જો તમારો જન્મ જૂનની ૧૧મી તારીખે થયો હોય તો..
તમે પૈસા માટે ખૂબ જ બેદરકાર હશો. પૈસાના વ્યવહારમાં તમે બદનામ થશો. તમે તમારી બુધ્ધિથી કાર્ય કરશો. તમે તમારી જરિયાત પૂરતા પૈસા મેળવવામાં જર સફળ થશો. તમે ખૂબ જ આશાવાદી હશો. તમને જાગતા સ્વપ્ન જોવાની આદત હશે. મનમાં હંમેશાં નવા વિચારો આવ્યા કરશે. તમારી કલ્પનાશક્તિ સારી હશે. બીજાને કાયમ સહાનુભૂતિ આપશો. તમે લડાઈ-ઝઘડાથી કે પોલીસ-કોર્ટ-કચેરીથી દૂર રહેવાની ઈચ્છા રાખશો. તમે તમારી બુધ્ધિ અને વાણીથી ઝઘડાઓનો નિકાલ લાવશો. કલાત્મક અને આરામની તેમ જ સફેદ વસ્તુના ધંધાથી કમાઈ શકશો. નવી જગ્યાઓ કે સ્થળો જોવાની ઈચ્છા રાખશો. વાંચનનો શોખ વધુ રહેશે. ઐતિહાસિક સ્થળો જોવાની તેમ જ એના વિષે જાણવાની પ્રબળ ઈચ્છા થશે. કોઈ પણ એક જ ધંધામાં કે નોકરીમાં તમે તમાં જીવન પસાર નહીં કરો. તમારે પેટ, લીવર, મૂત્રપિંડનું વિશેષ ધ્યાન રાખવું પડશે.
શભરંગ: લીલો, શુભનંગ: પાનું.
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૫, ૧૧, ૧૩, ૨૦, ૨૩, ૨૯, ૩૨, ૩૮, ૪૦, ૪૧, ૪૭, ૫૦, ૫૬, ૫૮, ૫૯, ૬૫, ૬૭.
- બરોડાની કોન્ટ્રાક્ટર આદરિયાને 102માં સાલગ્રેહની ઉજવણી કરી - 8 March2025
- વિસ્પી ખરાડીએ નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો - 8 March2025
- પારસી મહિલાઓનું સશક્તિકરણ:મહિલા દિવસનું મહત્વ - 8 March2025