રણ મહિના થઈ ગયા. શાંતા કાકીને કડવા પટેલની સામે જોઈને એક સવારે કહ્યું હજુ કેયૂર આવ્યો નહીં. આવશે આવશે કડવા કાકાએ મધ જેવી ગળી વાણીમાં કહયું ‘એની વહુને દવા લાગુ પડી ગઈ હશે. એટલે જ વાર લાગી નહીં તો ખોટા પિયાની જેમ પાછા આવ્યા ન હોત. કાકીને પણ વાત સાચી લાગી અને એમણે રસોડામાં જવાની તૈયારી કરી. અચાનક બરાબર એજ વખતે શેરીમાં ગાડીનું હોર્ન વાગ્યું ને કડવા કાકાએ લગભગ દોડીને ખડકીનું બારણું ઉઘાડયું. ગાડી એમના ઘર પાસે જ ઉભી રહી ને બારણું ખોલીને કેયૂર બહાર આવ્યો. એના ચહેરા પર મંદ મંદ હાસ્ય હતું. એ જોઈને કડવા કાકા અને શાંતા કાકીને નિરાંત થઈ.
કેયૂરની પાછળ જ નેહા પણ ઉતરી એ નીચુ જોઈને કેયૂરની પાછળ પાછળ આવતી હતી. બન્ને કડવા કાકાના ઘરનું પગથિયું ચડયા ત્યારે શાંતા કાકીએ નેહાની ચિબુક પકડીને એનો ચહેરો ઉંચો કર્યો એના આશ્ર્ચર્ય વચ્ચે નેહાનો ચહેરો એકદમ સ્વચ્છ અને ચમકતો હતો કયાંય કોઈ ડાઘનું નામોનિશાન નહોતું. ‘વાહ ભગવાન તારી લીલા અપરંપાર છે કડવા કાકા બોલ્યા ‘મારી ફૂલ જેવી દીકરીના જીવનમાં હવે કોઈ ઉપાધિ નથી, કેયૂર તારે હવે જમણવાર રાખવો પડે! ત્રીજા દિવસે કેયૂર ગાડી લઈને ખેતરે જવા નીકળ્યો અને એની સાથે નેહા પણ ખેતર જવા ઉપડી એમના ગયાને હજી અડધો કલાક થયો હશે ત્યાં ફરી વાર શેરીમાં ગાડીનું હોર્ન વાગ્યુ કડવા કાકાએ અડધી ખડકી ખોલીને જોયુ તો બહાર પોલીસની જીપ ઉભી હતી. કડવા કાકા આશ્રચર્યથી ઘડીકમાં જીપ સામે તો ઘડીકમાં એમાંથી ઉતરતા પોલીસ અધિકારીઓ સામે જોઈ જ રહ્યા. ‘કેયૂર પટેલનું ઘર આજ છે? એમની નજીક આવીન એક પોલીસ અધિકારીએ પૂછયું ‘ના સાહેબ કડવા કાકાએ ખડકી આખી ખોલતા કહ્યું એનું ઘર તો બાજુમાં છે પણ એ અને વહુ નેહા ખેતરે ગયા છે બસ આવતા જ હશે એ આવે ત્યાં સુધી તમે બધા અંદર આવીને ચા-પાણી પીવો સાહેબ, બધા અંદર આવીને ખાટલા પર ગોઠવાયા અને કડવાકાકાએ પટલાણીને ચહા મૂકવાનું કહ્યું.
એ પછી કડવા કાકાએ વાત ઉચ્ચારી ‘શું વાત છે સાહેબ? કડવા કાકાએ પૂછયું કેયુરનું શું કામ હતું? બિચારો હમણાંજ એની વહુને લઈને દવા કરાવી આવ્યો ને એની વહુના ગાલના ડાઘા મટી ગયા.
વધુ માટે જુઓ પાનુ ૧૯
એના ડાઘા નથી મટયા પણ એની વહુ મટી ગઈ છે. પોલીસ અધિકારીએ કહ્યું ને કડવાકાકા ચમકયા કાંઈક સમજાય એવી વાત કરો સાહેબ એમણે કહ્યું લો તમારે સમજાય એવી રીતે એકડે એકથી વાત કં. કહીને પોલીસ અધિકારીએ ચાહનો ખાલી કપ બાજુમાં મૂકીને શઆત કરી. તમારો કેયૂર કોલેજમાં ભણતો હતો ત્યારે જ એને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો. છોકરીના બાપા કરોડપતિ હતા. એમને બે જોડિયા છોકરીઓ હતી. મોટી થયા પછી બન્ને તદ્દન એકસરખી જ દેખાતી હતી પણ એક છોકરીને બન્ને ગાલે હાઘ હતા એટલે એનું સગપણ નહોતું થતું.
એજ કેયૂરની વહુ બનીને આવી હતી? કડવા પટેલ બોલ્યા ‘હા’ સિગારેટ સળગાવીને અધિકારએ વાત આગળ ચલાવી. પણ એને પરણાવા માટે છોકરીના બાપે કેયૂરને પચ્ચીસ લાખ આપ્યા હતા. આ બધું નેહાની બહેન સ્નેહાએ ગોઠવી આપેલું જેથી કેયૂર પોતાની નજર સામે જ રહે. અને લગ્ન પછી એક કાર એક્સિડન્ટમાં નેહાના માતા-પિતા અવસાન પામ્યા. એટલે નેહા માટે રસ્તો મોકળો થઈ ગયો. હવે કંઈ સમજાય છે. કડવા પટેલ બોલ્યા. એ પછી સ્નેહાને અમેરિકા સારવાર માટે મોકલાવી છે એવી વાત ઉડાવીને કેયૂર અને નેહાને મળીને સ્નેહાને એક હિલ સ્ટેાન પર પોતાની સાથે લીધી અને ત્યાં એની હત્યા કરીને એની લાશ ખાઈમાં ફેકી દીધી અને આડા અવળા ફરીને એ બન્ને અહીં આવી ગયા પણ પાપ છાપરે ચડીને પોકારે છે એમ રાજસ્થાનાં પોલીસને લગભગ હાડપિંજર થઈ ગયેલી લાશ મળી અને તાણાવાણા ઉકેલતા એનું પગે અહીં પોલીસ સુધી પહોયચ્યું ‘અમને તો આવી ધારણા નહોતી સાહેબ!’ કડવા પટેલ બોલ્યા, અને એજ વખતે બહાર શેરીમાં કેયૂરની ગાડીનું હોર્ન વાગ્યું…
- સુરતની માતા-પુત્રી મહારૂખ ચિચગર અને મહાઝરીન વરિયાવાનું દુર્લભ અરંગેત્રમ - 18 January2025
- પવિત્ર શેહરેવર મહિનાની ઉજવણી - 18 January2025
- બસ્તર ગામમાં પેસ્તનજી ખરાસનુંસન્માન કરતું સ્મારક - 18 January2025